બે મિનિટ વજાસનમાં બેસો. વાંચો :
તેજસ્વિની ગોધરામાં રહે છે. એક દિવસ તેના કાકાનો દીકરો ગીતાંશ ત્યાં આવ્યો. તે તેને લેવા માટે બસ-સ્ટેશન ગઈ. તેઓ ઘરે પાછાં આવ્યાં. તેજસ્વિનીએ બારણું ખોલ્યું.
હવે વાંચો, આગળ શું થયું…
- તેજસ્વિની : આવ, હેપ્પી … આવ … અરે ! આ શું?
- ગીતાંશ : અરે… આ આપણું જ ઘર છે ને?
- તેજસ્વિની : હા…પણ…
- ગીતાંશ : મને નથી લાગતું કે તું ઘરમાં બધી વસ્તુઓને આ રીતે ગોઠવી શકે! આ તો માત્ર વાંદરો કરી શકે છે, અને હું તો હમણાં જ આવ્યો. (બંને હસી પડે છે.)
- તેજસ્વિની : શું કપાળ! આ રૂમનો પાછળનો દરવાજો બંધ કરવાનું હું ભૂલી ગઈ હતી.
- ગીતાંશ : ઈ … અને ત્યાં જો પાછળ લીમડાના ઝાડ પર તારો બીજો ભાઈ. અને જો કેવી મસ્તીથી તારી વેફર ખાઈ રહ્યો છે.
- તેજસ્વિની : દોઢ ડાહ્યા… એ વેફર મેં તારા માટે બનાવી હતી.
- ગીતાંશ : ભલે … એમ પણ મને તો કાકી બનાવે એ જ ભાવે … (તેજસ્વિની તેની સામે ડોળા કાઢે છે.)
- તેજસ્વિની : અચ્છા, એમ ! મમ્મી તો હવે છેક સાંજે આવશે… ત્યાં સુધી ખાજે આ પંખાની વા.
- ગીતાંશ : મજાક કરું છું … બાબા … ચાલ પહેલાં આ રૂમને માણસની જેમ ગોઠવી દઈએ.
- તેજસ્વિની : (હસીને …) : હા … ચાલ … હુપ હૂપ …
કંઈક ખૂટતું હતું તોપણ વાંચી શકાયું ને! હવે ફરીથી વાંચો મોટેથી વાંચો. હવે વાંચો વાંદરાએ શું કરેલું?
વાંદરો પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો. બાજુબાજુમાં મૂકેલી ખુરશીઓમાંથી એક ખુરશી પાડી દીધી, ટેબલ ફેન ટેબલ પર હતો તે ઉઠાવી સોફા પર નાખ્યો. ટેબલ પર મૂકેલો પૈસાનો ગલ્લો લઈ જમીન પર નાખ્યો. તે તૂટી ગયો અને તેમાં રહેલા સિક્કા ભોંયતળિયા પર વેરાઈ ગયા. શુઝ ટૂંકમાં મૂકેલાં ચંપલ ફેંક્યાં. એક ચંપલ ખુરશીની નજીક પડવું. બીજું ચંપલ છેક બારણા પાસે ગયું. કબાટમાંથી એક માસ્ક લઈ ખુરશી પર ફેંક્યું. ચશમાં આડી પડેલી ખુરશી પાસે ફેંક્યો, તેથી તેનો એક કાચ નીકળી ગયો. નાના ટેબલ પર મૂકેલી ફૂલદાની લઈ સોફા પર ફેંકી દીવાલ પર ટંગાડેલું ઘડિયાળ નીચે પડ્યું.
તેજસ્વિનીના ઓરડાને વાંદરાએ કેવી રીતે ગોઠવ્યો છે, તે તમે વાંચ્યું ને? તો તે પ્રમાણે ચિત્ર દોરો.
[નોંધ : વિદ્યાર્થીઓએ પોતાની રીતે નોટબુકમાં ચિત્ર દોરવું.]
ટમેટું દૂજે છે કેમ, ભાઈ ? સાંભળો, ગાઑ, વારંવાર ધૂજો.
[વિદ્યાર્થીઓએ પાન નંબર 151 પરનું ગીત સાંભળવું, ગાવું.]
