-->
3 thi 8 nu material

NEW UPDATE

MCQ QUIZ STD 6 SOCIAL SCIENCE UNIT 3 Prachin Nagaro ane Grantho ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન એકમ 3 : પ્રાચીન નગરો અને ગ્રંથો

Post a Comment
અન્ય તમામ વિષયોનું મટેરિયલ

પ્રાચીન નગરો અને ગ્રંથો

 ૧.વિશ્વમાં કયા દેશોમાં માનવ સમાજની મહાન સભ્યતાના દર્શન થાય છે ?
જવાબ - વિશ્વમાં ઇજિપ્ત ભારત ચીન અને રોમમાં માનવ સમાજની મહાન સભ્યતાના દર્શન થાય છે.
૨.હડપ્પીય સભ્યતા કઈ સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે ?
- હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની માનવામાં આવે છે.

૩.હડપ્પીય સભ્યતા બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

જવાબ -હડપ્પીય સભ્યતા સિંધુ ખીણની સભ્યતા ના નામથી પણ ઓળખવામાં આવે છે.

૪.કેટલામી સદીમાં હડપ્પા માંથી સૌપ્રથમ સિંધુ ખીણની સભ્યતા ના અવશેષો મળી આવ્યા હતા?
જવાબ - 1921 ની સદીમાં હડપ્પા માંથી સૌપ્રથમ સિંધુ ખીણની સભ્યતા ના અવશેષો મળી આવ્યા હતા.

૫.સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા ?
જવાબ -સિંધુ ખીણની સભ્યતા ના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા.

૬.હાલમાં ભારતમાં હોય તેવા સિંધુ ખીણની સભ્યતા ના અવશેષ ધરાવતાં કોઈ પણ પાંચ સ્થળ ના નામ લખો.
જવાબ -હાલમાં ભારતમાં સિંધુ ખીણની સભ્યતા ના ધરાવતા પાંચ સ્થળ નીચે મુજબ છે-
          લોથલ, ધોળાવીરા ,કાલિબંગાન, રંગપુર ,રાખીગઢી

૭.હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી ?
જવાબ - હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા આયોજન બદ્ધ નગર રચના હતી.

૮.હડપ્પીય સભ્યતાની નગર રચના માં તમામ સ્થળોએ કઈ દિશા તરફ કિલ્લો અને તમામ સ્થળોએ કઈ દિશા તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી?
જવાબ - હડપ્પીય સભ્યતાની નગર રચના માં તમામ સ્થળે પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી.

૯.હડપીય નગર રચનામાં મોટેભાગે શું વપરાયું છે ?
જવાબ - નગર રચનામાં મોટેભાગે ઈંટો વપરાયેલી છે.

૧૦.સિંધુ ખીણની સભ્યતા ના મકાનો ઉંચા ઓટલા પર કેમ બનાવવામાં આવતા હતા ?
જવાબ - પૂર અને ભેજથી બચવા સિંધુ ખીણની સભ્યતા ના મકાનો ઉંચા ઓટલા પર બનાવવામાં આવતા હતા.

૧૧.હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ નો પરિચય આપો.
જવાબ - હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ વ્યવસ્થિત અને સુવિધાજનક હતા.

શહેરના મુખ્ય બે રાજમાર્ગો એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વ થી પશ્ચિમ જતો મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા.

રસ્તાઓ અને શેરીઓ નું આયોજન એ રીતે કરવામાં આવતું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઇ જતું જાહેર રસ્તાઓ પર રાત્રે પ્રકાશની વ્યવસ્થા ના પુરવઠાઓ પણ જોવા મળ્યા છે.

૧૨.હડપ્પીય સભ્યતાની નગર રચના માં વપરાશના પાણીના નિકાલ માટે શાની વ્યવસ્થા હતી?
જવાબ - હડપ્પીય સભ્યતાની નગર રચના માં વપરાશના પાણીના નિકાલ માટે ગટર યોજના હતી.

