26 ચમત્કારી ઝાડ
ઉનાળાના ધમધખતા દિવસો હતા. એક મુસાફર ચાલતો જતો હતો. ચાલતા ચાલતા તે
થાકી ગયો. તેણે એક મોટું ઝાડ જોયું. મુસાફર ઝાડના છાંયે આરામ કરવા રોકાયો.
મુસાફરનું નામ ઈચ્છાશંકર હતું.
ઈચ્છાશંકરને થયું, વાહ !? સૂવા માટે ગાદલું ને ઓશીકું હોત તો ઢોલિયો ઢોળીને સૂવાની મજા આવત.
ઈચ્છાશંકરને ખબર નહોતી કે જે ઝાડ નીચે એ બેઠો હાતે તે ચમત્કારી ઝાડ હતું. તે કોઈની પણ ઈચ્છાઓ પૂરી કરતું હતું.
ઈચ્છાશંકર હજુ કશું વિચારે પહેલાં આકાશ માંથી ઢોલિયો ઊતરી આવ્યો.
તેના પર રેશમી ચાદર પાથરેલી હતી. સુંદર મજાનું એશીકું હતું. ઈચ્છાશંકરને
માનવામાં આવતુ નહોતું કે આ સાચું છે કે સપનું છે.
તેણે પોતાને હાથે ચૂંટણી ખણી ત્યારે તેને ખાતરી થઈ કે આ સપનું નથી. ઈચ્છાશંકર ઢોલિયા પર ચડી બેઠો ને બોલી ઊઠયો…
વાહ ! સરસ ! બહુ સરસ છે ! હવે આવા નિરાંતના સ્થળે એક સુંદર પરી હોય તો મજા આવે.
ઈચ્છાશંકરના વિચારતાંની સાથે જ ત્યાં સુંદર પરી આવી ગઈ. વીંઝણો લઈ તો ઈચ્છાશંકરને હવા નાખવા લાગી.
ઈચ્છાશંકર કહે, પરીરાણી, આજનો દિવસ મારા માટે ખૂબ જ શુકનવંતો છે.આપની
વાત સાચી છે પરીએ જવાબ આપ્યો. ઈચ્છાશંકર કહે, મને ખૂબ જ ભૂખ લાગી છે.
અત્યારે કંઈ સારું ખાવાનું મળે તો કેવું સારું !બોલતાંની સાથે જ જાતજાતનાં
પકવાન, શરબત, ફળફળાદિ ને સૂકામેવાના થાળ હાજર થઈ ગયા.જાતજાતના પકવાન અને
સૂકામેવાના થાળ જોઈને ઈચ્છાશંકરને થયું, આ તો રાજાની મિજબાની જ છે ને જાણે !
ઈચ્છાશંકરે પેટ ભરી ધરાઈને ખાધું અને પીધું. ફરી પાછો ઢોલિયે આડો પડયો. પરીરાણી તેને દ્રાક્ષ ખવડાવવા લાગી.
ઈચ્છાશંકરને થયું, ખરેખર મને સુખની ઘડી પ્રાપ્ત થઈ છે. પણ આ બધું ગુમ
થઈ જાય તો ? અને મારા પર વાઘ હુમલો કરે તો…હું શું કરીશ ? હું કયાં જઈશ ?
હજુ વિચાર પૂરો થાય તે પહેલાં તો સામેથી વાઘને આવતો જોયો. ઈચ્છાશંકર
ઝડપથી ઝાડ પર ચડી ગયો. તે બૂમો પાડવા લાગ્યો, બચાવો, બચાવો. ગામ બહુ દૂર
હતું. તેની બૂમો કોઈએ સાંભળી નહિ.
?ઈચ્છાશંકરને થયું, મેં ઝાડના છાંયાની જ સંતોષ માન્યો હોત તો આ
વાઘનું જોખમ આવી પડત નહિ. હવે તો આ વાઘ જાય તો હું ઝાડ પરથી નીચે ઊતરું. ને
આવું વિચારતાં જ વાઘ ત્યાંથી જતો રહ્યો.પછી ઈચ્છાશંકર ઝાડ પરથી નીચે ઉતરી
પોતાનો સામાન લઈ ચાલતો થયો.
Post a Comment
Post a Comment