અકબર બાદશાહ ઘણીવાર બીરબલ સાથે મજાક-મશ્કરી કરતા. એક વખત અકબરે
બીરબલને મશ્કરીમાં કહ્યું, ‘બીરબલ ! ગઈ કાલે મને બહું વિચિત્ર સ્વપ્નું
આવ્યું. આપણે બન્ને ભાંગ પીને ડોલી રહ્યા હતા, ત્યારે હું મધભરેલા વાસણમાં
પડ્યો અને તું એંઠવાડ ભરેલા વાસણમાં પડ્યો ! હા....હા....હા.‘ બધાં
દરબારીઓ બીરબલની મશ્કરી થતી જોઈ ખુશ થઈ ગયા. પરંતુ બીરબલે જવાબ આપ્યો,
‘બાદશાહ સલામત ! તમારું સ્વપ્નું સાવ સાચું છે. પરંતુ તમે અધૂરું સ્વપ્ન
જોયેલું. જ્યારે તમે જે સ્વપ્નું ગઈકાલે જોયું તેં મેં પણ ગઈ કાલે જોયું
હતું. પરંતુ મેં પૂરું સ્વપ્નું જોયેલું. સાંભળો, તમે કહ્યું તેમ આપણે
બન્ને ભાંગ પીને ડોલી રહ્યા હતા. પછી તમે મધભરેલા વાસણમાં પડ્યા અને હું
એંઠવાડ ભરેલાં વાસણમાં પડ્યો. પછી આપણે બન્ને માંડ માંડ વાસણની બહાર
નીકળ્યા. તો પણ આપણે ભાનમાં નહોતા આવ્યા અને આપણે બન્ને એકબીજાને ચાટી
રહ્યા હતા ! બોલો કેવું અજીબ સ્વપ્નું કહેવાય !‘
Post a Comment
Post a Comment