૧૩.સિંધુ ખીણની સંસ્કૃતિ ની ગટર યોજનાની માહિતી આપો.
જવાબ - સિંધુ ખીણની સંસ્કૃતિ માં વપરાતા પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસર ની વ્યવસ્થા હતી દરેક મકાન નું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું મોટી ગટર માંથી પાણી નગરની બહાર જતું.

૧૪.હડપ્પીય સભ્યતા મળી આવેલ સ્નાનગૃહ કયા નગરમાં આવેલ છે ?
જવાબ - હડપ્પીય સભ્યતા મળી આવેલ સ્નાનગૃહ મોહેં-જો-દડો નગર માં આવેલ છે.

૧૫.મોહેંજો દડો નગર ના સ્નાનાગાર વિશે ટૂંકમાં જણાવો.
જવાબ - હડપ્પીય સભ્યતાના મોહેંજો દડો'માં સ્નાનાગાર મળી આવ્યું છે તેની વચ્ચે એક સ્નાનકુંડ છે આ સ્નાનકુંડ માં ઉતારવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે નાના કુંડ ની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ હતી ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ જાહેર સ્નાનાગાર નો ઉપયોગ થતો હશે.

૧૬.મોહેંજો દડો માંથી મળી આવેલ સ્તંભ મકાનને શાની ઓળખ આપવામાં આવી હતી ?
જવાબ - મોહેં-જો-દડોમાંથી મળી આવેલ સ્તંભોવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી હતી.

૧૭.હડપ્પા હાલ કયા દેશમાં છે ?
જવાબ - હડપ્પા હાલ પાકિસ્તાન દેશમાં છે.

૧૮.હડપ્પા પંજાબના કયા જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે?
જવાબ - હડપ્પા પંજાબના મોંગગોમરી જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે.

૧૯.હડપ્પા ની મુખ્ય વિશેષતા તેના શું છે ? 

જવાબ - હડપ્પાની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે.

૨૦.હડપ્પા માં કઈ નદીના કિનારે ૧૨ જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે ?
જવાબ - હડપ્પામાં રવિ નદીના કિનારે ૧૨ જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે.

૨૧ લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ - લોથલ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું છે.

૨૨.લોથલ ક્યાં આવેલું છે ?
જવાબ - લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે.

૨૩.લોથલમાં ઈંટ ના બનેલા માળખાને શું કહેવામાં આવે છે ?
જવાબ - લોથલમાં ઈટોના બનેલ માળખાને ધક્કો કહેવામાં આવે છે.

૨૪.હડપ્પીય સંસ્કૃતિ માં આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો?
જવાબ - હડપ્પીય સંસ્કૃતિ માં આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદર મારફતે થતો.

૨૫.લોથલમાંથી શું બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે?
જવાબ - લોથલમાંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે.

૨૬.લોથલ વિશે ટૂંકનોંધ લખો ?
જવાબ - લોથલ સિંધુ ખીણની સભ્યતાનું એક અગત્યનું નગર છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે તેને ધક્કો માનવામાં આવે છે જે ત્યાં આવતા વાહનોને લાંગરી ને માલ સામાન ચઢાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં લેવાનું હોવાનું માની શકાય વળી ત્યાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે આમ લોથલ પ્રાચીન ભારતનો સમૃદ્ધ બંદર હતું અને હડપ્પીય સભ્યતા નો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે એમ કહી શકાય.

 ૨૭.ધોળાવીરા કયા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે?

જવાબ - ધોળાવીરા કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે.

૨૮.ધોળાવીરા કયા તાલુકામાં આવેલું છે ?
જવાબ - ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે.

૨૯.ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં કયા બેટ વિસ્તારમાં આવેલું છે ? 
જવાબ - ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલ છે.

૩૦.સામાન્ય રીતે હડપ્પીય નગરો કેટલા ભાગમાં વહેંચાયેલ છે ?
જવાબ - સામાન્ય રીતે હડપ્પીય કરો બે ભાગમાં વહેંચાયેલ છે.

