એક દિવસ દરબારમાં ઠઠ્ઠા-મશ્કરી ચાલી રહી હતી ત્યારે અબુલફઝલ
નામના દરબારીએ બીરબલને કહ્યું, ‘તે દિવસે તમે કૂતરીના ગલુડિયાની
સરસ-વ્યવસ્થિત ગણતરી કરી લાવ્યા હતા માટે ખરેખર તો બાદશાહે તમને કૂતરાંઓનો
વહીવટ સોંપવો જોઈએ.‘
આ સાંભળી બધાં હસવા લાગ્યા. બીરબલે ઠંડકથી જવાબ આપ્યો, ‘સાચી વાત
છે, અબુલફજલ, આપણા નગરમાં તમારા જેવા ઘણાં હડકાયાં કૂતરાં નકામા ભસભસ કરે
છે તેને મારા જેવો જ કાબૂમાં રાખી શકે તેમ છે!‘
બધા હસતાં ચૂપ થઈ ગયા અને ઠઠ્ઠા-મશ્કરીનો ત્યાં જ અંત આવી ગયો.
Post a Comment
Post a Comment