
નવી દિલ્હી : જો તમારી પાસે વોટર આઇડી
કાર્ડ નથી અથવા તો બ્લેક એન્ડ વ્હાઈટ છે તો તમે ઘરે બેઠા જ વોટર આઇડી કાર્ડ
બનાવી શકો છો. એટલું જ નહી હવે વોટર આઇડી બનાવવાનો વધારે એક ફાયદો છે કે
તમે કલ આઇડી કાર્ડ પણ બનાવી શકો છો. તેના માટે બસ તમારી પાસે સફેદ
બેકગ્રાઉન્ડ વાળો એક પાસપોર્ટ ફોટો જોઇએ. આવો જાણીએ કલર વોટર આઇડી કાર્ડ કઇ
રીતે બનશે.

સૌથી પહેલા ચૂંટણી પંચની વેબસાઇટ
www.nvsp.in પર જવું પડશે. ન્યુ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવું પડશે. ત્યાં
પોતાનો ઇમેઇલ આઇડી અને ફોન નંબર આપવા પડશે. બસ અહીંથી ચાલુ થાય છે તમારા
આઇડી કાર્ડ બનાવવા માટેની જાણકારીનો પ્રારંભ.

અહીં તમારી પાસે નંબર ઉફરાંત તમારી
પાસે તમામ માહિતી માંગવામાં આવશે. અહીં તમારે એક રંગીન ફોટો પણ અપલોડ કરવો
પડશે. જેનું બેકગ્રાઉન્ડ સફેદ હોવું જોઇએ. અત્રે નોંધનીય છે કે વોટરઆઇડી એક
અગત્યનો દસ્તાવેજ છે. માટે આપેલી તમામ માહિતી ખુબ જ ચિવટ પુર્વક ભરો અને
કોઇ ભુલ ન કરો.

સામાન્ય રીતે તો ધ્યાન રાખો કે કોઇ પણ
ભુલ છુટે નહી. પરંતુ તેમ છતા પણ ભુલ રહી જાય અને તમને પાછળથી ખબર પડે તો
તમે 15 દિવસમાં આ ફોર્મમાં રહેલી માહિતીને એડિટ કરી શકો છો. એટલું જ નહી
તમે તમારા વોટર કાર્ડની એપ્લિકેશન સ્ટેટસ પણ ઓનલાઇન ચેક કરી શકો છો.

જે પ્રકારે પાસપોર્ટ માટે વેરિફિકેશન
આવે છે. તે જ રીતે તમામ ઓનલાઇન માહિતી ચેક કરવા માટે બુથ લેવલનો અધિકારી
તમારા ઘરે ચેકિંગ માટે આવશે. તે એ દસ્તાવેજોનું ચેકિંગ કરશે જેને તમે અપલોડ
કર્યા છે. ત્યાર બાદ લગભગ એક મહિના અંદર અંદર તમને ભારતીય પોસ્ટના
માધ્યમથી વોટર આઇડી કાર્ડ ઘરે પહોંચાડી દેવામાં આવશે.

વોટર આઇડી કાર્ડ માટે તમારે એડ્રેસ
પ્રુફ અને આઇડી પ્રુફમાં અલગ અળગ દસ્તાવેજ અપલોડ કરવા પડશે. તેના માટે
તમારી પાસે પાસપોર્ટ, દસમાની માર્કશીટ, બર્થ સર્ટિફિકેટ, પાન કાર્ડ,
ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, બેંક પાસબુક, ફોન બિલ, પાણીનું બિલ, વિજળી
બિલ, ગેસનું બિલ, ઇન્કમ ટેક્સનું ફોર્મ 16 વગેરેમાંથી કેટલાક
ડોક્યુમેન્ટસની સ્કેન કોપી અપલોડ કરવી પડશે.
Post a Comment
Post a Comment