8. સાચાની સોબત
એક ધોબી હતો.ધોબી પાસે એક ગધેડો હતો.ગધેડો ઘરડો થયો હતો,એટલે ધોબીને બહુ કામ લાગતો નહોતો.
એકવાર બાજુના ગામમાં મેળો ભરાયો હતો.ધોબી પણ મેળામાં ગયો.મેળામાં
ઘણાં બધાં પ્રાણીઓ સાથે ગધેડો પણ હતા.ધોબીને એક ગધેડો ગમી ગયો.તેણે ભાવ
પૂછયો. ગધેડાના માલિકે જે ભાવે કહ્યો તે ધોબીને વધુ લાગ્યો.તેણે
પૂછયું,‘બીજા ગધેડા કરતાં આને ભાવ વધારે કેમ રાખ્યો છે?’
ગધેડાનો માલિક કહે, ‘આ ગધેડો બોલી શકે છે.’
ધોબીને નવાઈ લાગી.તેણે ગધેડો ખરીદી લીધો.
ગધેડાનો માલિક કહે,‘આ ગધેડો કોઈ બોલતું હોય ત્યારે છેલ્લું વાકય યાદ રાખીને એ બોલતો રહે છે.’
ધોબી ગધેડાને લઈને ઘેર આવ્યો.બીજે દિવસે સવાર પડી.ધોબીએ ધોબણને
કહ્યું,‘સરપંચ નો માણસ કપડાં લેવા આવતો જ હશે.મોડું થશે તો સરપંચ વઢશે.તને
તો ખબર છે ને સરપંચ કેવો નાલાયક માણસ છે.’ધોબી છેલ્લું વાકય બોલ્યો હતો એ
ગધેડાને યાદ રહી ગયું હતું :સરપંચ નાલાયક માણસ છે. સરપંચને આ વાતની ખબર
પડી.ધોબીને બોલાવીને તેને સારો એવો મેથીપાક આપ્યો.
ત્યારથી ધોબી અને ધોબણે નક્કી કર્યું કે ગધેડાના સાંભળતા કોઈના વિષે
ખરાબ બોલવું નહિ.એ પછી ધોબી અને ધોબણ તેમના ઘરાકો વિષે સારું સારું બોલવાં
માંડ્યાં.
ઘરાક કપડાં લેવાં આવે ત્યારે ગધેડો પણ તેને યાદ રહી ગયેલું છેલ્લું
વાકય બોલે.એ વાકય સારું જ હોય એટલે ઘરાકને પણ ગમે.આમ થવાથી ધોબીની ઘરાકી
બહુ વધી ગઈ.તેનો ધંધો બહુ સારો ચાલવા માંડ્યો. બીજા વિષે સારું બોલવાથી
કેવો સારો બદલો મળે એ ધોબીને સમજાઈ ગયું. ગધેડો સાચાબોલો હતો.જે સાંભળતો એ
બોલતો.
સાચાની સોબતથી ધોબીને પણ ફાયદો થયો.
Post a Comment
Post a Comment