STD 12 ACCOUNT UNIT 1 BHAGIDARI VISHAY PRAVESH
ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ એકમ 1 ભાગીદારી : વિષય પ્રવેશ
એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એકસરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ રૂ.12000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12 % લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય, તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો.
Show Answerજવાબ :
ઉપાડ પર વ્યાજ = રૂ. 660
અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે.તેઓની મૂડીનું પ્રમાણ ૩: 2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8 % કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો રૂ. 96,876 હોય, તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે ?
Show Answerજવાબ :
અમૃતાનું કમિશન રૂ.7176 વહેચણીપાત્ર નફો રૂ.44,850 અમૃતાને મળતી કુલ રકમ = રૂ. 52,026
વિસ્મય, અભિજિત, અને કુનાલ 3: 2 : 4ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચી લેતાં ભાગીદાર છે. મૅનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10 % કમિશન આપવાનું છે. અભિજિતના ભાગે રૂ.30,000 નફો આવે છે. મૅનેજરના કમિશનની ગણતરી કરો.
Show Answerજવાબ :
પેઢીનો કુલ વહેચણીપાત્ર નફો રૂ.1,35,000 મેનેજરનું કમિશન = રૂ.13,500
રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા-નુકસાનનું પ્રમાણ 15 : 10 : 9 છે, જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો રૂ. 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો.
Show Answerજવાબ :
નફા-નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ = 15 : 10 : 9 નફાની વહેંચણી : રાજકુમારને મળતો નફો = રૂ.30,000 કૌશિકને મળતો નફો = રૂ. 20,000 શર્માને મળતો નફો = રૂ. 18,000
મહેતાને પંડયા કરતાં ચાર ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે.વર્ષના અંતે પેઢીનો નફો રૂ.87500 થયો હોય ,તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો.
Show Answerજવાબ :
નફા-નુકસાન વહેચણીનું નવું પ્રમાણ 4:1:2 નફાની વહેંચણી : મહેતાને મળતો નફો = રૂ.50,000 પંડયાને મળતો નફો = રૂ.12500 બાજપાઈને મળતો નકો = રૂ. 25,000
એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એકસરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ રૂ.12000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12 % લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય, તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો.
Show Answerજવાબ :
ઉપાડ પર વ્યાજ = રૂ. 660
Post a Comment
Post a Comment