વાતચીત
પ્રશ્ન 1.
ટમેટાને શું થયું ત્યારે તમને મજા પડી? ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું?
ઉત્તર :
ટમેટાએ બારીમાંથી સૂરજનો તડકો જોયો ત્યારે મને મજા પડી, ટમેટાને ઠંડી લાગી ત્યારે મને દુ:ખ થયું.
પ્રશ્ન 2.
તમે ફ્રીઝ જોયું છે ? ક્યાં? ફ્રીઝમાં કઈ કઈ વસ્તુઓ હોય છે?
ઉત્તર :
મેં ફ્રીઝ ઘણી જગ્યાએ જોયું છે, ઘરમાં, દવાખાનામાં, દવાની દુકાને, તેમાં
પાણી, દૂધ, દહીં, આઇસક્રીમ, શાકભાજી, દવાઓ વગેરે વસ્તુઓ હોય છે.
પ્રશ્ન 3.
ફ્રીઝ વગર શાકભાજી, દહીં, દૂધ કેવી રીતે સાચવી શકાય?
ઉત્તર :
ફ્રીઝ વગર શાકભાજી, દહીં, દૂધ બરફમાં રાખીને સાચવી શકાય.
પ્રશ્ન 4.
ફ્રીઝમાં રહેલાં શાકભાજી ફળ શું વાતો કરતાં હશે?
ઉત્તર :
ફ્રીઝમાં રહેલાં શાકભાજી / ફળ પોતાને ઠંડી ખૂબ લાગે છેની વાતો કરતાં હશે. તેઓ ફ્રીઝમાંથી ક્યારે બહાર નીકળાશે તેની વાતો કરતાં હશે.
પ્રશ્ન 5.
તમને ફ્રીઝ બનવું ગમે કે ફ્રીઝમાં રહેલી વસ્તુ બનવું ગમે? કેમ?
ઉત્તર :
મને ફ્રીઝ બનવું ગમે કેમ કે હું ફ્રીઝ બનું તો હું અન્યને સાચવી શકું, માણસોની સેવા કરી શકું.
પ્રશ્ન 6.
ફ્રીઝમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે?
ઉત્તર :
ફ્રીઝમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં બોલ્યું હશે કે હાશ, છૂટ્યાં જેલમાંથી.
પ્રશ્ન 7.
હવે પછી તમે કોઈને ટમેટું કાપતાં જુઓ ત્યારે તમને શું થાય?
ઉત્તર :
હવે પછી હું કોઈને ટમેટું કાપતાં જોઉં ત્યારે મને થાય કે બિચારું ટમેટું
ફ્રીઝમાં ઠંડીથી દુ:ખી હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બન્યું.
એને તો ક્યાંય સુખ જ ના મળ્યું.
[નોંધ : વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.]
જવાબ તો તમને આવડશે જ. લખી લો.
પ્રશ્ન 1.
ટમેટાએ બંડી કેમ માગી?
ઉત્તર :
ટમેટાને ફ્રીઝમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માગી.
પ્રશ્ન 2.
ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું?
ઉત્તર :
ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતાં હતાં તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યાં.
પ્રશ્ન 3.
ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું?
ઉત્તર :
ટમેટું દડદડ કરતું ફ્રીઝની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું.
પ્રશ્ન 4.
ટમેટાને ફ્રીઝમાં કોની યાદ આવે છે?
ઉત્તર :
ટમેટાને ફ્રીઝમાં પોતે ડાળ પર અડકો દડકો રમતાં તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે.
પ્રશ્ન 5.
ટમેટાએ કોની પાસે મદદ માગી હતી?
ઉત્તર :
ટમેટાએ દૂધીમાસી પાસે મદદ માગી હતી.
પ્રશ્ન 6.
ટમેટાને ફ્રીઝ ગમે છે? કેમ ખબર પડી?
ઉત્તર :
ટમેટાને ફ્રીઝ ગમતું નથી. ફ્રીઝમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી. મૂળાભાઈએ
ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીઝની બહાર આવી ગયું. તે વખતે ટમેટાએ
બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો પાર ન રહ્યો. આ ઉપરથી કહી શકાય કે
ટમેટાને ફ્રીઝ ગમતું નથી.
