




બેરોજગારની સંખ્યા હવે ૫૦ લાખના આંકડા સુધી પહોંચી
ગુજરાત
બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે : વાઘેલાઃ ભાજપ સરકારના પતન માટેની
પરિવર્તન યાત્રા રાજ્યમાં ચૂંટણી માધ્યમથી શરૂ થવાની છે : કોંગ્રેસ સરકાર
બનાવશે
અમદાવાદ,
તા.૨૮, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર
પરિષદમાં જુદા જુદા વિષય પર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
વાઘેલાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર છેલ્લા ૨૨ વર્ષથી શાસનમાં
છે. ભાજપ સરકારનો કોંગ્રેસે કોઇપણ દોષ કાઢતા પહેલા વિશ્વ હિન્દુ પરિષદ,
કિસાન સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે એમના પરિવાર કહેવાતા ઘટકો છે.
એમને પોતાના માટે વિચારવાની જરૂર છે. ભાજપ શાસનમાં આશા વર્કરો, આંગણવાડી
બહેનોનું શોષણ થઇ રહ્યું છે. વિધાનસભામાં વિપક્ષનેતા શંકસિંહ વાઘેલાએ
આંગણવાડી આશાવર્કરો, ફિકસ પગારવાળા અને આઉટ સોર્સિંગથી કામ કરી રહેલા ઓનું
ભાજપ સરકાર દ્વારા શોષણ કરવામાં આવતુ હોવાનો આક્ષેપ કરી આ તમામને એવી
હૈયાધારણા આપી હતી કે,ચિંતા ન કરતા અમે ગાંધીનગરમાં હોઈશું.તમારી
માંગણીઓનું નિવારણ લાવીશું.તેમણે ગુજરાત બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયું
હોવાનું કહી શિક્ષિત અને અશિક્ષિત એવા ૫૦ લાખ બેરોજગારો રાજ્યમાં હોવાનું
કહ્યું છે.આજે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે,છેલ્લા ૧૦ વર્ષથી
ભાજપ સરકારે ભરતીનું નાટક કર્યુ છે.અને હવે ભરતીનું સમયપત્રક બનાવ્યું
છે.જેને લઈને લાખ્ખો બેરોજગારો સરકારી નોકરીઓથી વંચિત રહી ગયા છે.અમે સરકાર
ઉપર પડનારા આર્થિક ભારણનો વિચાર નહીં કરીએ.ધોરણ-૧૨ પાસને રૂપિયા
૩,૦૦૦,ગ્રેજયુએટને રૂપિયા ૩,૫૦૦,પોસ્ટગ્રેજયુએટને રૂપિયા ૪,૦૦૦ તેઓને નોકરી
ન મળે ત્યાં સુધી બેકારીભથ્થા પેટે આપવાની જોગવાઈ કરીએ તો સરકારને આવા
લોકોને નોકરીમાં સમાવવાની ચિંતા રહે.રાજયમાં એક વર્ષમાં ૧૦ થી ૧૫ લાખ
લોકોને નોકરી આપવી એ સામાન્ય બાબત છે.પરંતુ એ માટે દાનત હોવી જોઈએ.જે
કોંગ્રેસની છે.તેમણે કહ્યું કે,સરકારે ડીકસનરીમાં એક નવો શબ્દ ઉમેર્યો
છે,ન્યુ ઈન્ડિયા.વિહીપ એ સરકારનું વાજિંત્ર છે.તેણે સૂત્ર આપ્યું
છે,ઈન્ડિયા ફર્સ્ટ.સૌ પહેલા વર્ષ-૨૦૦૪માં શાઈનીંગ ઈન્ડિયયા આવ્યું હતું.૧૦
વર્ષ સુધી તે ચાલ્યુ પણ એમાં કોઈ કરંટ ન કે પાવર ન આવ્યો.વર્ષ-૨૦૧૪માં તક
મળી એ સાથે જ ભાજપે તેના મોટા નેતાઓને સાઈડલાઈન કરી દીધા.નવા સૂત્રો
આવ્યા.જેમાં સ્કીલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા, મેઈક ઈન
ઈન્ડિયા,સરદાર સાહેબની પ્રતિમા, અને હવે એલઈડી બ્લબ, આ સિવાય ડીજીટલ
ઈન્ડિયા, કેશલેશ ઈન્ડિયા, કલીન ઈન્ડિયા, શું કલીન થયું.તેવો સવાલ પણ તેમણે
