એસિડ અને બેઇઝ
એસિડ : સ્વાદે ખાટા, ઉદા: દહી,લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગર, આમલી, સંતરાનો રસ વગેરે.તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડના કારણે હોય છે. અને આવા પદાર્થોને એસીડીક કહે છે.
બેઇઝ:
સ્વાદે તૂરા હોય. સ્પર્શે ચીકણા હોય. ઉદા. ખાવાના સોડાનું દ્રાવણ, ધોવાના
સોડાનું દ્રાવણ, સાબુનું દ્રાવણ, ચુનાનું દ્રાવણ. આ બધા પદાર્થોને બેઝિક
પદાર્થો કહે છે.
પદાર્થ એસિડ
વિનેગર એસિટીક એસિડ
કિડીનો ડંખ ફોરમિક એસિડ
લીંબુ,નારંગી, ખાટા ફળો સાઈટ્રિક એસિડ
દહી લેક્ટિક એસિડ
પાલક ઓકઝેલીક એસિડ
આમળા એસ્કોરબિક એસિડ
આમલી, દ્રાક્ષ, કાચી કેરી ટારતરીક એસિડ
સૂચક
: કોઈ પદાર્થ એસિડ છે કે બેઇઝ તે જાણવા માટે એક ખાસ પ્રકારનો પદાર્થ વપરાય
છે. જેને સૂચક કહે છે. સૂચકને જ્યારે એસીડીક કે બેઝિક પદાર્થના દ્રાવનમાં
નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. હળદર, લિટમસ, જાસૂદની
પાંદડીઓ, એ કુદરતી સૂચકો છે.
5.2 આપણી આસપાસના કુદરતી સૂચકો
લિટમસ : તે એક પ્રાકૃતિક રંજક કહેવાય છે. સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગ માં લેવાય છે. તેને લાઇકેન માંથી પ્રાપ્ત કરવામાં આવે છે.
તેને
જ્યારે એસીડીક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે લાલ રંગનું બને છે.
અને બેઝિક દ્રાવણ માં નાખવામાં આવે છે ત્યારે ભૂરા રંગનું બને છે.
નિસ્યંદિત પાણીમાં તેનો રંગ જાંબૂડિયો હોય છે.
તેના
aઅ ગુણધર્મ ના કારણે તેનો સૂચક તરીકે ઉપયોગ થાય છે. તેને દ્રાવણ સ્વરૂપમાં
મેળવાય છે અથવા પટ્ટીઓ સ્વરૂપે પણ મળે છે જેને લિટમસ પત્ર કહે છે.
સામન્ય રીતે લિટમસ પત્ર લાલ કે ભૂરા રંગના મળે છે.
એસીડીક
દ્રાવણો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. અને બેઝિક દ્રાવણો લાલ લિટમસ
પત્રને ભૂરું બનાવે છે. આમ દ્રાવણ એસીડીક છે કે બેઝિક તેનું પરીક્ષણ લિટમસ
પત્ર વડે કરી શકાય છે.
તટસ્થ દ્રાવણો માં લિટમસ પત્ર કોઈ અસર દર્શાવતા નથી.
હળદર
પત્ર : થોડી હળદર લઈ તેમાં પાણી નાખી ઘટ્ટ દ્રાવણ બાનાવો. તેને કાગળ પર
લપેટી દો . હવે કાગળને કાપીને નાની પટ્ટીઓ બનાવો. આ હળદર પત્ર સૂચક તરીકે
વાપરી શકાય છે.
એસીડીક દ્રાવણ સાથે હળદર પત્ર ખાસ અસર કરતો નથી.
બેઝિક દ્રાવણ માં હળદર પત્ર ડૂબાડતા તે લાલ રંગનું બને છે.
જાસૂદ
પત્ર : જાસૂદના ફૂલોની પાંખડીઓ ભેગી કરી પાણીમાં મૂકી ગરમ કરો. પાણી રંગીન
(લાલ)થઈ જાય એટલે તેનો સૂચક તરીકે ઉપયોગ કરી શકાય છે.
એસિડ સાથે જાસૂદ પત્ર ઘેરો ગુલાબી રંગ આપે છે.
બેઇઝ સાથે લીલો રંગ આપે છે.
Post a Comment
Post a Comment