અકબર બાદશાહના દરબારમાં ચતુર બીરબલનું ઘણું માન હતું.બધા
દરબારીઓના પ્રમાણમાં બીરબલ દેખાવે ઓછો સુંદર હતો.દરબારમાં જ્યારે તેવી
ચર્ચા થતી હતી
ત્યારે બાદશાહ અકબરે બીરબલને પૂછ્યું,‘ હે બીરબલ ! તું આટલો બુદ્ધિશાળી છે તેમ છતાં તારો દેખાવ કેમ સુંદર નથી?‘
‘જહાંપનાહ ! જ્યારે સ્વર્ગમાં ઈશ્વરે આપણી ઉત્પત્તિ કરી, પછી તેઓ
દરેકને રૂપ, ગુણ અને સુખ એવી વહેંચણી કરતા હતા‘ બીરબલ બોલી રહ્યો હતો
:‘ત્યારે તમે બધાં રૂપ અને સુખ મેળવવાં લાઈનમાં ઊભા હતા ત્યારે હું ગુણ
(બુદ્ધિ) મેળવવાની લાઈનમાં
ઊભો હતો.તેથી મેં ઈશ્વર પાસેથી બુદ્ધિ મેળવી અને તમે બધાંએ રૂપ મેળવ્યું.‘ આમ કહી બીરબલે બાદશાહ સહિત બધાને બુદ્ધિ વગરના ગણાવી દીધા.
Post a Comment
Post a Comment