-->
3 thi 8 nu material

NEW UPDATE

5 ઘમંડ ભારે પડ્યો


એક ગાડીવાન હતો.તેની પાસે એક ઘોડો અને એક ગધેડો હતો.ગાડીવાન બંનેને લઈને રોજ બજારમાં જાય.અનાજ અથવા તો બીજો સામાન અહીંથી ત્‍યાં પહોંચાડવાનું કામ કરે.રોજ સાંજે ગાડીવાન ઘોડાને અને ગધેડાને એક જ તબેલામાં પાસે પાસે બાંધે.ઘોડો અને ગધેડો રોજ સાથે રહેતા હતા,એકસરખું કામ કરતા હતા, પણ બંને વચ્‍ચે દોસ્‍તી નહોતી. ગધેડાને તો દોસ્‍તી બાંધવાની બહુ ઈચ્‍છા હતી પણ ઘોડો દોસ્‍તી બાંધતો નહોતો.ઘોડાને પોતાની જાત પર બહુ ઘમંડ હતો.એટલે ગધેડાને બોલાવતો પણ નહિ.ગાડીવાન પણ ગધેડા પર વધુમાં વધુ સામાન લાદે.ઘોડા પર બહુ ઓછો સામાન લાદે.ઘોડા પર બહુ ઓછો સામાન લાદે.
એક દિવસની વાત છે.ગાડીવાન બંનેને લઈને બજારમાં ગયો.ગધેડાની તબિયત સારી નહોતી.પણ કંઈ બોલ્‍યા વગર તે ચૂપચાપ માલિકની સાથે બજારમાં આવ્‍યો.તે દિવસે ગાડીવાનને અનાજની ઘણી બધી ગૂણો બીજે પહોંચાડવાનું કામ મળ્યું.ગાડીવાનેને ઘોડા તરફ પહેલે થીજ વધુ પ્રેમ હતો.તેણે ઘોડા પર માત્ર બે કોથળા જ મૂકયા.બાકીના બધા કોથળા એક પછી એક ગધેડા પર ગોઠવવા માંડ્યો.ધીમે ધીમે વજન વધવા માંડતા ગધેડાની હાલત ખરાબ થતી ગઈ.તબિયત તો ખરાબ હતી જ.
ઘોડો પણ એ જાણતો હતો,પણ કંઇ બોલ્‍યા વગર તે મનોમન ખુશ થવા લાગ્યો.
બધો સામાન લદાઈ ગયો એટલે આગળ ગાડીવાન, એની પાછળ ઘોડો અને એની પાછળ ગધેડો ચાલવા માંડયાં.ગધેડાથી માંડમાંડ ચાલી શકાતું હતું. ગધેડો બોલ્‍યા વિના એકએક પગ સંભાળી સંભાળીને માંડમાંડ માંડતો હતો.થોડીવારમાં તો તેને ચક્કર આવવા માંડ્યા.અને તે નીચે બેસી પડ્યો.તેના મોઢામાં ફીણ વળવા માંડ્યાં.
ગાડીવાને ગધેડાને ઊભો કરવાનો પ્રયત્‍ન કર્યો.પણ ગધેડો ઊભો ન થઈ શકયો.ગાડીવાને ગધેડા પરથી એક એક કરીને બધા કોથળા ઘોડા પર લાદવા માંડ્યા.બધા જ કોથળાના વજનથી ઘોડો વાંકો વળી ગયો.હવે તેને સમજાયું કે રોજ ગધેડો કેટલો ભાર ઊંચકતો હતો.
પોતે એને થોડો ભાર ઊંચકવા લાગ્યો હોત તો આવી દશા ન થાત.એનો ઘમંડ એને ભારે પડી ગયો.તે દિવસથી ઘોડાએ ગધેડા સાથે દોસ્‍તી બાંધી લીધી.

Post a Comment

Subscribe Our Newsletter