-->
3 thi 8 nu material

NEW UPDATE

કુલ કુલ રેસીપી - મેંગો આઈસક્રીમ

Post a Comment
P.R
સામગ્રી - 2-3વાટકી તાજો બનાવેલો કેરીનો રસ, અડધી વાટકી ખાંડ, 1 વાટકી દૂધ, અડધી વાટકી ફ્રેશ મલાઇ, પા વાટકી મિલ્ક પાવડર, પા ચમચી જીએમએસ પાવડર, પા વાટકી બદામ પિસ્તાની કતરણ, થોડી કાપેલી કેરી.બનાવવાની રીત -સૌથી પહેલા કેરીના રસને ગાળી લો. બાદમાં દૂધમાં મિક્લ પાવડર અને ખાંડ નાંખીને ઉકાળીને ઠંડુ કરો. સારી રીતે ઠંડુ થાય એટલે તેમાં કેરીનો રસ, જીએમએસ પાવડર, દૂધ અને મલાઈ નાંખી મિક્સીમાં બરાબર મિક્સ કરો.હવે આ મિશ્રણને આઇસ્ક્રીમ પોટમાં નાંખો અને એક-દોઢ કલાક માટે ફ્રૂઝરમાં મૂકો. ફરીથી બહાર કાઢો અને મિક્સીમાં ફેરવી મિક્સ કરો. ફરીથી આઇસ્ક્રીમ પોટમાં નાંથી ઓછામાં ઓછું ત્રણ-ચાર કલાક માટે ફ્રીઝરમાં રહેવા દો. હવે તૈયાર થયેલા આઇસ્ક્રીમને બદામ-પિસ્તાની કતરણથી સજાવો અને કેરીના કાપેલા ટૂકડાથી ગાર્નિશ કરી સર્વ કરો.

ફરાળી આઇસ્ક્રીમ


સામગ્રી : ૧ લીટર દૂધ,
૫૦ ગ્રામ ક્રીમ,
૧૦૦ ગ્રામ કેસરી પેંડા,
૧ ચમચી દળેલી ખાંડ,
એલચી, બદામ,
પિસ્તા, કેસર.
રીત : એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. થોડુ ગરમ દૂધ અલગ લઇને તેમાં કેસર મિકસ કરવું. દૂધ ઉકળીને અડધુ થઇ જાય ત્યારે ઉતારી તેમાં કેસરી પેંડા, કેસર દળેલી ખાંડ અને એલચીનો પાવડર નાખવો. ઠંડુ પડે એટલે તેમાં ક્રીમ નાખી મીકસરમાં ક્રશ કરો.
હવે આ મિશ્રણને એલ્યુમિનિયમનાં ડબ્બામાં ભરી, ફ્રિઝરમાં મૂકો. જામી જાય એટલે કાઢી ફરી મીકસરમાં ક્રશ કરી તેમાં છીણેલી બદામ- પિસ્તાની કતરીથી સજાવી, ફરી ફ્રિઝરમાં મૂકી દો. જામી જાય એટલે બહાર કાઢી આરોગો.



ઓરેન્જ સ્પંજ આઇસ્ક્રીમ

સામગ્રીઃ ૭૫૦ ગ્રામ દૂધ, ૧૨૫ ગ્રામ તાજું ક્રીમ, ૧ કપ નારંગી નોગર, ૧ મોટો ચમચો કોર્નફ્‌લોર, ૧ મોટી ચમચો જિલેટીન, ૨-૪ કપ ખાંડ, ૧ ચમચી ઓરેન્જનું એસેન્સ, ૧૦ ટીપાં અથવા ઇચ્છાનુસાર કેસરી રંગ, ૧ સ્વિસ રોલ. (કોઇ પણ બેકરીમાં મળશે.)

ઓરેન્જ સોસ માટેની સામગ્રીઃ- ૧ કપ ખાંડ, ૧-૨ કપ નારંગીનો રસ, ૧ કપ પાણી, ૧ ૧/૨ ચમચી કોર્નફ્‌લોર, ૧ ચમચી માખણ, ૫ ટીપાં કેસરી રંગ, ૧૦ ટીપાં ઓરેન્જનું એસેન્સ.

રીતઃ- દૂધને વીસ મિનિટ સુધી ગરમ કરી ઘટ્ટ થવા દો. દૂધને સતત ચમચાથી હલાવતાં રહો. તેમાં ખાંડ ભેળવો. ખાંડ બરાબર ઓગળી જાય એટલે તેમાં અડધો કપ પાણીમાં ભેળવેલ કોર્નફ્‌લોર મિક્સ કરો. દૂધમાં ગઠ્ઠા ન જામી જાય એ માટે સતત ચમચાથી હલાવતા રહો. ત્યારબાદ આંચ પરથી મિશ્રણ નીચે ઉતારી લો. જિલેટીનમાં પાણા નાંખી થોડીવાર રહેવા દો. તેને દૂધના મિશ્રણમાં ભેળવો. દૂધ ઠુંડું રહે એટલે એમાં ક્રીમને ફીણીને મિક્સ કરો. નારંગીનો ગર, એસેન્સ અને રંગ પણ ઠંડા દૂધમાં ભેળવી દો. આ મિશ્રણને તમે એગબીટરથી પણ ફીણી શકો. હવે તેને ઢાંકીને ફ્રીઝરમાં મૂકી દો. આ આઇસ્ક્રીમ જામવા લાગે ત્યાર પછી ફરીથી ફીણવાની જરૂર નથી.
ઓરેન્જ સોસ બનાવવાની રીતઃ- એક નોનસ્ટિક પેનમાં એક ચમચો માખણ નાંખી ગરમ થવા દો. માખણ ઓગળે એટલે તેમાં ખાંડ, પાણી, કોર્નફ્‌લોર ભેળવી મિશ્રણ તૈયાર કરો. ૨-૩ મિનિટ સુધી ચમચાથી સતત હલાવતાં રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો. હવે તેમાં નીરંગની રસ, એસેન્સ તથા કેસરી રંગ ભેળવી દો. ઓરેન્જ સોસ તૈયાર છે.
હવે અડધા કલાક પછી આઇસ્ક્રીમને ફ્રીઝમાંથી કાઢો. સ્વિસ રોલના અડધા ઇંચ જેવડા ગોળ ટુકડા કરો. આ ટુકડાને કોઇ કેક-ડિશમાં ચારે તરફ સજાવી વચ્ચે આઇસ્ક્રીમ ભરો. ઠંડો ઓરેન્જ સ્પંજ આઇસ્ક્રીમ સોસ સાથે પીરસો

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close