
STD 12 ACCOUNT UNIT 1 BHAGIDARI VISHAY PRAVESH
ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ એકમ 1 ભાગીદારી : વિષય પ્રવેશ
વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાની આમનોંધ લખો.
Show Answerજવાબ :
વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરવાની નોંધ નીચે મુજબ થશે : ભાગીદારના મૂડી / ચાલુ ખાતે ઉ..... તે ભાગીદારના ઉપાડ ખાતે …………… (બા. જે . ભાગીદારના ઉપાડ ખાતાની બાકી મૂડી ચાલુ ખાતે લઈ ગયા તેના)
ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ જણાવો.
Show Answerજવાબ :
ભાગીદા૨ વચ્ચે ઉભા થતા મતભેદો કે પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું મહત્વનું છે . કરારનામામાં કરેલ જૉગવાઈ અનુસાર ભાગીદારોના પ્રશ્રનોના ઉકેલ લાવી શકાય છે.
ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય, તો વહીવટી પ્રશ્નોનો નિકાલ કઈ રીતે થાય છે ?
Show Answerજવાબ :
ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય, તો વહીવટી પ્રશ્નોનો નિકાલ 1932ના ભારતીય ભાગીદારી કાયદાની જોગવાઈઓ મુજબ થાય છે.
ભાગીદારી પેઢીમાં ભાગીદારોનાં મુડી ખાતાં રાખવાની પદ્ધતિઓ જણાવો.
Show Answerજવાબ :
ભાગીદારી પેઢીમાં ભાગીદારીનાં મૂડી ખાતાં રાખવાની બે પદ્ધતિઓ છે : (1) સ્થિર (કાયમી) મૂડી પદ્ધતિ અને (2) અસ્થિર (હંગામી) મૂડી પદ્ધતિ.
સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો કયા ખાતે જમા કરવામાં આવે છે ?
Show Answerજવાબ :
સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો ભાગીદારના ચાલુ ખાતે જમા કરવામાં આવે છે.
સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ અમલમાં હોય, ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે કયા ખાતે જમા થાય છે ?
Show Answerજવાબ :
સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય, ત્યારે ભાગીદાર વધારાની મુડી કાયમી ધોરણે લાવે તો તે સ્થિર મૂડી ખાતે જમા થાય છે.
જો ભાગીદારના ચાલુ ખાતાંની ઉધાર બાકી હોય, તો પાકા સરવૈયામાં કઈ બાજુએ દર્શાવવામાં આવે છે?
Show Answerજવાબ :
જો ભાગીદારના ચાલુ ખાતાંની ઉધાર બાકી હોય, તો પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુએ દર્શાવવામાં આવે છે.
નફા-નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાંનો જ એક ભાગ છે ?
Show Answerજવાબ :
નફા-નુકસાન ફાળવણી ખાતું એ નફા-નુકસાન ખાતાંનો જ એક ભાગ છે.
ભાગીદારીનો અર્થ (Meaning of Partnership) સમજાવો.2 MARK
Show Answerજવાબ :
અર્થ : ભારતના ભાગીદારીના કાયદા 1932ની કલમ 4 મુજબ “ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સહમત થાય છે.''
સમજૂતી : ( 1 ) ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ વ્યક્તિગત રીતે ‘ભાગીદાર' તરીકે ઓળખાય છે. (2) ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ સંયુક્ત રીતે ‘ભાગીદારી પેઢી' તરીકે ઓળખાય છે. (3) કરારપાત્ર બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો મેળવવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેવી વ્યવસ્થા ભાગીદારી કહેવાય. ( 4 ) ભાગીદારીનો સંબંધ કરારથી ઉદ્ભવે છે.
ભાગીદારીનાં લક્ષણો (Characteristics of Partnership) જણાવો.2 MARK
Show Answerજવાબ :
ભાગીદારીનાં લક્ષણો નીચે મુજબ છે : (1) ભાગીદારીનો સંબંધ કરારથી ઉદ્દભવે છે. કરાર મૌખિક કે લેખિત સ્વરૂપે હોઈ શકે. લેખિત કરાર ઇચ્છવા યોગ્ય છે. (2) કાયદેસરનો ધંધો કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. (3) ભાગીદારી પેઢી નફો કમાવવાના ઉદ્દેશથી અસ્તિત્વમાં આવે છે. (4) ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા બે ભાગીદારો અને વધુમાં વધુ પચાસ ભાગીદારો હોય છે. (5) ભાગીદારી પેઢીનો ધંધો બધા વતી કોઈ એક કે એક કરતાં વધુ ભાગીદારો સાથે મળીને કરે છે. દરેક ભાગીદાર બીજા ભાગીદારનો પ્રતિનિધિ છે. (6) ભાગીદારી પેઢીમાં માલિકી અને સંચાલનમાં ઐક્ય છે. (7) ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે.
Post a Comment
Post a Comment