૩૧.ધોળાવીરા ની નગર રચના ત્રણ ભાગો ના નામ લખો. 
જવાબ - ધોળાવીરા ની નગર રચના ત્રણ ભાગો નીચે પ્રમાણે છે 

સીટાડલ કિલ્લો ઉપલું ,નગર અને,નીચલું નગર

૩૨.ધોળાવીરામાં વરસાદના પાણીની શું વ્યવસ્થા હતી?
જવાબ - ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી.

૩૩ ધોળાવીરા નગર ની મુખ્ય વિશેષતા કઈ હતી ?
જવાબ - ધોળાવીરા નગર મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતી.

૩૪.કાલીબંગન હાલ કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ - કાલીબંગન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે.

૩૫.હડપ્પીય સંસ્કૃતિનું કૃષિ ક્રાંતિ નું મથક કયું નગર હતું?
જવાબ - હડપ્પીય સંસ્કૃતિનું કૃષિ ક્રાંતિ નું મથક કાલીબંગન હતું.

૩૬.રાજસ્થાનના કાલીબંગન નગરમાંથી મળી આવેલ તાંબાના અવશેષો કઈ બાબત પુરવાર કરે છે ?
જવાબ - રાજસ્થાનના કાલીબંગન માંથી મળી આવેલા તાંબાના અવશેષો એ બાબત પુરવાર કરે છે છે કે અહીં તાંબાના ઓજારોનુ નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે.

૩૭.સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન કઇ કઇ બાબતોનું અદભુત પ્રતિબિંબ પાડે છે ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન તે સમયના શાસક વર્ગ ની શાસન શક્તિ ઇજનેરોની બુદ્ધિમતા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભૂત પ્રતિબિંબ પાડે છે.

૩૮.સિંધુ ખીણની સભ્યતા ના લોકો કેવા વ્યવસાય કરતા -
જવાબ - સિંધુ ખીણની સભ્યતાના લોકો ખેતી પશુપાલન વેપાર હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાય કરતા.

૩૯.સિંધુ ખીણની સભ્યતા ના લોકો કયા પાક ની ખેતી કરતા હતા ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના લોકો ઘઉં તલ જવ વટાણા સરસવ વગેરે પાકો ની ખેતી કરતા હતા.

૪૦.હડપ્પીય સભ્યતાના લોકો ખેતીમાં જમીન ખેડવા શેનો ઉપયોગ કરતા હતા ?
જવાબ - હડપ્પીય સભ્યતાના લોકો ખેતી માં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા હતા.

૪૧.સિંધુ ખીણની સભ્યતા ના લોકો કયા પશુઓ પાળતા હતા ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના લોકો ગાય ભેંસ બકરી અને ખૂંધવાળો બળદ પાળતા હતાં.

૪૨.સિંધુ ખીણની સભ્યતાનું સુતરાઉ કાપડ કયા દેશ સુધી પહોંચ્યું હતું ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતાનું સુતરાઉ કાપડ પણ મેસોપોટેમીયા અને ઇજિપ્ત સુધી પહોંચ્યું હતું.

૪૩.સિંધુ ખીણની સભ્યતા માં કઈ કલાઓનો વિકાસ થયો હશે ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા માં માટીકામ ધાતુકામ મણકા બનાવવાની કલા અને શિલ્પકલા વગેરેનો વિકાસ થયો હશે.

૪૪.સિંધુ ખીણની સભ્યતા ના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો.

૪૫.સિંધુ ખીણની સભ્યતા લોકો શું ખાતા હશે?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના લોકો ઘઉં બાજરી વટાણા તલ ખજૂર દૂધ દૂધની બનાવટો અને માછલી ખાતા હશે.

૪૬.સિંધુ ખીણની સભ્યતા ના લોકો માછલી ખાતા હશે એમ શા પરથી કહી શકાય ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા અવશેષોમાં માછલી પકડવાના ગલ મળી આવ્યા છે તે પરથી કહી શકાય કે તેઓ માછલી નો ખોરાક ઉપયોગ કરતા હશે.

