આ બજેટ મુજબ આટલી ચીજો સસ્તી થઈ
1) ચામડાના ઉત્પાદનો
2) ડ્રાઈ ક્લીનીંગ સસ્તી થઈ
3) લોખંડના ઉત્પાદનો સસ્તા થયા
4) પેન્ટ સસ્તા થયા
5) વિજળી સસ્તી થઈ
6) વીમા સસ્તા થયા
7) સ્ટીલના વાસણો સસ્તા થયા
8) જૂતા સસ્તા થયા
9) સોનું-ચાંદી સસ્તા થયા
10) કૃષિ ઉપકરણો સસ્તા થયા
11) પોલિએસ્ટરના કપડા સસ્તા થયા
12) નાયલોન સસ્તું થયું
આ બજેટમાં આટલી ચીજો થઈ મોંઘી
1) મોબાઈલ અને ચાર્જર મોંઘા થયા
2) ગાડીઓ મોંઘી થઈ
3) ઈલેક્ટ્રોનિક્સનો સામાન મોંઘો થયો
4) કોટનના કપડા મોંઘા થયા
5) રત્નો મોંઘા થયા
6) લેધરના જૂતા મોંઘા થયા
7) પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા
8) કાબુલી ચણા મોંઘા થયા
9) યૂરિયા મોંઘું થયું
10) ચણાની દાળ મોંઘી થઈ
11) શરાબ અને આલ્કોહલ મોંઘું ખયું
12) ઓટો પાર્ટ્સ મોંઘા થયા
HIGHLIGHTS OF UNION BUDGET 2021-22
- સોના ચાંદીના સામાન સસ્તા થશે. તાંબા પર 2.5 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવે. દેશમાં હવે ચામડાની નિકાસ પર પ્રતિબંધ લાગશે.
- ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1500 કરોડની ફાળવણીઃ નાણામંત્રી
- કોપરમાં કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશેઃ નાણામંત્રી
- કેટલાક મોબાઈલ પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારાવમાં આવશેઃ નાણામંત્રી
- એલોય, સ્ટીલ પર કસ્ટમ ડ્યૂટી 7.5 ટકા સુધી ઘટાડાવામાં આવશેઃ નાણામંત્રી
- 2013-14માં અનાજ પકવતા ખેડૂતોને 63928 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા જે વર્ષ 2019-20માં વધીને 141930 કરોડ રૂપિયા થઈ ગયા. દાળ પકવતા ખેડૂતોને 2013-14માં ખેડૂતોને કુલ 263 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા જે વર્ષ 2020-21માં વધીને 10530 કરોડ રૂપિયા થઈ ગયા.
- એફોર્ડેબલ હાઉસિંગ માટે ટેક્સ છૂટ વધુ એક વર્ષ માટે આગળ વધારાવમાં આવીઃ નાણામંત્રી
- એનઆરઆઈને આ વખતે ડબલ ટેક્સ સિસ્ટમમાથી છૂટ આપવામાં આવી છેઃ નાણામંત્રી
- 75 વર્ષથી વધારે ઉંમરના સીનિયર સિટિઝન્સને આઈટી રિટર્ન ભરવામાંથી મુક્તીઃ નાણામંત્રી
- કપડા ઉદ્યોગને વૈશ્વિક રીતે પ્રતિસ્પર્ધી બનાવવા માટે પીએલઆઈ યોજના ઉપરાંત મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઈલ પાર્ક યોજના લોન્ચ કરવામાં આવશે. 3 વર્ષના ગાળામાં 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશેઃ નાણામંત્રી
- નાણાંકીય વર્ષ 2021-22માં 12 લાખ કરોડની લોન લેશે સરકારઃ નાણામંત્રી
- વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલ રીતે થશે. તેના માટે 3768 કરોડ રૂપિયાની ફાળવણીઃ નાણામંત્રી
- નાણામંત્રી નિર્મલા સીતરમણે કહ્યું- દેશમાં 15 હજાર આદર્શ સ્કૂલ બનાવાવમાં આવશે. તેના માટે ઉચ્ચ શિક્ષણ આયોગની રચના કરવામાં આવશે.
- આદિવાસી વિસ્તારમાં 750 એકલવ્ય શાળા શરૂ કરવામાં આવશેઃ નાણામંત્રી
- ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1500 કરોડની ફાળવણીઃ નાણામંત્રી
- સ્ટાર્ટઅપ માટે માર્જિન મની 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયું.
