-->
3 thi 8 nu material

NEW UPDATE

MCQ QUIZ STD 6 SOCIAL SCIENCE UNIT 2 Adimanav thi Sthayi jivan safar ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન એકમ 2 : આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Post a Comment
અન્ય તમામ વિષયોનું મટેરિયલ

સિંધુ ખીણની સંસ્કૃતિ

(ઈ.સ. પૂર્વે ૩૨૫૦ થી ઈ.સ. પૂર્વે ૧૭૫૦) વિશ્વની સૌથી પ્રાચીન નદીકાંઠાની સંસ્કૄતિઓ પૈકીની એક છે. પત્રિકા નેચરમાં પ્રકાશિત શોધ અનુસાર આ સભ્યતા ઓછામાં ઓછા ૮૦૦૦ વર્ષ જૂની છે. તે હડપ્પીય સંસ્કૃતિ અને અને સિંધુ-સરસ્વતી સભ્યતાના નામે પણ ઓળખાય છે. તેનો વિકાસ સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે થયો હતો. મોહેં-જો-દડો, કાલીબંગા, લોથલ,>ધોળાવીરા , રાખીગઢી અને હડપ્પા તેના પ્રમુખ કેન્દ્રો હતા. ડિસેમ્બર ૨૦૧૪માં ભિર્દાનાને અત્યાર સુધીમાં શોધાયેલા પ્રાચીન નગરોમાં સૌથી જૂનું નગર માનવામાં આવે છે. બ્રિટીશકાળમાં થયેલા ખોદકામના આધારે પુરાતત્વવિદ્દોનો એવો મત છે કે આ અત્યંત વિકસિત સભ્યતા હતી અને તેના શહેરો અનેક વખત વસ્યા અને ઉજડ્યા છે.

સિંધુ ખીણ ની સંસ્કૃતિ ને બીજા હડપ્પીય નામ થી પણ ઓળખવામાં આવે છે. ચાર્લ્સ મેસન એ સૌ પ્રથમ 1826 માં આ સંસ્કૃતિ ની ભાળ મેળવી. તેમણે તેના પર પુસ્તક પણ લખ્યું નેરેટિવ સ્ટડિ સિંધુ ખીણ ની સંસ્કૃતિ ઉતર થી દક્ષિણ 1100 કિલોમીટર માં અને પૂર્વ થી પશ્ચિમ 1600 કિલોમીટર માં ફેલાયેલી છે.
તેમજ ઉતર માં જમ્મુ કશ્મીર નું માંદા - દક્ષિણ માં મહારાષ્ટ્ર નું દાઈમાબાદ , પૂર્વ માં ઉતર પ્રદેશ નું આલમગીરપુર - પશ્ચિમ માં બલૂચિસ્તાન નું સૂત્કાગેંડોર સુધી ટોટલ 12,99,000 ચો. કિલોમીટર ફેલાયેલી છે. ભારત સિવાય અન્ય 2 દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માં પણ ફેલાયેલી છે. ભારત માં ત્રિભુજકારે ફેલાયેલી સંસ્કૃતિ એટ્લે સિંધુ ખીણ ની સંસ્કૃતિ. સિંધુ ખીણ ની સંસ્કૃતિ ના મળેલા નગરો : હડપ્પા, મોહેં-જો-દારો, ચંહૂડદો, કાલીબંગા, બનાવલી, રંગપુર, લોથલ, ધોળાવીરા, સુરકોટડા, રોજડી, દેસલપર, મરૂડા ટક્કર ટેકરી વગેરે. સિંધુ ખીણ ની સંસ્કૃતિ ને બીજા કાંસ્યયુગ ની સંસ્કૃતિ થી પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ યુગ માં કાંસા નો ઉપયોગ હતો - લોખંડ થી અજાણ હતા.
ભારત માં જોઈએ તો મળેલા નગરો માં સૌથી વધુ મળેલા નગરો થી સૌથી ઓછા મળેલા નગરો ઉતરતા ક્રમ માં - ગુજરાત, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉતરપ્રદેશ, જમ્મુ કાશ્મી. આ સંસ્કૃતિ માં 2 જ નગરો એવા છે જે દરિયા કિનારે મળ્યા છે - પાકિસ્તાન માં બાલાકોટ અને ગુજરાત માં ધોળાવીરા, બાકીના બધા નગરો નદી કિનારે મળ્યા છે. સિંધુ લિપિ - 64 ચિહ્નો, પંખા આકાર ની મહોર અને તાંબાની ગોળી, પૂરે પૂરી લિપિ 1923 માં શોધાઈ ગઈ પરંતુ હજુ સુધી ઉકેલી શકાઈ નથી. આ લિપિ જમણી થી ડાબી બાજુ લખાતી હતી.

