એક ગ્રામ સોનાને કેટલી લંબાઈના તારમાં ફેરવી શકાય છે?
Show Answerજવાબ :
એક ગ્રામ સોનાને ૨ કી.મી. લંબાઈના તારમાં ફેરવી શકાય છે.
અધાતુ તત્વના ઉદાહરણ આપો.
Show Answerજવાબ :
કાર્બન, સલ્ફર, આયોડીન, ઓક્સીજન, હાઇડ્રોજન, વગેરે કેટલાક અધાતુના ઉદાહરણો છે.
ધાતુના કેટલાક ઉદાહરણ આપો.
Show Answerજવાબ :
સોનું, ચાંદી, તાંબું, એલ્યુમીનીયમ વગેરે.
ધાત્વીય ચમક કોને કહેવામાં આવે છે?
Show Answerજવાબ :
ધાતુઓ તેની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ધાત્વીય ચમક કહે છે.
ધાતુનું ટીપાઉપણું કોને કહે છે?
Show Answerજવાબ :
કેટલીક ધાતુઓ ટીપાઈને પાતળા પતરા બની શકે છે આ ગુણધર્મને ટીપાઉપણું કહે છે.
કાર્બન શું છે અને તે કયા ગુણધર્મમાં અસ્તિત્વ ધરાવે છે?
Show Answerજવાબ :
કાર્બન અધાતુ છે કે જે વિવિધ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. આથી તે સ્વરૂપને બહુરૂપ કહે છે.
આલ્કલી ધાતુના ગલનબિંદુ અને ઘનતા કેવી હોય છે?
Show Answerજવાબ :
આલ્કલી ધાતુના ગલનબિંદુ નીચા અને ઘનતા ઓછી હોય છે.
મોટા ભાગની અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે શું ઉત્પન્ન કરે છે?
Show Answerજવાબ :
મોટા ભાગની અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે એસિડીક ઓક્સાઈડ ઉત્પન્ન કરે છે.
બોકસાઇટ માંથી એલ્યુંમીનીયા મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે?
Show Answerજવાબ :
બોકસાઇટ માંથી એલ્યુંમીનીયા મેળવવા માટે બેયર પદ્ધતિ વપરાય છે.
કાચી ધાતુના સંકેન્દ્રણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
Show Answerજવાબ :
સેન્ટ્રીફ્યુગેસન
Post a Comment
Post a Comment