- એમએસએમઈ માટે 15700 કરોડની ફાળવણીઃ નાણામંત્રી
- વાયુ પ્રદૂષણ રોકવા માટે 2.21 હજાર કરોડની ફાળવણીઃ નાણામંત્રી
- 100 નવી સૈનિક સ્કૂલો શરૂ કરવામાં આવશેઃ નાણામંત્રી
- લેહમાં કેન્દ્રિય યૂનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશેઃ નાણામંત્રી
- નાણામંત્રી નિર્મલા સીતરમણે કહ્યું- ભારતીય રેલવે દેશ માટે એક રાષ્ટ્રીય રેલવે યોજના 2030 તૈયાર કરી છે, જેનો ઉદ્દેશ્ય આપણા ઉદ્યોગોને માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ ઓછો કરવાનો છે. રેલવે માટે રેલ યોજના 2030 તૈયાર છે. રેલવે માટે રેકોર્ડ 1,10,055 કરોડની જોગવાઈ છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય માટે 1,18,101 કરોડની વધારાની જોગવાઈ છે.
- ગ્રામીણ વિકાસ માટે 40 હજાર કરોડની ફાળવણીઃ નાણામંત્રી
- 1,41,930 કરોડનું અનાજ સરકારે ખરીદ્યુંઃ નાણામંત્રી
- #Nation First
માટે સરકારના આઠ સંકલ્પ છેઃ 1. ખેડૂતોની આવક બેગણી કરવી, 2. મજબૂત
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 3. સ્વસ્થ્ય ભારત, 4. સારું સુસાશન, 5. યુવાઓ માટે તક,
6. બધા માટે શિક્ષણ, 7. મહિલા સશક્તિકરણ અને 8. સમાવેશી વિકાસ
- કોરોના કાળમાં 5 મિનિટ બજેટ રજૂ કર્યાઃ નાણામંત્રી
- ખેડૂતોને ખર્ચ કરતાં દોઢ ગણા વધારે ભાવ આપ્યાઃ નાણામંત્રી
- ખેડૂતોને લોન માટે 16.5 લાખ કરોડની જોગવાઈઃ નાણામંત્રી
- બીમાર સરકારી સાહસોને બંધ કરવામાં આવશેઃ નાણામંત્રી
- પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ અને કેરળમાં રસ્તા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું. ચૂંટણીવાળા રાજ્યોને ભેટ અપાઈ.
- રસ્તા માટે 1.18 લાખ કરોડ રૂપિયાઃ નાણામંત્રી
- નાણાંકીય વર્ષ 2021-22માં બે સરકારી બેંક અને એક સરકારી જનરલ વીમા કંપનીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશેઃ નાણામંત્રી
- ત્રણ વર્ષમાં 100 નવા જિલ્લામાં પાઇપથી ગેસ પહોંચાડ્યોઃ નાણામંત્રી
- વીમા કંપનીમાં વિદેશી કંપનીઓને માલિકી હક ત્યારે જ મળશે જ્યારે 50 ટકા બોર્ડ સભ્ય ભારતીય હોયઃ નાણામંત્રી
- એનપીએએ માટે એએમસી બનાવવામાં આવશેઃ નાણામંત્રી
- જાહેર સાહસની બેંકોમાં 20000 કરોડની મૂડી ઠાલવવામાં આવશેઃ નાણામંત્રી
- ગોલ્ડ એક્સચેન્જને સેબી રેગ્યુલેટ કરશેઃ નાણામંત્રી
- વીમા સેક્ટરમાં એફડીઆઈ મર્યાદા 49થી વધારીને 74 ટકા કરાઈઃ નાણામંંત્રી
- નાણાંકીય વર્ષ 2021-22માં પાવર સેક્ટર માટે 3.1 લાખ કરોડ રૂપિયાઃ નાણામંત્રી
- અલંગ યાડર્થી દોઢ લાખ નોકરી ઉભી થવાની આશાઃ નાણામંત્રી
- ઉજ્જવલા યોજના વધુ 1 કરોડ લોકો સુધી પહોંચાડવામાં આવશે, હાલમાં 8 કરોડ લોકો લાભ લે છેઃ નાણામંત્રી
Post a Comment
Post a Comment