ભીમબેટકા (ભીમબૈઠકા)

ભારત ના મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક પુરાપાષાણિક આવાસીય પુરાસ્થલ છે. આ આદિ-માનવ દ્વારા બનાવાયેલ શૈલ ચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. આ શૈલચિત્ર લગભગ નવ હજાર વર્ષ પુરાણા છે. અન્ય પુરાવશેષોમાં પ્રાચીન કિલ્લાની દીવાલ, લઘુસ્તૂપ, પાષાણ નિર્મિત ભવન, શુંગ-ગુપ્ત કાલીન અભિલેખ, શંખ અભિલેખ અને પરમાર કાલીન મંદિરના અવશેષ અહીં મળ્યાં છે. ભીમ બેટકા ક્ષેત્રને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, ભોપાલ મંડળે ઓગસ્ટ ૧૯૯૦માં રાષ્ટ્રીય મહત્ત્વનું સ્થળ ઘોષિત કર્યું.

આ બાદ જુલાઈ ૨૦૦૩ માં યૂનેસ્કો તરફથી આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કર્યું છે. આ સ્થળ ખાતે ભારતમાં માનવ જીવનનાં પ્રાચીનતમ ચિહ્ન છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન મહાભારતના ચરિત્ર ભીમ સાથે સંબધિત છે તેમ જ આ કારણથી આ સ્થળનું નામ ભીમબેટકા પડ્યું. આ ગુફાઓ મધ્ય ભારત ના પઠારના દક્ષિણી કિનારા પર સ્થિત વિંધ્યાચલ પહાડીઓના નીચલા છેડે છે.[૨] આની દક્ષિણમાં સાતપુડા ની પહાડીઓ આરંભ થઈ જાય છે. આની શોધ વર્ષ ૧૯૫૭-૧૯૫૮ માં ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા કરાઈ હતી.

Chapter 2 - Adimanav thi Sthayi jivan safar

કવીઝ : નિકુંજકુમાર સવાણી

એકમ 1 : ચાલો ઈતિહાસ જાણીએ અધ્યયન નિષ્પત્તિ : SS6.09 ઐતિહાસિક તથા સાહિત્યિક સ્રોતોને ઓળખી ઇતિહાસના પુનર્ગઠન માટે વિવિધ સ્રોતોનું વર્ણન કરે છે.

👉 દરેક પ્રશ્ન માટે તમારી પાસે 30સેકંડનો સમય હશે.👉છેલ્લે તમારું સર્ટીફીકેટ જનરેટ થશે જેનો સ્ક્રીનશોટ લઇ શેર કરી શકશો.

નીચેના બોક્સમાં તમારું નામ લાખો
સમય સમાપ્ત
સ્કોર:

QUIZ CERTIFICATE

This is to Certify that Ms. . Has attended એકમ 2 : આદિમાનવથી સ્થાયી જીવનની સફર exam on //.
Total Question of exam : .
Attempted Question:
Correct answers: Wrong Answer :
Total obtained percentage is . Over all result is

શેર કરો

                        એકમ ૨ આદિમાનવથી સ્થાયી જીવનની સફર 
પ્રશ્ન-5 નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 
1. આદિમાનવને ભટકતા જીવન દરમિયાન કેવી મુશ્કેલીઓ પડી હશે?
જવાબ. આદિમાનવને ભટકતું જીવન જીવતા ઘણી મુશ્કેલીઓ પડતી હતી, ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરે. વળી, દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં એટલે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળથી બીજા સ્થળે ભટકતા હતા. માનવીને આ સમયે શું ખાવું? શું ન ખાવું? તે સમજ ન હતી, કેટલીક વનસ્પતિઓ ઝેરી હોવાના કારણે તેમનું મૃત્યુ પણ થતું હતું.

2. ટૂંકનોંધ લખો: અગ્નિની શોધ અને ઉપયોગ
જવાબ. દક્ષિણ ભારતના કુર્નલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. જે દર્શાવે છે કે તે અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11 હજાર વર્ષ પહેલાં માનવી અગ્નિને ઉપયોગમાં લેતો હશે, તેમ ઇતિહાસકારો જણાવે છે. અગ્નિનાં ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યા હશે, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શક્તા અને અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતાં, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓ સામે પોતાનું રક્ષણ કરતા હતા.