પ્રશ્ન 7.
ટમેટું કોને કોને “થેંક યુ કહેશે? શા માટે?
ઉત્તર :
ટમેટાને મૂળાભાઈએ ટપલી મારી ને તે બહાર આવી શક્યું, તેથી તે મૂળાભાઈને
‘પૅન્ક યુ’ કહેશે. સડકો પાર કરીને બે કિરણો આવ્યાં અને ટમેટાને તડકો
પહોરાવ્યો, તેથી તે કિરણોને પણ ‘બૅન્ક યૂ’ કહેશે.
પ્રશ્ન 8.
ટમેટું સૂર્યપ્રકાશ છે તડકો શા માટે ઇચ્છે?
ઉત્તર :
ટમેટું સૂર્યપ્રકાશ તડકો ઠંડીથી બચવા ઇચ્છે.
કવિતાના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા
પ્રશ્ન 1.
- …………. નો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટબિલ વધારે આવે.
- સૂરજનાં …… ગરમી આપે છે.
- સુરતની ………… ખૂબ વખણાય છે.
- મારા મામાના લગ્નમાં ………….. નો હલવો બનાવ્યો હતો.
- બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ ………… દઈને બોર પડ્યાં.
- ઉનાળામાં ડામરની ……….. પર ચાલવું અઘરું છે.
ઉત્તર :
- ફ્રીઝ
- કિરણો
- ધારી
- દૂધી
- ટપાક
- સડક
તમે ફ્રીઝમાં બિરાજેલા ટમૅટારાજ છો, તમારી વાત ઘરના કોઈ એક સભ્યને કહો :
મમ્મી, હું ફ્રીઝમાં હતું. મને ખૂબ જ ઠંડી લાગતી હતી. મેં દુધીમાસીને કહ્યું, “દૂધીમાસી, મને ખૂબ જ ઠંડી લાગે છે. તમે મને જલદી જલદી ગરમ બંડી પહેરાવો. આના કરતાં પહેલાં જ્યારે હું ડાળ પર હતું ત્યારે મને અડકો દડકો રમવાની ખૂબ જ મજા પડતી હતી અને સવારનો તડકો પણ મને ખૂબ જ મીઠો લાગતો હતો.”
મને થતું કે આ ફ્રીઝ કોણે બનાવ્યું હશે? અહીં તો ચારે તરફ ઠંડી જ ઠંડી, જરા પણ ગરમાવો નહિ. સારું થયું કે ભાઈએ ધારી લેવા માટે ફ્રીઝનો દરવાજો ખોલ્યો અને મૂળાભાઈએ મને ધીમેથી ટપલી મારી. ટપલી વાગતાં જ હું દડદડ કરતું ફ્રીઝની બહાર નીકળી ગયું. મેં બારીમાંથી સૂરજને જોયો અને મારી ખુશીનો પાર ન રહ્યો. એટલામાં સૂરજદાદાનાં બે કિરણો સડકો પાર કરીને મારી પાસે આવી પહોંચ્યો અને મને કહેવા લાગ્યા, ‘હે ટમેટારાજા ! તમે અમારો આ આનંદ આપતો તડકો પહેરી લો.’
વાંચો, સમજો અને નવી પંકિતઓ બનાવો:
કહે ટમેટું મને ફ્રીઝમાં બહુ લાગે છે ઠંડી,
દૂધીમાસી, દૂધીમાસી ઝટ પહેરાવો બંડી.
ટમેટું કહે, ‘મને ફ્રીઝમાં બહુ ઠંડી લાગે છે.
દૂધીમાસી દૂધીમાસી ઝટ બંડી પહેરાવો’
જોયું? અહીંયાં પંક્તિમાં શબ્દોની જગ્યા બદલાવી તો વાક્ય બની ગયું!
તેથી ઊલટું કરો અને વાક્ય પરથી પંક્તિ બનાવો.
આ પંક્તિ કવિતામાંથી શોધો અને સરખામણી કરો.
ત્યાં નાનાં બે કિરણો સડકો પાર કરીને આવ્યાં,
(અને) કહે ટમેટારાજા મીઠો મીઠો તડકો પહેરો.
