સૌરાષ્ટ્ર (જુના જમાના માં કાઠિયાવાડ તરીકે ઓળખાતું) ગુજરાત નું દ્વીપકલ્પ છે જેની ત્રણે બાજુએ પાણી આવેલું છે. તેની ઉત્તરે કચ્છ નો અખાત અને કેટલાક ભાગ માં કચ્છ નું નાનું રણ, પશ્ચિમ અને દક્ષિણ માં અરબી સમુદ્ર અને દક્ષિણ પૂર્વ માં ખંભાત નો અખાત આવેલાં છે જ્યારે કે પૂર્વ માં ગુજરાત નો કાંપાંળ પ્રદેશ આવેલો છે. સૌરાષ્ટ્ર ના આ વિસ્તાર નો ઘેરાવો લગભગ ૫૯૩૬૦ ચો. કિ.મી. છે.
ભૂપૃષ્ઠ રચના:
સૌરાષ્ટ્ર નો પ્રદેશ લાક્ષણિક ભૂપૃષ્ઠ રચના ધરાવે છે. અહીંની “કોન” અને “ક્રેટર” (જ્યવાળામુખી) પ્રકાર ની ઘણી બધી ટેકરી ઓ આ પ્રદેશ ના ભૂસ્તરીય લાક્ષણિકતા ની સૂચક છે. મેગમેટીક ડીફરનશયશન ને કારણે એક જ પ્રકાર નાં લાવા માંથી બનેલાં જુદા જુદા પ્રકાર ના ખડકો ભૂસ્તરીય દ્રષ્ટિ એ ઘણા જ રસપ્રદ છે. મધ્ય નો ઉચ્ચ પ્રદેશ અને ગિરનાર પર્વત તેનો મુખ્ય ભાગ છે. એવું માનવા માં આવે છે કે પાછળ થી ઉદભવેલા ઇંન્દુઝીવ ને કારણે આ પ્રદેશ ના લાવા ના સ્તરો (બેસાલ્ટીક ફ્લોઝ) ધુંમટ આકાર ના થયેલા છે. આ ઘુંમટ આકાર ના ખડક સ્તરો નો મધ્ય ભાગ ઘસારો પામતાં તેની નીચે આવેલાં ‘ડોલેરાઇટ” અને ‘મોનઝોનાઇટ”ના ખડક સ્તરો દ્રષ્યમાન થાય છે. આ પ્રદેશ માં ગુરુ ગોરખ નાથ નું શિખર સૌથી ઊંચુ છે. જેની ઊચાઇ દરિયાઇ સપાટી થી લગભગ ૧૧૭ મી. જેવી છે. દત્તાત્રેય અને અંબાજી આ પ્રદેશ ના અન્ય શિખરો છે. આ પ્રદેશ ની દક્ષિણ અને પશ્ચિમ માં આવેલી ટેકરી ઓ ઊંચી છે. જ્યારે ઉત્તર અને પૂર્વ માં આવેલી ટેકરી ઓ નીચી છે. આ બધી ટેકરીઓની ગિરિમાળા લગભગ ૧૬૬ ચો.કિ.મી. માં પથરાયેલી છે. સૌરાષ્ટ્ર ની મોટા ભાગ ની નદીઓ તેના ટેબલ જેવાં મધ્ય ભાગમાં થી ઉદભવે છે. આ ભૂપૃષ્ઠ બહાર ની બાજુ એ સૌમ્ય ઢોળાવ વાળો અને દરિયાઇ પ્રદેશ તરફ નો છે. તેથી આ પ્રદેશ ની નદીઓ મધ્ય ભાગમાંથી ચોતરફ વહેવા ની લાક્ષણિકતા ધરાવે છે. ગીર ની ટેકરીઓની હારમાળા એ ગિરનાર પર્વત નો દક્ષિણ-પૂર્વ દિશામાં લંબાયેલો ભૂમિ વિસ્તાર છે અને તેનું વલણ પૂર્વપશ્ચિમ છે. તે સારૂં જગલ તેમ જ પ્રખ્યાત વન્ય જીવો ધરાવે છે. ગીર એ સિંહો નું ઘર કહેવાય છે.
પાલિતાણાં નજીક શેત્રુંજય પર્વત (૪૯૮ મી.) આવેલો છે, જે જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. ચમારડી-ચોગટ ટેકરી નો વિસ્તાર લગભગ ગિરનાર પર્વત જેટલો જ છે અને તે જુદા જુદા ખડકો ધરાવે છે. તળાજા, લોર અને સાન ની ટેકરી ઓ બુદ્ધની ગુફા ઓ માટે જાણીતી છે. મધ્ય સૌરાષ્ટ્રમાં ઘણી બધી ટેકરીઓનો સમુહ આવેલો છે. જેમાં સણોસરા પાસેની ટેકરી સૌથી ઊચી છે. અહીં આવેલો ચોટીલા નો પર્વત દરિયાઇ સપાટીથી લગભગ ૩૫૭ મી. ની ઊચાઇ ધરાવે છે. આ પર્વત પર આવેલા ચૂનાના ખડકો (મીલીયોલાઇટ લાઇમ સ્ટોન) એક જમાના માં દરિયાઇ સપાટી આના કરતાં ઊંચી હોવાનું અને આ પર્વત ની વધુ પૂર્વ દિશા તરફ હોવાનું સૂચવે છે.
મધ્ય ભાગમાંથી પ્રસ્ફોટ થયેલા જ્વાળામુખી દ્વારા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કાળમીંઢ ખડકો ને ચીરી ને ચારે તરફ ફેલાયેલા ઓછી ઊચાઇ વાળા ટીંબા, ટેકરા અને દાંતાદાર ટેકરીઓની લાંબી હારમાળા જમીન સપાટીથી લગભગ ૭૫ થી ૮૦ મી. ઊંચાઇ વાળી છે.
નીચે સરસ મજાની ગેમ આપેલી છે રમી જુઓ
Post a Comment
Post a Comment