3. સ્થાયી જીવન માટેની જરૂરીયાત શા માટે ઊભી થઈ?
જવાબ. કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિઓ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાઈ જીવન તરફ પરિવર્તિત કર્યો. કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડોક સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે, અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે. આ પ્રક્રિયાથી સ્થાયી જીવનની શરૂઆત થઈ, સંગ્રહ કરવા તેમણે માટીના ગોળા, માટલા બનાવવાની શરૂઆત કરી.

4. કઈ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી?
જવાબ. કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી આગળ વધારી સ્થાયી જીવન તરફ લઈ ગયા. કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નહીં. કારણ કે, પાકને ઉગતા થોડો સમય લાગે, તેને પાણીની જરૂર પડે, અને પાક તૈયાર થયા પછી પાકના છોડમાંથી અનાજને દૂર કરવું પડે, જેમાં સામે લાગે છે. તેથી ભટકતા જીવનમાંથી લોકો સ્થાયી જીવન તરફ સ્થિર થયા.

5. મેહરગઢમાં આદિમાનવ વસવાટ વિશે લખો.
જવાબ. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. અહીંયાં જવ અને ઘઉંની ખેતીની શરૂઆતમાં ખેતી થતી હતી. તેઓ ઘેટાં બકરા પાળતા, ખેતી કરતા અનાજનો સંગ્રહ કરતા, અહીંથી પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. તેઓ અનાજ સંગ્રહ કરવા માટે નાના-નાના કોઠારો પણ મળી આવ્યા છે.
પ્રશ્ન-1 નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 
1. રેલ્વે ભારતમાં આશરે ________સુધીથી ચાલે છે.
જવાબ. દોઢસો વર્ષ 

2. આદિમાનવો એટલે ખૂબ જ _______ સમયના માનવો.
જવાબ. જૂના

૩. શિકારી અને ભટકતુ જીવન જીવતા માનવો પથ્થરની ટેક્નોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને _______ યુગ કહેવામાં આવે છે.
જવાબ. પાષાણ

4. ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવે દોરેલા લગભગ ________ ચિત્રો મળી આવ્યા છે.
જવાબ. 500

5. દક્ષિણ ભારતના ________ માં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે.
જવાબ. કુર્નલ

6. આજથી લગભગ_________ વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો.
જવાબ.  11,000

7. મધ્ય ભારતની __________પર્વતમાળામાં આદિમાનવના વસવાટવાળી અનેક ગુફાઓ મળી આવી છે.
જવાબ. વિંધ્ય 

8. અગ્નિની જેમ પરિવર્તન લાવનાર બીજું માટે એટલે કે ________ .
જવાબ. ચક્ર(પૈડું)

9. આદિમાનવો ________ આસપાસ ધાન્ય ઉગાડતા હતા.
જવાબ. નદીની

10. લોકો ધાન્ય ઉગાડવા ________ ઉપયોગ કરતા હતા.
જવાબ. પથ્થરોનો

11. અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે ________ માટલા-ઘડા બનાવવાની શરૂઆત કરી.
જવાબ. માટીના

12. આદિમાનવના વસવાટનું સ્થળ કોલ્ડીહવા________ રાજ્યમાં આવેલું છે.
જવાબ.  ઉત્તર પ્રદેશ

13. પુરાવા અનુસાર, આદિમાનવ મૃત્યુ પામનારને _________ થી દફનાવતા હતા.
જવાબ. માન-સન્માન

પ્રશ્ન-2 નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
1. આદિમાનવ નું જીવન કેવું હતું?
(A)ભટકતું જીવન         (B)સ્થાયી જીવન    
(C)નગર વસાહતનું જીવન (D)ગ્રામીણ વસાહતનું જીવન 
જવાબ. (A)ભટકતું જીવન
 
2. આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા? 
(A)વાઘ અને સિંહ                 (B)હાથી અને ગેંડા
(C)હરણ અને ઘેટાં-બકરા (D)ડાયનાસોર અને ગેંડા 
જવાબ. (C)હરણ અને ઘેટાં-બકરા

૩. આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતો?
(A)બંદુક                         (B)પથ્થરનાં હથિયારો
(C)હાડકાનાં હથિયારો (D)લાકડાંનો હથિયારો 
જવાબ. (A)બંદુક

4. આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો.
(A)ઈલેક્ટ્રીક         (B)યાંત્રિક
(C)લોખંડની         (D)પથ્થરની 
જવાબ. (D)પથ્થરની

5. મેહરગઢ ક્યાં આવેલું છે.
(A)ભારતમાં         (B)અફઘાનિસ્તાનમાં
(C)શ્રીલંકામાં         (D)પાકિસ્તાનમાં
જવાબ. (D)પાકિસ્તાનમાં

6. કાશ્મીરનું કયું સ્થળ પાષાણકાલીન અવશેષો ધરાવે છે? 
(A)અનંતનાગ         (B)બુર્જ્હોમ
(C)કુલુ         (D)દહેરાદુન 
જવાબ. (B)બુર્જ્હોમ

7. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?
(A)મધ્યપ્રદેશ         (B)ગુજરાત
(C)બિહાર         (D)ઉત્તરપ્રદેશ 
જવાબ. (A)મધ્યપ્રદેશ

8. શેના ઉપયોગથી સ્ત્રીઓ-પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા? 
(A)અગ્નિના         (B)પથ્થરના
(C)લાકડાના         (D)આપેલ તમામ
જવાબ. (B)પથ્થરના

9. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો. 
(A)બળદ         (B)હાથી
(C)કુતરો                 (D)સાપ
જવાબ. (C)કુતરો

10. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? 
(A)કૃષિ                 (B)પશુપાલન
(C)અનાજ-સંગ્રહ (D)ઉદ્યોગ 
જવાબ. (D)ઉદ્યોગ

11. કઈ બે પ્રવૃત્તિઓને આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા? 
(A)ખેતી અને પશુપાલન         (B)શિકારી અને ચોકીદારી
(C)વળાવીયા અને રખેવાળી (D)સવારી અને ખલાસી 
જવાબ. (A)ખેતી અને પશુપાલન

12. મહેરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે?  
(A)માનવ-વસાહત અને ગેંડાના (B)ભેંસ, બ્લડ અને ઓજારોના 
(C)ઘઉં, જવ,ઘેટાં-બકરાં, પથ્થરનાં ઓજારોના (D)ચોખા અને પ્રાણીઓનાં હાડકાના 
જવાબ. (C)ઘઉં, જવ,ઘેટાં-બકરાં, પથ્થરનાં ઓજારોના

13. લાંઘણજ - ગુજરાતમાંથી કયા પ્રાણીના અવશેષ મળ્યા છે?  
(A)હાથી                 (B)ગાય
(C)સિંહ                 (D)ગેંડો
જવાબ. (D)ગેંડો

14. મહારાષ્ટ્રના કયા સ્થળેથી આદિમાનવ વસવાટના અવશેષો મળેલ છે?  
(A)ઇનામગાંવ         (B)પહેલગાંવ
(C)ગોરેગાંવ          (D)ભીમબેટકા
જવાબ. (A)ઇનામગાંવ

15. મહેરગઢમાં આદિમાનવોના ઘરનો આકાર કેવો રહેતો?  
(A)ચોરસ         (B)ગોળ
(C)લંબચોરસ         (D)ત્રિકોણ
જવાબ. (C)લંબચોરસ

પ્રશ્ન-૩ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 
1. બળદગાડું એ સૌથી જુનું વાહન છે.
જવાબ. ખરું

2. પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો.
જવાબ. ખરું

૩. આદિમાનવની ભટકતી અવસ્થા એટલે Hunter and Gatherers.
જવાબ. ખરું

4. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા.
જવાબ. ખરું

5. ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘનાં ચિત્રો દોરેલા છે.  
જવાબ. ખોટું

6. ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી  ચિત્ર દોરેલા છે.
જવાબ. ખરું

7. આજથી લગભગ 12,000 વર્ષ પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. 
જવાબ. ખરું

8. સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું.
જવાબ. ખોટું

9. આદિમાનવો ગારા-માટી અને ઘાસના મકાનોમાં રહેતા હતા.
જવાબ. ખરું

10. બુર્જહોમ અને ગુફક્રામ કાશ્મીરમાં આવેલા છે.
જવાબ. ખરું

11. ઇનામગામમાં આદિમાનવોના ઘરનો આકાર ગોળ હતો. 
જવાબ. ખોટું

12. મહારાષ્ટ્રના ઇનામગામમાં બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા છે.
જવાબ. ખરું

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close