પ્રકરણ 6 : જૈવિક ક્રિયાઓ
જૈવિક ક્રિયાઓ એટલે શું? સ્વયંપોષી પોષણ, વિષમપોષી પોષણ, સજીવોનું પોષણ, મનુષ્યોનું પોષણ, શ્વસન, વહન, ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ, વનસ્પતિઓમાં વહન, પાણીનું વહન, ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર, ઉત્સર્જન( માનવોમાં ઉત્સર્જન, વનસ્પતિઓમાં ઉત્સર્જન) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શા માટે આપણા જેવા સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ એ અપૂરતી ક્રિયા છે?
Show Answerજવાબ :
પ્રસરણ દ્વારા બહુકોષીય સજીવ શરીરના પ્રત્યેક અંગ અને કોષમાં ઓક્સિજન પહોંચાડી શકાતો નથી.
બહુકોષીય સજીવોમાં ઓક્સિજન અતિઆવશ્યક છે, કેમકે વિકાસ દરમિયાન તેની શરીર રચના વધુ જટીલ થતી જાય છે. અને તેના દરેક અંગને ઓક્સિજનની જરૂરિયાત રહે છે.
આમ, પ્રસરણ ક્રિયા દ્વારા ઓક્સિજનની જરૂરિયાત બહુકોષીય સજીવોમાં અપૂરતી ક્રિયા છે.
કોઈ વસ્તુ જીવંત છે એમ નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું?
Show Answerજવાબ :
જીવંત વસ્તુ સતત ગતિ કરતુ હોય છે, ભલે તે સુસુપ્ત અવસ્થામાં કેમ ન હોય!
વનસ્પતિ ભલે ને વૃદ્ધિ પામતી નથી પરંતુ તે જીવંત છે. વનસ્પતિ લીલી દેખાય છે તે તેની જીવંતતાનું ઉદાહરણ છે.
સજીવોમાં ખૂબ નાના પાયે થનારી ક્રિયા નરી આંખે જોઈ શકાતી નથી.
જીવવા માટે અણુઓની આણ્વીય ગતિ જરૂરી છે. પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી.
અણુઓની આ ગતિશિલતા ને કારણે સજીવમાં શ્વસન, પોષણ, ઉત્સર્જન, પ્રજનન, જેવી ક્રિયાઓ થતી રહે છે.
આવા માપદંડને આધારે સજીવ જીવંત છે તેમ કહી શકાય.
કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરાય છે?
Show Answerજવાબ :
સ્વયંપોષી સજીવ જેવી કે લીલી વનસ્પતિઓ માટે કાર્બન ડાયોક્સાઈડ, પાણી, ખનીજ દ્રવ્યો, સૂર્યઊર્જા જેવી સામગ્રી જરૂરી છે.
વિષમપોષી સજીવો કાર્બનિક પદાર્થોનો કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરે છે.
મનુષ્ય જેવા સજીવો શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરીને ઊર્જા પ્રાપ્ત કરે છે.
શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે?
Show Answerજવાબ :
સ્થળચર પ્રાણીઓ હવામાંના ઓક્સિજનનો ઉપયોગ શ્વસનમાં કરે છે.તેમનો શ્વસનદર ધીમો હોય છે.
જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો શ્વાસમાં ઉપયોગ કરે છે. તેમનો શ્વસનદર ઉંચો હોય છે.
હવાની સરખામણીએ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે.
આ રીતે,ઓક્સિજન સ્થળચર પ્રાણીને વધુ લાભદાયક છે. અને જળચર પ્રાણીઓને ઓછુ લાભદાયક છે.
ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઊર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો કયા છે?
Show Answerજવાબ :
વિવિધ પ્રાણીઓ ગ્લુકોઝનું ઓક્સિડેશન જારક શ્વસન અને અજારક શ્વસન દ્વારા કરે છે.
જારક શ્વસન:
જેમાં પ્રાણીઓ ઓક્સિજનનો ઉપયોગ કરી ગ્લુકોઝનું વિઘટન કરે છે તેમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને પાણી ઉત્પન્ન થાય છે. અને ઘણી ઊર્જા છૂટી પડે છે. દા.ત- માણસ અને ગાય.
અજારક શ્વસન:
અજારક શ્વસન માં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય છે. જેમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થઇ ઈથાઈલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઈડ છૂટો પડે છે. આ શ્વસન માં ઓછી ઊર્જા મુક્ત થાય છે.
Post a Comment
Post a Comment