-->
3 thi 8 nu material

NEW UPDATE

27 કાગડા કેટલા ?

કાગડા કેટલા ?


એક વાર બાદશાહ અકબર અને બીરબલ ફરવા નીકળ્યા.અલકમલકની વાતો કરી બીરબલ બાદશાહને ખુશ કરતો હતો.બાદશાહ અકબરે કિલ્લાની દીવાલ પાસે એક મોટા ઝાડ પર કાગડા જોયા.બાદશાહને બીરબલની મશ્કરી કરવાની ઇચ્છા થઇ.એકાએક બાદશાહે કહ્યું,બીરબલજી મેં પૂછેલા બધા સવાલના જવાબ સાચા જ આપો છે.તો કહો જોઇએ આપણા શહેરમાં કુલ કેટમાં કાગડા છે.
બીરબલ તરત જ કહે,જહાપનાહ,એક લાખ અગિયાર હજાર પાંચસો ને ચાર.અકબર બાદશાહે નવાઇ પામતા પૂછ્યું બીરબલજી તમે આ કાગડા ક્યારે ગણવા ગયા હતા.બીરબલે કહ્યું ખાતરી ન થતી હોય તો વજીર પાસે ગણાવી જુઓ.
બીજે દિવસે દરબાર ભરાયો ત્યારે બાદશાહે વજીરને બધી વાત કરી ને શહેરમાં રહેતા કાગડાની ગણતરી કરવા કહ્યું.બાદશાહની નજરમાંથી હંમેશ માટે બીરબલનું માન ઓછું થઇ જાય તે માટે તેની ઇર્ષા કરતાં વજીરે તરત જ જવાબ દીધો,એક લાખ અગિયાર હજાર ત્રણસો ને છન્નું.
અકબર બાદશાહે બિરબલ સામે જોઇ પૂછ્યું બીરબલજી,તમારી ગણતરી કરતાં એકસો ને આઠ કાગડા ઓછા છે તેનું શું.?વજીર મનમાં રાજી થતો બોલ્યો,બીરબલની ગણતરી ખોટી છે,તેણે ડિંગ હાંક્યું છે.
બીરબલે કહ્યું મને પાકી ખાતરી છે કે તમારી ગણતરી બિલકુલ સાચી જ છે.જે એકસો ને આઠ કાગડા ઓછા છે તે બહાર ગામ તેમનાં સગાને મળવા ગયા હશે.અકબર બાદશાહે શંકા દર્શાવતા કહ્યું બીરબલજી હું ફરી વાર ગણાવું અને કાગડા વધારે નીકળ્યા તો.?
બીરબલે તરત જ જવાબ આપ્યો,તો એટલા કાગડા બહારગામથી આપણા શહેરના કાગડાઓને મળવા આવ્યા હશે એમ માનજો.અકબર બાદશાહ હસ્યા.વજીર ભોંઠો પડી ગયો.ને નીચું જોઇ ગયો.બીરબલ હસ્યો.

Post a Comment

Subscribe Our Newsletter