-->
3 thi 8 nu material

NEW UPDATE

STD 8 SOCIAL SCIENCE CH : BHAGATSINH ધોરણ ૮ સામાજિક વિજ્ઞાન ભગતસિંહ

Post a Comment

Bhagat Singh 1929.jpg 

બાળપણ:

 તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૯૦૭ના દિવસે લ્યાલપૂર, પંજાબમાં થયો હતો. વ્યવસાયે તેઓ જાટ ખેડૂત હતા. ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગામાં થયું હતું. ત્યારબાદ તેઓ લાહોરની ડી.એ.વી. હાઈસ્કૂલમાં ભણ્યા હતા. અભ્યાસ દરમિયાન તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિધ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો. 

યુવાવસ્થા 

નેશનલ કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જેમાં ભગતસિંહ જમણેથી ચોથા સ્થાન પર બેઠેલા છે.
ભગતસિંહ શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા હતા પણ અમુક કારણોસર તેમણે તેનો ત્યાગ કર્યો હતો. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી. તે પછી તેઓ રાષ્ટ્રસેવામાં જોડાઈ ગયા હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસીયેશનના સભ્ય બન્યા અને આગળના સમયમાં મહામંત્રી પણ બન્યા હતા.
ઇ.સ. ૧૯૨૫ માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી જેથી તેમને સુખદેવ, યશપાલ, ભગવતી ચરણ વોહરા, ચંદ્રશેખર આઝાદ, યતિન્દ્રનાથ દાસ જેવા વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો. તેઓ યતિન્દ્રનાથ દાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા અને ૧૯૨૬ માં દશેરાના દિવસે એક બોમ્બ ફેંક્યો જેમાં તેમની ધરપકડ કરવામાં આવી પણ ભગતસિંહના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા હોવાથી તેઓ છૂટી ગયા.
ભગતસિંહ માર્કસવાદ, સમાજવાદ, સોવિયત સંઘની તથા અન્ય મોટી ક્રાંતિઓ વિષે ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેઓ તેમના સાથીઓને પણ વાંચન માટે આગ્રહ કરતાં હતા. તેમના પિતા કિશનસિંહ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું છે તે વાત જાણી તેઓ લાહોરથી નાસી છૂટ્યા હતા અને ગુપ્ત વેશે દિલ્હીમાં જઈ રહ્યા. થોડા સમય બાદ કાનપુર ગયા અને ત્યાં ‘અર્જુન’ તથા ‘પ્રતાપ’ નામના સામયિકમાં લેખો લખી ગુજરાન ચલાવ્યું.
 

જલિયાવાલાબાગ હત્યાકાંડ 

 ભગતસિંહ જ્યારે લગભગ ૧૨ વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો.[૩] આ વાતની જાણ થતાં ભગતસિંહ ૧૨ કી.મી પગે ચાલી જલિયાવાલા બાગ પહોચ્યા હતા.

અસહકારનું આંદોલન 

અસહકાર ચળવળ એ વર્ષો સુધી ચાલી હતી આ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો મહત્વનો તબક્કો હતો. આ ચળવળ ૧૯૨૦થી શરૂ થઈ અને ફેબ્રુઆરી ૧૯૨૨સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી હતી. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી.
 સાઈમન કમિશનનો બહિષ્કાર ૧૯૨૮માં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શનો થયા હતા અને તેમાં ભાગ લેનારા પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જ કરતા લાલા લાજપતરાય ઘાયલ થયા હતા, થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળી અંગ્રેજ અધિકારી મી.સ્ટોકને મારવાનું કાવતરું ઘડ્યું હતું. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ ના રોજ લગભગ સવા ચાર વાગ્યે એ.એસ.પી. જ્હોન પી. સાંડર્સના આવતાંજ રાજગુરુએ તેને ગોળી મારી દીધી હતી.

અવસાન

 ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા. પકડાયા પછી તેમના પર મુકદમો ચાલ્યો હતો. ૭ ઓક્ટોબર ૧૯૩૦ના રોજ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા,
૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા. આના કારણે તેમણે સજા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતાં પહેલા ઇન્કલાબ ઝિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી.
નીચે એક ટેસ્ટ આપેલી છે તે રમો અને શેર કરો

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close