-->
3 thi 8 nu material

NEW UPDATE

. કઈ ઉંમરનાં વિદ્યાર્થીને ધો. ૧માં પ્રવેશ આપવો ? શાળાઓ મૂંઝવણમાં

Post a Comment
.

કઈ ઉંમરનાં વિદ્યાર્થીને ધો. ૧માં પ્રવેશ આપવો ? શાળાઓ મૂંઝવણમાં

'છ વર્ષ પૂર્ણ થયા પછી જ પ્રવેશ અને વિદ્યાર્થી ઈચ્છે તો પાંચ વર્ષ પૂર્ણ થયા પછી પ્રવેશ આપી શકાય'ઃ RTEના ગૂંચવણભર્યા નિયમો
અમદાવાદ, બુધવાર
કેન્દ્રના રાઈટ ટુ એજ્યુકેશનનાં કાયદાનો ગુજરાતમાં અમલ થઈ ગયો છે. પરંતુ કેટલાક નિયમોમાં એટલી બધી ગૂંચવણો છે કે શાળાઓ તેને સમજી શકતી નથી. ખાસ કરીને ધો. ૧માં કઈ ઉંમરનાં વિદ્યાર્થીને પ્રવેશ આપવો તેની મુશ્કેલીઓ છે. જેથી વિવિધ શાળાઓ પોતાની સમજણ અને મુનસુફી મુજબ નિર્ણય લઈ રહી છે. ખુદ શાળાનાં આચાર્યો કહે છે કે, ગુજરાત સરકારે જ ઉંમર અંગેની સ્પષ્ટતા કરતો પરીપત્ર કરવો જોઈએ.

RTE અમલમાં આવ્યો તે પહેલાં એવો નિયમ હતો કે ૩૧ ઓગસ્ટે પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય એવા બાળકોને જૂનમાં જ ધો. ૧માં પ્રવેશ આપી દેવો. RTEના નિયમ મુજબ ૩૧ મેના રોજ છ વર્ષ પૂરા થતાં હોય તેને જ પ્રવેશ આપવો.
જોકે પેટા નિયમમાં એવો વિકલ્પ અપાયો છે કે વિદ્યાર્થી ઈચ્છે તો પાંચ વર્ષ પૂર્ણ થયેથી પણ ધો. ૧માં પ્રવેશ આપી શકાય છે. આને કારણે જ મોટા ભાગની શાળાના આચાર્યો અને સંચાલકો ગોથા ખાઈ રહ્યા છે. તેઓ મુંઝાઈ રહ્યા છે કે આપણે ખરેખર ધો. ૧માં કઈ ઉંમરનાં વિદ્યાર્થીને પ્રવેશ આપવો ?
પશ્ચિમ વિસ્તારની મોટી સ્કુલોનાં સંચાલકોને પણ પૂરી ખબર પડતી નથી. આથી તેઓએ પ્રવેશ ફોર્મમાં પોતાની સમજણ અને અનુકૂળતાં મુજબનું અર્થઘટન કરી નિયમો બનાવ્યા છે. જ્યારે ઘણાં આચાર્યો ગભરાઈ રહ્યા છે કે જો આપણે પાંચ વર્ષ પૂરા થનારા વિદ્યાર્થીને પ્રવેશ આપી દઈએ તો સરકાર કોઈ કાર્યવાહી તો નહીં કરે ને ? બીજી બાજુ જો પાંચ વર્ષ પૂર્ણ થયેલા વિદ્યાર્થીને પ્રવેશ આપવાની ના પાડવામાં આવે અને તેનાં વાલી શિક્ષણ વિભાગમાં ફરીયાદ કરે તો શું ?
આથી આવા અનેક આચાર્યો તથા સંચાલકોની માગણી છે કે, સરકારે તમામ સ્કુલોને નર્સરી, જુનિયર અને સીનિયર કેજીથી માંડીને ધો. ૧૨ સુધીનાં વિદ્યાર્થીને કઈ ઉમરે પ્રવેશ આપવો તેનો ચાર્ટ બનાવીને જ આપી દેવો જોઈએ. જે ચાર્ટ તમામ બોર્ડની સ્કુલોને લાગુ પડવો જોઈએ. જેથી સ્કુલ બદલવાના સંજોગોમાં પણ કોઈને મુશ્કેલી ન નડે.

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close