-->
3 thi 8 nu material

NEW UPDATE

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ 1 : રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો મહત્વના પ્રશ્નોની ક્લાસ નોટ STD 10 SCIENCE CLASS NOTE OF IMP QUESTION

Post a Comment

1.  રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયા જણાવો.

જવાબ :

રોજિંદા જીવનમાં થતી રસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. 
1. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલદી બગડી જાય છે.
2. લોખંડની વસ્તુઓ જેવી કે તવા,તપેલા,ખીલાને ભેજવાળી હવામાં મૂકતાં તેના પર કાટ લાગે છે. 
3.દ્રાક્ષનું આથવણ થવું.
4.ખોરાકનું રંધાવું.
5.શરીરમાં ખોરાકનું પાચન થવુ.
6.શ્વાસોચ્છવાસ દરમિયાન થતી પ્રક્રિયા.

2. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં કયા કયા પરીવર્તન આવે છે?w

જવાબ :

રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં નીચે મુજબનાં પરિવર્તન આવે છે. 

  • અવસ્થામાં પરિવર્તન 
  • રંગમાં પરિવર્તન 
  • વાયુનો ઉદ્ભવ થવો
  • તાપમાનમાં પરિવર્તન

3 .રાસાયણિક પ્રક્રિયા એટલે શું?

જવાબ :

કોઈપણ પદાર્થની પ્રારંભિક પ્રકૃતિમાં અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. જો આ ફેરફારો રાસાયણિક ફેરફારો હોય તો તે ને રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે.

4. મેગ્નેશીયમ ઓક્સાઈડ બનવાની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

જવાબ :

2Mg(s) + O2(s )   →  2MgO(s)

5. લેડ નાઈટ્રેટ અને પોટેશિયમ આયોડાઈડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

જવાબ :

Pb(NO3)2 (s) + 2KI(aq) → PbI2 + 2KNO3(s)

6. ઝિંકના ટુકડાઓ અને મંદ HCL વચ્ચે થતી પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

જવાબ :

Zn(s) + 2HCL(aq)  →  ZnCL2(aq)+H2(g)

7. અસમતોલિત સમીકરણ એટલે શું?

જવાબ :

જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુંની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત સમીકરણ કહે છે.

8. અસમતોલિત સમીકરણનું ઉદાહરણ આપો

જવાબ :

Mg(s) + O2  → MgO
અહી ડાબી બાજુ પ્રક્રીયાકોમાં ઓક્સીજનનાં 2 પરમાણું છે જયારે જમણી બાજુ નીપજોમાં એક જ ઓક્સીજનનો પરમાણું છે જેથી આ સમીકરણ અસમતોલિત સમીકરણ છે.

9. શા માટે સમતોલિત સમીકરણ મહત્વનું છે? 

જવાબ :

સમતોલિત સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નીપજોમાં રહેલ તત્વોના પરમાણુંની સંખ્યા જાણી શકાય છે.
રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રીયાકોનો કેટલો જથ્થો વપરાય અને નીપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે. 
પ્રક્રિયકો અને નીપજોની અવસ્થા જાણી શકાય છે.

10. શા માટે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવું જરૂરી છે?

જવાબ :

દળ-સંચયનાં નિયમ પ્રમાણે તત્વના દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. જેથી રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજોમાં તત્વોના દળ સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં બંને બાજુનાં તત્વોના પરમાણુંની તત્વોની સંખ્યા સમાન રહે તે જરૂરી છે, આથી આ કારણસર રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે. 
સમતોલિત રાસાયણિક સમીકરણનું ઉદાહરણ, 
Zn + H2SO4 → ZnSO4 + H2,
3Fe + 4H2O → Fe3O4 + 4H2

11. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો.

જવાબ :

જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા બે થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નીપજ મળે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. 

ઉદાહરણ તરીકે, CaO(s) + H2O(l) → Ca(OH)2(aq) + ઉષ્મા

12. કળીચૂનો અને પાણી દ્વારા થતી પ્રક્રિયાને રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખો.

જવાબ :

CaO(s) + H2O(l) → Ca(OH)2(aq)

13. પ્રક્રિયક અને નીપજ કોને કહેવાય છે?

જવાબ :

કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે પદાર્થો વડે થાય છે તેને પ્રક્રિયકો કહેવાય છે અને પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફાર અનુભવી નવા ઉત્પન્ન થતા પદાર્થને નીપજ કહેવાય છે.