ઉત્તર :
ત્યાં નાનાં બે કિરણો આવ્યાં પાર કરીને સડકો, કહે ટમેટારાજા પહેરો, મીઠો મીઠો તડકો.
આ વાક્યોને તમે ગાઈ શકો તેવાં બનાવી શકો?
પ્રશ્ન 1.
મારું નામ ધમાચકડી ધમાચકડી ધમાચકડી છે.
તારું કામ તો ડાહ્યું ડાહ્યું કહેવાનું કે કરવાનું છે.
ઉત્તર :
ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કહેવાનું ને કરવાનું એ તારું કામ.
કઈ પંક્તિઓ ગાવાની મજા પડે તેવી છે? શા માટે? એવું કેમ લાગે છે?
ઉત્તર :
ઉત્તર’માંની પંક્તિઓ ગાવાની મજા પડે તેવી છે. તેમાં પ્રાસ છે, લય છે. ‘મારું નામ’, ‘તારું કામ’માં પ્રાસ અને લય છે.
આ વાક્યોને ગાઈ શકાય તેવી પંક્તિઓમાં લખો:
પ્રશ્ન 1.
ટપુ નામનો એક કાચબો હતો, તેની અટક લપલપિયા હતી. એ આખો દી’ પાણીમાં રહીને છબછબિયાં ક્યાં કરે.
ઉત્તર :
ટપુ નામનો હતો એક કાચબો, હતી અટક તેની લપલપિયા, આખો દી’ એ રહે પાણીમાં, કર્યા કરે છબછબિયાં.
પ્રશ્ન 2.
તારી લંકા સળગી ગઈ, પણ મારી પૂંછડી સાજી જ રહી. તારાં તેલ, ગાભા અને દીવાસળી બગડી ગયાં પણ મારી પૂંછડી સાજી રહી.
ઉત્તર :
લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી તેલ પણ તારું, ગાભા તારા દીવાસળી પણ તારી બગડી ગઈ પૂંછડી મારી સાજી રહી.
પ્રશ્ન 3.
હે જૂતાજીના દાક્તર, જરાક નાડી માપો.
મારું ચંપલ બીમાર પડ્યું છે, એની સારી દવા કરો.
ઉત્તર :
જૂતાજીના દાક્તર, જરાક નાડી માપો.
બીમાર પડયું ચંપલ મારું, સારી દવા આપો.
ગણિત પણ સમજીએ :
નીચેનો કોઠો અને તેની નીચે આપેલા પ્રશ્નો જુઓ: તમારા જૂથમાં ચર્ચા કરી, તમારો ઉત્તર લખો અને વર્ગમાં રજૂ કરો:
[નોંધઃ વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તક પાન નંબર ૧૫૪ પર આપેલો કોઠો વાંચી ચર્ચા કરીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખી વર્ગમાં રજૂ કરવા.]
લગભગ સરખા
- ભેરુ – સાથી, ઘેસ્ત
- ધમાલ – ધમાચકડી
- એક્કો – સૌથી બાહોશ
- પેટપૂજા – ભોજન
- કોડી – એક જાતનું છીપલું
- જવનભર – જીવે ત્યાં સુધી
- ધ્યાનપૂર્વક – એકાગ્રતાથી
- કયારી – નાનો ક્યારો, પાણી ભરાઈ રહે એવી જમીન
- બાષ્પીભવન – પ્રવાહીની વરાળ થવી-તેમ થઈને ઊડી જવું તે
- જગપ્રસિદ્ધ – જગતમાં બધે જાણીતું
- રસપ્રદ – રસદાયી, રસ પડે તેવું
- ચપળતા – તરવરાટ
- આવડત – કુશળતા
- નિર્ણયશક્તિ – નિર્ણય કરવાની શક્તિ
- તાલ – યુદ્ધ સમયે રક્ષણ મેળવવાનું સાધન
- પાચન – પચાવવું તે
- પૌષ્ટિક – પોષણ મળી રહે તેવો ખોરાક
- આહાર – ખોરાક
- પરાણે – મહામહેનતે
- ઘાટું – ગાઢ
- ટીંગાડવું – લટકાવવું
- ઝટ – તરત
- હૂંફ – ગરમાવો, ઉખા
- પાર – છેડો, અંત
[નોંધ: વિધાર્થીઓએ લગભગ સરખા (શાર્થ) તૈયાર કરવા અને તેના વાક્યમાં પ્રયોગ કરી વાક્યો પોતાની નોટબુકમાં લખવાં.].