૪૭.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કપડાં પહેરતા હશે તેવું શેના આધારે કહી શકાય ?
જવાબ - સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો માં ધાતુઓને હાથીદાંતની બનેલી સોના અવશેષો મળી આવ્યા છે તેના આધારે કહી શકાય કે તેઓ કપડા સીવીને પહેરતા હશે.

૪૮.સિંધુ ખીણની સભ્યતા ના લોકો કયા આભૂષણો પહેરતા હતા ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા અને લોકો કંટાળી હાર વીટી બંગડીઓ કુંડળ કંદોરો ઝાંઝર વગેરે આભૂષણો પહેરતા હતા.

૪૯.સિંધુ ખીણની સભ્યતા ના આભુષણો શેમાંથી બનાવવામાં આવતા ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના આભુષણો સોના-ચાંદી અને કિંમતી પથ્થરો માંથી બનાવવામાં આવતા.

૫૦.હડપ્પીય પ્રજા કયા કયા વાસણોનો ઉપયોગ કરતી હતી ?
જવાબ - હડપીય પ્રજા પ્યાલા વાટકી કુલડી ગાગર રકાબી કાથરોટ વગેરે જેવા વાસણોનો ઉપયોગ કરતી હતી.

૫૧.સિંધુ ખીણની સભ્યતા અને લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવ્યું હતું ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે રમકડા બનાવ્યા હતા.

૫૨.હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલા કારીગરી રમકડા માં વ્યક્ત થાય છે વિધાન સમજાવો. 
જવાબ સિંધુ ખીણની સભ્યતા ના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા જેમાં પંખી આકારની સિસોટી જેવો ઘૂઘરા ગાડા લખોટી પશુ-પંખી અને સ્ત્રી-પુરુષ આકાર ના રમકડા નો સમાવેશ થાય છે વળી માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચઢતા વાંદરાની કરામત દર્શાવતા રમકડાં પણ જોવા મળે છે આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલા કારીગરી રમકડા માં વ્યક્ત થાય.

૫૩.હડપ્પીય સભ્યતાના કયા જીવન વિશે મૂર્તિ અને મુદ્રાઓ માંથી માહિતી મળે છે ?
જવાબ - હડપ્પન સભ્યતા ના ધાર્મિક જીવન વિશે મૂર્તિ અને મુદ્રાઓ માંથી માહિતી મળે છે.

૫૪.માતૃકા દેવીની મૂર્તિઓ ને ઇતિહાસકારો શાનું પ્રતીક ગણાય છે ?
જવાબ - માતૃકા દેવીની મૂર્તિઓ અને ઇતિહાસકારો ધરતીમાતાનું પ્રતીક ગણે છે.

૫૫. હડપ્પીય સભ્યતાના લોકો શાની પૂજા કરતા હતા ?
જવાબ - હડપ્પીય સભ્યતાના લોકો ધરતી વૃક્ષો પશુઓ નાગ સ્વસ્તિક અને અગ્નિની પૂજા કરતા હતા ૫૬.લોથલ અને કાલીબંગન માંથી કઈ પૂજા ના અવશેષો મળી આવેલ છે ?
જવાબ - લોથલ અને ત્યાંથી અગ્નિની પૂજા ના અવશેષો પ્રાપ્ત થયા છે.

૫૭.હડપ્પીય સભ્યતાની અંતિમ વિધિ વિશે જણાવો.
જવાબ - સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હતા ઘણી જગ્યાએ અગ્નિસંસ્કાર ના પુરાવા પણ મળ્યા છે તેવો મૃતકને દાંતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા જે તેમને મૃત્યુ પછીના જીવનની માન્યતા દર્શાવે છે

૫૮.સિંધુ ખીણની સભ્યતા ના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકાઓ અને બીજું શું મળી આવેલ છે ?
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકાઓ અને બીજું તામ્રપત્ર મળી આવેલ છે.

૫૯.સિંધુ ખીણની લીપી અને ભાષા વિશે ટૂંકમાં જણાવો.
જવાબ - સિંધુ ખીણની સભ્યતા ના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકા ઓ અને તામ્રપત્ર મળી આવેલ છે તેમના ઉપર કોઈ પણ ઉકેલી રહસ્યમય ભાષામાં લખાણ જોવા મળે છે આ લખાણો ટૂંકા છે અને તેમાં માત્રા વાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે.આ લિપી ઉકેલવાની ઘણા પ્રયત્નો થયા છે પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી.

