6 ભલાઈનો બદલો ભલાઈથી મળે
એકવાર જંગલનો રાજા સિંહ ભૂખ્યો થયો.જંગલમાં એક ચક્કર માર્યું પણ કોઈ
શિકાર ન મળ્યો. સિંહ ફરતો ફરતો એક ગામમાં જઈ ચડ્યો.ગામમાં એક કસાઈ ની
દુકાન હતી.દુકાનમાં માંસનો એક મોટો ટુકડો હતો.સિંહે ઝપટ મારીને ટુકડો લઈ
લીધો.સિંહને ગામમાં આવેલો જોઈને લોકો સંતાઈ તો ગયા જ હતા.સિંહ પોતાની ગુફા
તરફ ચાલ્યો.તેનાં મોમાં માંસનો ટુકડો હતો.એક વરુ આ જોઈ ગયું. તેના મોંમા
પાણી આવી ગયું.વરુ સિંહની પાછળ પાછળ ચાલ્યું.ગુફા આવી એટલે સિંહ તેમાં જતો
રહ્યો.વરુ બહાર બેઠું રહ્યું.તેને સિંહ પર ગુસ્સો ચડ્યો.એકલો એકલો ખાય છે
તેના કરતાં બધાને થોડું થોડું આપતો હોય તો, એવો વિચાર કરવા માડ્યું. જોકે
તેને એ વખતે એવો વિચાર ન આવ્યો કે પોતે કયારેય કોઈને કશું આપતું નથી,
થોડીવાર વરુ એમને એમ બેઠું રહ્યું.ત્યાંતો એક ગલૂડિયું દોડતું આવીને
ગુફામાં ઘૂસી ગયું. તેણે સિંહ પાસે થોડું ખાવાનું માગ્યું,અને સિંહે
આપ્યું એ તેણે બહાર બેઠાં બેઠાં સાંભળ્યું. થોડીવાર થઈ ત્યાં તો એક ઘુવડ
આવી પહોચ્યું.તેણે સિંહ પાસે થોડું ખાવાનું માગ્યું,સિંહે ઘુવડને
પણ ખાવાનું આપ્યુ.આ વાત પણ વરુએ સાંભળી ત્યારબાદ વરુ સિંહ પાસે ગયું અને ખાવાનું માગ્યું.
વરુ ગુફામાં જઈને કહે,‘મને ભૂખ લાગી છે.’
સિંહ કહે,‘ભૂખ લાગી છે તો હું શું કરુ ?જંગલમાં જા,ખાવાનું મળી રહેશે.’
વરુ કહે,‘ગલૂડિયાને,ઘુવડને તો તમે ખાવાનું આપ્યું.મને કેમ નથી આપતા ?’
સિંહ કહે,‘તું મને કોઈ દહાડો કામ લાગ્યું છે ?’
વરુ કહે,‘આ બધાં તમને શું કામ લાગે છે ?’
સિંહ કહે,‘એ તને નહીં સમજાય.જયારે કોઈ શિકારી જંગલમાં મારો શિકાર કરવા આવે છે
ત્યારે કૂતરાઓ ભસીને મને ચેતવે છે.એટલે મેં ગલૂડિયાને ખાવાનું
આપ્યું.મારી ગુફામાંકોઈ ઉંદર મને પજવે છે ત્યારે ઘુવડ એને મારી નાખે
છે,એટલે મેં ઘુવડને ખાવાનું આપ્યું.બોલ બધા મને કામ લાગે છે ને? આપણે
કોઈને કામ લાગીએ તો કોઈ આપણને કામ લાગે.
ભલાઈનો બદલો ભલાઈ થી મળે.’વરુ વીલે મોઢે પાછું ફર્યું.
Post a Comment
Post a Comment