ધાતુના સામાન્ય ગુણધર્મ લખો.
Show Answerજવાબ :
ધાતુના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે.
1. ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વાળી સપાટી ધરાવે છે.
2. તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે.
3. મોટાભાગની ધાતુઓ ઓરડાના તાપમાને સખત હોય છે.
4. તેમના ગલનબિંદુ ઊંચા હોય છે.
5. તે તણાવપાણા અને ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે.
6. તેને નીચે અથડાવતા તે રણકાર ઉત્પન્ન કરે છે.
અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો લખો.
Show Answerજવાબ :
અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે.
1. તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે.
2. તે તણાવપાણા અને ટીપાઉપણાનો ગુણ ધરાવતા નથી.
3. અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. જેમાં બ્રોમીન એ પ્રવાહી સ્વરૂપે હોય છે.
4. તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે.
5. તે રણકાર ઉત્પન્ન કરતા નથી.
ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ લખો.
Show Answerજવાબ :
ધાતુ તત્વના અપવાદ.
૧. તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે. અપવાદ રૂપે, પારો
૨. સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે. જયારે ગેલીયમ અને સિઝીયમના ગલનબિંદુ નીચા હોય છે.
૩. ધાતુ તત્વને છરી વડે કાપી શકાય નહી. પરંતુ આલ્કલી ધાતુઓને છરી વડે કાપી શકાય છે.
અધાતુ તત્વના અપવાદ:
૧. સામાન્ય રીતે અધાતુ તત્વ ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ બ્રોમીન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે.
૨. સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી પરંતુ આયોડીન ચળકાટ ધરાવે છે.
૩. અધાતુ તત્વના ગલનબિંદુ નીચા હોય છે પરતું કાર્બનના અપરરૂપ, હીરાનું ગલનબિંદુ ખુબજ ઊંચું હોય છે.
૪. અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે. પરંતુ કાર્બનનો અપરરૂપ ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક હોય છે.
તત્વોને તેમની વાહકતાના ગુણધર્મને આધારે ઉદાહરણ આપી વર્ગીકૃત કરો.
Show Answerજવાબ :
તત્વોને તેમની વાહકતાને આધારે નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે.
1. ધાતુ તત્વો: તેમની વાહકતાના મુલ્યો ખુબ જ વધુ હોય છે. ઉદાહરણ તરીકે કોપર, એલ્યુમીનીયમ, સિલ્વર.
2. અધાતુ તત્વો: તેમની વાહકતાનું મુલ્ય ખુબ જ ઓછુ હોય છે. ઉદાહરણ તરીકે, ઓક્સીજન, નાઈટ્રોજન, ક્લોરીન અને સલ્ફર.
3. અર્ધધાતુ તત્વો: તેઓની વાહકતાનું મુલ્ય ધાતુ તત્વો કરતા ઓછુ પરંતુ અધાતુ તત્વો કરતા વધુ હોય છે. ઉદાહરણ તરીકેમ સીલીકોન અને જર્મેનીયમ
Post a Comment
Post a Comment