હસવું છે? તો વાંચો
- ટિકુ ડૉક્ટર સાહેબ, એક બીમારી થઈ છે.
- ડૉક્ટર : શું થાય છે?
- ટિકઃ મને રોજ સપનામાં ક્રિકેટ મૅચ જ દેખાય છે.
- ડૉક્ટર : ભલે, આ ગોળી લઈ જાઓ, રાત્રે જમ્યા પછી લેવાની.
- ટિક: સાહેબ, કાલથી લઉં તો ચાલે?
- ડૉક્ટર: કેમ? આજે શું વાંધો છે?
- ટિકઃ આજે ફાઇનલ છે, સાહેબ,
Std 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી Additional Important Questions and Answers
વિશેષ પ્રબનોત્તર,
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
દાદાનું નામ ‘મારદડી માસ્ટર’ કેમ પડ્યું?
ઉત્તર :
મારદડીની રમતમાં દાદાને કદી દડો વાગ્યો નથી અને તે નિશાન ચૂક્યા નથી, તેથી દાદાનું નામ “મારદડી માસ્ટર’ પડ્યું.
પ્રશ્ન 2.
તાકોડી એટલે શું?
ઉત્તર :
તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને પાડી જ દે.
પ્રશ્ન 3.
કઈ છોકરી જબરી તાકોડી હતી?
ઉત્તર :
બહારગામની છોકરી (દાદી) જબરી તાકોડી હતી.
નીચેના વિધાનોમાંથી ખરાં વિધાનો સામે જ ✓ની અને ખોટાં વિધાનો સામે ✗ની નિશાની કરોઃ
- દાદી ક્રિકેટ રમતાં. ✗
- ફૂટબૉલ દેશી રમત છે.✗
- દાદીએ મારેલો દો ઘડાને વાગેલો. ✓
- દૂધીમાસીએ ટમેટાને બંડી પહેરાવી. ✗
- મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. ✓
કસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
- આપણે જીત્યા એટલે આપણા …………. ની ટીમ જીતી. (ગામ, દેશ)
- …………… દેશી રમત છે. (મારદડી, ફૂટબૉલ)
- ધદા …………… ની રમતમાં એક્કો હતા. (પકડદાવ, મારડી)
- દાદી દાદાની જીવનભરની …………. (દુશ્મન, સાથીદાર)
- ટમેટાએ બારીમાંથી ………… જોયો. (સૂરજ, ચંદ્ર)
ઉત્તરઃ
- દેશ
- મારદડી
- મારદડી
- સાથીદાર
- સૂરજ
કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
- મેં ભૂલ કરી, ………… પપ્પા ગુસ્સે થયા નહિ. (તિથી, પણ)
- આજે મારો જન્મદિવસ છે, …………. હું ખુશ છું.(તિથી, પણ)
- હું મારું ઘરકામ રાત્રે પૂરું કરીશ …………….. સવારે (તિથી, અથવા)
- મેહુલે આ પ્રશ્નનો ઉત્તર લખ્યો નહિ, …………… તે પ્રશ્ન બરાબર સમજ્યો નહિ. (તેથી, કેમ કે)
- મને ગીતો ગાવાં ગમે છે, …………… હું સંગીતના વર્ગમાં જાઉં છું. (પરંતુ, એટલે)
ઉત્તરઃ
- પણ
- તેથી
- અથવા
- કેમ કે
- એટલે
નીચેના કોષ્ટકમાં કેટલીક રમતોનાં નામ છે. તેની ફરતે [] કરો અને નીચે લખો:
- અલંગડી…
- …………
- ………….
- …………..
- …………..
- …………
- …………
- ………….
- …………
- ……………
ઉત્તર :
- લંગડી
- પકડદાવ
- કબડ્ડી.
- સંતાકુકડી
- ખોખો
- મારદડી
- ક્રિકેટ
- ફૂટબૉલ
- હુતુતુ
- ચેસ
Post a Comment
Post a Comment