14. સોડીયમ હાઇડ્રોક્સાઈડ અને હાઇડ્રોક્લોરિક ઍસીડનાં દ્રાવણોની પ્રક્રિયા લખો અને દરેક સંયોજનની ભૌતિક અવસ્થાઓ લખો. 

જવાબ :

NaOH(aq) + HCl(aq) → NaCl(aq) + H2O(I)

15. બેરીયમ ક્લોરાઇડ અને સોડીયમ સલ્ફેટનાં પાણીમાં બનાવેલા દ્રાવણોની પ્રક્રિયા લખો અને દરેક સંયોજનની ભૌતિક અવસ્થાઓ લખો.

જવાબ :

BaCl2(aq) + Na2SO4 (aq) → BaSO4 (s) + 2NaCl(aq)

16. તત્વોની ભૌતિક અવસ્થાઓ કઈ કઈ હોય છે? સંકેતો સાથે જણાવો.

જવાબ :

તત્વોની ભૌતિક અવસ્થાઓ ઘન, જલીય, પ્રવાહી અને વાયુરૂપ હોય છે, જેને અનુક્રમે (s), (aq), (l), અને (g) જેવા સંકેતો વડે દર્શાવવામાં આવે છે.

17. સોડીયમ + પાણી → સોડીયમ હાઇડ્રોક્સાડ + હાઇડ્રોજનનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

જવાબ :

2Na + 2H2O → 2NaOH + H2

18. બેરીયમ ક્લોરાઈડ + એલ્યુમિનિયમ સલ્ફેટ  → બેરીયમ સલ્ફેટ + એલ્યુમિનિયમ ક્લોરાઈડનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

જવાબ :

3BaCl2 + Al2(SO4)3 → 3BaSO4 + 2AlCl3

19. હાઇડ્રોજન + ક્લોરિન → હાઇડ્રોજન ઓકસાઇડનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. 

જવાબ :

H2  + Cl2 → 2HCl

20. મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? કારણ જણાવો.

જવાબ :

મેગ્નેશિયમ ધાતુ ખુબ ક્રિયાશીલ હોય છે, આથી તેને હવામાં ખુલ્લી રાખવાથી તે હવા સાથે પ્રક્રિયા કરીને મેગ્નીશીયમ ઓકસાઇડનું નિષ્ક્રિય પડ બનાવે છે. 
તે નિષ્ક્રિય પડને કાચકાગળ વડે સાફ કરવાથી તે વધુ સારી અને સરળતાથી ઓક્સીજન સાથે પ્રક્રિયા કરે છે, આ કારણસર મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા પેહલા સાફ કરવામાં આવે છે.

21. તમારા રોજીંદા જીવનમાં થતી રાસાયણિક અને ભૌતિક પરિસ્થિતિ વિષે જણાવો.

જવાબ :

રોજીંદા જીવનની નીચે દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લો.

  • ઉનાળામાં ઓરડાના તાપમાને દુધને ખુલ્લું રાખવામાં આવે તો બગડી જાય છે
  • લોખંડના તપેલા અથવા ખીલ્લાને ભેજ વાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો કાટ લાગે
  • દ્રાક્ષનું આથવણ થવું
  • ખોરાક રંધાઈ જવો
  • આપણું શરીર ખોરાકનું પાચન કરે
  • આપણે શ્વાસ લઈએ છીએ

આવી તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખમાં કઈ ને કઈ પરિવર્તનો આવે છે જેના આધારે ભૌતિક અને રાસાયણિક ફેરફારો જોવા મળે છે.

22. આપણે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે કરીએ છીએ તે પ્રવૃત્તિ દ્વારા સમજાવો.

જવાબ :

એક પ્રવૃત્તિ દ્વારા મેગ્નેશિયમ ઓક્સાઈડ કઈ રીતે મેળવી શકાય છે તેની રાસાયણિક પ્રક્રિયા.

પ્રવૃત્તિ- વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ શિક્ષકની મદદથી કરવી જરૂરી છે કારણ કે વિદ્યાર્થીઓના આંખોના રક્ષણ માટે ચશ્માં પહેરી લે તો વધારે સારું છે. અને લગભગ ૨ સે.મી. લાંબી મેગ્નેશિયની પટ્ટીને કાચ પેપર પર ઘસીને શુદ્ધ કરો,ત્યારબાદ તેણે બર્નર અથવા સ્પીરીટ લેમ્પની મદદથી સળગાવો અને વોચ ગ્લાસમાં એકત્ર કરો. મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી શક્ય હોય તેટલી દુર રાખીને સળગાવો અને અવલોકન કરો.