૬૦.હડપ્પીય સભ્યતા નું સ્થળ રંગપુર કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ - હડપ્પીય સભ્યતા નું સ્થળ રંગપુર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.

૬૧.રાજકોટ જિલ્લામાં રોઝડી કયા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે?
જવાબ - રાજકોટ જિલ્લામાં આવેલું રોઝડી શ્રીનાથગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે.

૬૨.કચ્છ જિલ્લામાં આવેલા સિંધુ ખીણની સભ્યતા ના સ્થળો ના નામ લખો.
જવાબ કચ્છ જિલ્લામાં દેશલપર ધોળાવીરા અને સુરકોટડા એ સિંધુ ખીણની સભ્યતા ના સ્થળો છે.

૬૩.લાખાબાવળ અને આમરા કયા જિલ્લામાં આવેલ પ્રદેશો છે ?
જવાબ - લાખાબાવળ અને આમરા જામનગર જિલ્લામાં આવેલ પ્રદેશો છે.

૬૪.ભરૂચ જિલ્લામાં આવેલું ભાગા તળાવ કઈ નદીના કિનારે આવેલું છે ?
જવાબ - ભરૂચ નદી માં આવેલું ભાગા તળાવ કીમ નદીના કિનારે આવેલું છે.

૬૫.હડપ્પીય સભ્યતા નો શામ કારણે અંત થયો?
જવાબ - હડપ્પીય સભ્યતા નો અર્થ ધરતીકંપ પૂર રોગચાળો કે બાહ્ય આક્રમણને કારણે થયો હશે.

૬૬.ચાર વેદના નામ જણાવો.
જવાબ -ચાર વેદના નામ આ પ્રમાણે છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ.

૬૭.આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે ?
જવાબ - આપણો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે.

૬૮.ઋગ્વેદ માં કુલ કેટલા મંડળો આવેલા છે ?
જવાબ - ઋગ્વેદ માં કુલ ૧૦ મંડળો આવેલા છે.

૬૯.ઋગ્વેદના 10 મંડળોમાં કુલ કેટલી પ્રાર્થનાઓ છે ?
જવાબ -ઋગ્વેદના 10 મંડળોમાં કુલ 1080 પ્રાર્થનાઓ છે.

૭૦.ઋગ્વેદ ની પ્રાર્થનાઓ ને શું કહેવામાં આવે છે ?
જવાબ - ઋગ્વેદ ની પ્રાર્થનાઓ ને સુક્ત કહેવામાં આવે છે.

૭૧.ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ છે ?
જવાબ - ઋગ્વેદ પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે.

૭૩.ઋગ્વેદ ઇતિહાસકારોને ઉપયોગી છે. -વિધાન સમજાવો.
જવાબ - ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવન નો પરિચય મળે છે ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે વળી કોણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી પણ મળે છે.આમ ઋગ્વેદમાં આર્યોના સમયની વિવિધ માહિતી હોવાથી ઇતિહાસકારો તેમજ પુરાતત્વવિદોને ઉપયોગી છે.

૭૪.સભા વિશે માહિતી આપો.
જવાબ - સભા વિશેની માહિતી આપણને ઋગ્વેદ માંથી મળે છે સભાએ નાની સંસ્થા હતી સભામાં જે તે રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્ય ના અગત્યના પ્રશ્નો ની ચર્ચા થતી તથા ન્યાય પણ આપવામાં આવતો.

૭૫.રાજકીય સંસ્થા તરીકે સમિતિ વિશે જણાવો. 
જવાબ - રાજકીય સંસ્થા તરીકે સમિતિએ સભા કરવા વિસ્તૃત સંસ્થા હતી સમિતિના સભ્યો દ્વારા રાજા ની ચૂંટણી થતી સમિતિમાં રાજાના મદદગાર તરીકે સેનાધ્યક્ષ અને પુરોહિતની પણ નિમણૂક થતી.

