પર્યાવરણની કોઈ ક્રિયાની સામે સજીવ શું પ્રતિક્રિયા આપે છે તે ઉદાહરણ સાથે સમજાવો.
Show Answerજવાબ :
જયારે તીવ્ર પ્રકાશ આપણી આંખો પર ફોકસ થાય છે, અથવા આપણે ગરમ વસ્તુને અડકીએ છીએ ત્યારે આપણે બદલાવ અનુભવીએ છીએ કે બચાવ કરવા માટે પ્રતિચાર આપે છે તેવું પ્રતિત થાય છે. પર્યાવરણની ક્રિયાને પ્રતિ કેટલીક ક્રિયાઓ સાવચેતીથી નિયંત્રિત થાય છે. પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપ એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે.
સજીવોમાં નિયંત્રિત ક્રિયાઓને કોની સાથે અને કેવી રીતે સાંકળવી જોઈએ?
Show Answerજવાબ :
સજીવોમાં નિયંત્રિત ક્રિયાને પર્યાવરણમાં, ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળતી જે તે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર રૂપે થાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો સજીવોમાં વિવિધ તંત્રનો ઉપયોગ જે નિયંત્રણ અને સંકલન કાર્ય કરે છે.
ગ્રાહી એકમ એટલે શું?
Show Answerજવાબ :
આપણા પર્યાવરણમાંથી બધી જ સુચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશીષ્ટિકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે, તેને ગ્રાહી એકમ કહે છે. તે સામાન્ય રીતે આપણી જ્ઞાનેન્દ્રિયોમાં આવેલા હોય છે.
પરાવર્તી કમાન કોને કહેવાય છે?
Show Answerજવાબ :
ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો ચેતાઓને ઉષ્માની ખબર પડે છે તેઓને તે ચેતાઓની સાથે જોડવામાં આવે કે જે સ્નાયુઓને ચલિત કરે તો જે પ્રક્રિયા પૂર્વ સંકેતોની શોધ કરે અને તેને અનુષાર પ્રતિચારી ક્રિયા કરે તે ખુબ જ ઝડપી પૂરી કરે છે. સામાન્ય રીતે આ પ્રકારની સંબંધિત રચનાને પ્રતિચારી કે પરાવર્તી કમાન કહે છે.
બે ચેતાકોષની વચ્ચે આવેલ ચેતોપાગમમાં શું હોય છે?
Show Answerજવાબ :
બે ચેતાકોષની વચ્ચે આવેલ ખાલી જગ્યામાં ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન એટલે કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શીખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે.
આમ, આ શરીર ઉર્મીવેગના વહનની માત્રાની સામાન્ય યોજના પૂરી પાડે છે.
મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે?
Show Answerજવાબ :
મગજમાં આવેલ અનુમસ્તિષ્ક શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે.
આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે?
Show Answerજવાબ :
અગરબત્તીના સુવાસિત કણો નાકની અંદર જઈ ઘ્રાણકોષોને ઉત્તેજીત કરે છે. ધ્રાણકોષોમાં થતો રસાયણિક ફેરફાર, વિદ્યુત સંદેશા રૂપ ઘ્રાણચેતા દ્વારા મોટા મગજમાં જાય છે અને અગરબત્તીની સુવાસ પરખે છે.
પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે?
Show Answerજવાબ :
પરાવર્તી ક્રિયામાં મગજની કોઈ ભૂમિકા હોતી નથી. આ ખુબ જ ઝડપી ક્રિયા કરોડરજ્જુ દ્વારા થાય છે પછીથી તેની માહિતી મગજને પહોંચે છે.
ચેતાકોષના ત્રણ ભાગોના નામ જણાવો.
Show Answerજવાબ :
ચેતાકોષના ત્રણ ભાગોના નામ: કોષકાય, શિખાતંતુઓ અને અક્ષતંતુઓ.
માનવ મગજના અગત્યના ભાગોના નામ જણાવો.
Show Answerજવાબ :
માનવ મગજમાં બૃહદ્ મસ્તિષ્ક, હાયપોથેલેમસ, અનુંમસ્તિષ્ક, સેતુ, લંબમજ્જા વગેરે અગત્યના ભાગો છે.
Post a Comment
Post a Comment