કર્યો હતો.તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે,કટ્ટર ધર્માંધતાવાળા
લોકો દેશને ધાર્મિક માન્યતાઓને આધારે તોડવા મથી રહ્યા છે.ભાજપ ફરી રામના
નામે તરવાનો પ્રયાસ કરી રહ્યું છે.તેમણે કહ્યું કે,વિહીપને ૧૪ જેટલા યુવાનો
શહીદ થયા હતા.તેમના પરીવારજનોને મળવાની કે ઉનાના દલિતોને કહેવાતા ગૌભકતોએ
બેરહમીથી માર માર્યો હત.તેને સાંત્વના આપવાનો પણ સમય નથી.આ ઉપરાંત રાજયમાં
છોટાઉદેપુર, રાજપીપળા,દેવગઢ બારીયા,અને દાહોદ કે જ્યાં બળાત્કારની ઘટનાઓ
બનવા પામી હતી.આ બનાવો ભાજપ સરકારની મહેરબાનીથી થઈ રહ્યા હોવાનો તેમણે
આક્ષેપ કર્યો હતો.તેમણે કહ્યું કે,હું ગુજરાત અને દેશવાસીઓને કહેવા માંગુ
છુ કે,ભાજપ પાસે ચૂંટણી લડવા કોઈ એજન્ડા નથી.વિકાસનો એજન્ડા એ ભાજપની માત્ર
રાજકીય અને શાબ્દીક રમત જ છે.વિકાસની તો માત્ર વાહીયાત વાતો જ થાય
છે.ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે.તે સમયે ભાજપ અને વિહિપ રાજયને કોમી
દાવાનળમાં ધકેલવામાં સફળ ન થાય તે લોકોએ જોવાનું રહેશે.તેમણે કહ્યું
કે,ગૌહત્યાના નામે ભાજપ વિહિપને છુટ્ટો દોર આપી સમાજમાં અરાજકતા ફેલાવવાનો
પ્રયાસ કરશે.


આખરે ૧૫૪ કરોડના ખર્ચે રાજકોટમાં અદ્યતન નવુ બસ સ્ટેશન : ૮મીએ ખાતમુહુર્ત
ચાર
માળનું બનશે : એરપોર્ટ જેવી સુવિધા : પીપીપી ધોરણે કોન્ટ્રાકટ ફાઇનલઃ
હાલનું બસ સ્ટેશન શાસ્ત્રી મેદાનમાં ખસેડવા અંગે ૨ દિ'માં કલેકટર સાથે
મીટીંગ બાદ નિર્ણય
રાજકોટ તા. ૨૮ : આખરે રાજકોટને હાઇ-ફાઇ અને વાઇ-ફાઇ, સહિતની સુવિધા ધરાવતું વડોદરા જેવું અદ્યતન બસ સ્ટેશન મળવાનું ફાઇનલ થઇ ગયું છે, આ અંગે માહિતી આપતા રાજકોટ એસ.ટી.ના ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, આગામી તા. ૮મીએ સવારે ૧૦ વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે નવા બસ સ્ટેશનનું ખાતમુહુર્ત થશે,
આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી શ્રી વલ્લભભાઇ કાકડીયા, એમડી શ્રી વિજય નેહરા, અન્ય ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
શ્રી જેઠવાએ ઉમેર્યું હતું કે, પીપીપીના ધોરણે કુલ ૧૫૪ કરોડના ખર્ચે પીપીપી ધોરણે બસ સ્ટેશન અને લોકો ખરીદી કરી શકે તેવા મોટા કોમર્શિયલ સ્ટોર, અદ્યતન વેઇટીંગ રૂમ, પાણી - શૌચાલય, નવી ડીઝાઇનના કોમ્પ્યુટરાઇઝડ પ્લેટફોર્મ, પાસ - ઓનલાઇન બુકીંગ સહિતની સુવિધા રહેશે.
હાલનું બસ સ્ટેશન આગામી ૧ થી ૨ દિ'માં
શાસ્ત્રી મેદાનમાં ખસેડવું કે અન્યત્ર તે અંગે કલેકટર સાથે આજે કે કાલે
મીટીંગ કરી નિર્ણય લેવાશે. ૧૫૪ કરોડના ખર્ચે બનનાર બસ સ્ટેશન અંગે
કોન્ટ્રાકટ પણ આજે ફાઇનલ થઇ રહ્યાનું સૂત્રોએ ઉમેર્યું હતું.(૨૧.૧૦)
Post a Comment
Post a Comment