૭૬.ગવેષ્ણા એટલે શું થાય ?
જવાબ - ગવેષ્ણા એટલે ગાયોનું પાલન થાય.

૭૭.ઋગ્વેદમાં કઈ નદીના કિનારે આવેલ દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે ?
જવાબ - ઋગ્વેદમાં રાવી નદીના કિનારે આવેલ દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે.

૭૮.ટૂંકનોંધ લખો - ઋગ્વેદ સમયનું સમાજજીવન.
જવાબ -ઋગ્વેદ સમયના સમાજનું એકમ કુટુંબ હતું

તે સમુદાયના લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા અને પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થા હતી સમાજ વર્ણને જ્ઞાતિઓમાં વહેંચાયેલું ન હતો એટલે સમાજમાં સૌ સમાન હતા કોઈ ઊંચનીચના ભેદભાવ ન હતા તેઓ સ્ત્રી સ્વતંત્ર માં માનતા હતા સમાજમાં સ્ત્રીઓને ઊંચુ સ્થાન અપાતું સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી તે અભ્યાસ કરતી કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેના લગ્ન થતાં.

૭૯.કઈ વિદૂષી સ્ત્રીઓ ઋગ્વેદની ઋચાઓ રચેલી છે ?
જવાબ - અપાલા લોપમુદ્રા કોષા વગેરે વિદૂષી સ્ત્રીઓ એ ઋગ્વેદની ઋચાઓ રચેલી છે.

૮૦.ઋગ્વેદમાં કઈ પૂજાના ઉલ્લેખો જોવા મળે છે?
જવાબ - ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજા ના ઉલ્લેખો જોવા મળે છે.

૮૧.ઋગ્વેદમાં કોની કોની પૂજા ના ઉલ્લેખો જોવા મળે છે ?
જવાબ - ઋગ્વેદમાં ઇન્દ્ર વરુણ અગ્નિ સૂર્ય વગેરેની પૂજા ના ઉલ્લેખો જોવા મળે છે.

૮૨.ઋગ્વેદમાં સવાર ની દેવી અને સાંજની દેવી તરીકે કોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ?
જવાબ - ઋગ્વેદમાં સવાર ની દેવી ઉષા અને સાંજની દેવી અદિતીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

૮૩.ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા પ્રાણીનો થયેલ છે ?
જવાબ - ઋગ્વેદમાં ગાય બળદ અને ઘોડા ની ચર્ચા ઘણી જગ્યાએ છે પણ ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ થયેલો જોવા મળે છે.

૮૪.ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થામાં સંપત્તિનો મુખ્ય આધાર કોને ગણવામાં આવતું ?
જવાબ - ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થામાં સંપત્તિનો મુખ્ય આધાર પશુઓની સંખ્યા ને ગણવામાં આવતો.

૮૫.ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ચરણોમાં શું ગૌણ હતું?
જવાબ - ઋગ્વેદ કાલિદાસ વ્યવસ્થામાં પ્રારંભિક ચરણોમાં કૃષિ ગૌણ હતું.
Chapter 3 -Prachin Nagaro ane Grantho

કવીઝ : નિકુંજકુમાર સવાણી

એકમ 3 : પ્રાચીન નગરો અને ગ્રંથો અધ્યયન નિષ્પત્તિ : SS6.11 પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.

👉 દરેક પ્રશ્ન માટે તમારી પાસે 30સેકંડનો સમય હશે.👉છેલ્લે તમારું સર્ટીફીકેટ જનરેટ થશે જેનો સ્ક્રીનશોટ લઇ શેર કરી શકશો.

નીચેના બોક્સમાં તમારું નામ લાખો
સમય સમાપ્ત
સ્કોર:

QUIZ CERTIFICATE

This is to Certify that Ms. . Has attended એકમ 3 : પ્રાચીન નગરો અને ગ્રંથો exam on //.
Total Question of exam : .
Attempted Question:
Correct answers: Wrong Answer :
Total obtained percentage is . Over all result is

શેર કરો

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close