તો અવલોકન કરતા મેગ્નેશિયમની પટ્ટી ઝગારા મારતી સફેદ જ્યોતથી સળગશે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે. આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઈડ છે. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન   વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઈડ ઉદભવે છે.

તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા શક્ય બને છે.

23. રાસાયણિક સમીકરણ કઈ રીતે દર્શાવવા જોઈએ.

જવાબ :

જયારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઈડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણન થવું લાંબુ થઇ જાય છે તેને સંક્ષીપ્ત સ્વરૂપે લખી શકાય છે. આમ કરવા માટે સૌથી સરળ માર્ગ શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું જોઈએ.

ઉદાહરણ: મેગ્નેશિયમ + ઓક્સીજન પ્રક્રિયક હોય તો નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઈડ પ્રાપ્ત થાય છે તેને રાસાયણિક ફેરફાર દ્વારા અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સીજન જેવા પદાર્થ પ્રક્રિયકો છે અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઈડ એ નિપજ છે.

જયારે આ સમીકરણમાં પ્રક્રિયક અને નીપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રીયકોનું નીપજમાં રૂપાંતર થવું તે દર્શાવે છે.

પ્રક્રીયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ તેમની વચ્ચે ધન ચિહ્ન દ્વારા લખાય છે. તેજ રીતે નીપજોને જમણી તરફ તેમની વચ્ચે ધન ચિહ્ન દ્વારા લખાય છે.

જયારે આ પ્રક્રિયામાં તીરનું માથું નિપજો તરફ હોય છે તો તે પ્રક્રિયા થઇ એવું દર્શાવે છે.

24. સંતુલિત સમીકરણ કોને કહેવાય?

જવાબ :

આપણે દ્વવ્યના દળ સંરક્ષણનો નિયમ ભણી ગયા છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનું વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નીપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રીયકોમાં હાજર રહેલા તત્વોના દળ જેટલું હોય છે. આથી, કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા શરુ થયા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. તેથી રાસાયણિક સમીકરણ ને સંતુલિત કરવું જરૂરી છે. આથી સમીકરણના પ્રક્રિયક તરફ અને નિપજ તરફ બંને બાજુ દળ સમાન હોવા ખુબ જરૂરી છે. જો દળ અને પરમાણુની સંખ્યા સમાન હોય તો તેણે સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે.

ઉદાહરણ: Zn + H2So4 પ્રક્રિયક હોય તો ZnSo4 + H2 નિપજ તરીકે પ્રાપ્ત થવા જોઈએ. આથી કહી શકાય છે કે તીરની બંને બાજુના પરમાણુંઓના તત્વોની સંખ્યા સમાન રહેવી જોઈએ.

25. રાસાયણિક સમીકરણને રજુ  કરવાના અલગ અલગ તબક્કાઓ જણાવો.

જવાબ :

તબક્કો ૧- રાસાયણિક સમીકરણ ને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ દરેક સુત્રની ફરતે એક બોક્ષ બનાવો.

તબક્કો ૨- અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાંનુંઓની સંખ્યાની યાદી બનાવો.

તબક્કો ૩- સરળતા ખાતર સૌથી વધુ પરમાણું ધરાવતા સંયોજનોના સંતુલનથી શરૂઆત કરો.તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે. તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતો તત્વ પસંદ કરો.

તબક્કો 4- કોઈ એક તત્વને પસંદ કરીને આગળ વધો આથી સંતુલિત સમીકરણમાં પરમાણુઓની સંખ્યા સંતુલિત કરી શકાય.

તબક્કો ૫- સમીકરણ ચકાશો અને જો સમીકરણ સંતુલિતના હોય તો એવું ત્રીજું

તત્વ પસંદ કરો કે જેમાં તત્વોનું સંતુલન બાકી છે અને તે તત્વનું સમતોલન કરીશું .

તબક્કો ૬- અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક દરેક તત્વના પરમાણુંઓની ગણતરી કરો.

તબક્કો ૭- અંતમાં સમીકરણની કઈ ભૌતિક અવસ્થા ધરાવે છે તેની સંજ્ઞા લખવી.

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close