-->
3 thi 8 nu material

NEW UPDATE

WHAT AFTER STD 10 SSC ?? ધોરણ ૧૦ પછી શું ? ૪. બાલ અધ્‍યાપન પ્રિ. પી.ટી.સી.


બાલ અધ્‍યાપન પ્રિ. પી.ટી.સી.

આપ ધોરણ ૧૦ પાસ છો કોઇ કારણસર આપ આગળ અભ્‍યાસ કરી શકો તેમ નથી છતાં આપને શિક્ષક બનવું છે. તો ધોરણ ૧૦ પછી ગુજરાતમાં એક વર્ષનો પ્રિ. પી.ટી.સી. ના અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવી શકો છો. કુલ સંખ્‍યા ૨૧ છે.

પ્રિ. પી.ટી.સી. કરી આપ બાલમંદિરમાં નોકરી મેળવી શકો અથવા આપ આપનું પોતાનું બાલમંદિર ચાલુ કરી રોજગાર મેળવી શકો.

પ્રવેશ માટે શૈક્ષણિક લાયકાતઃ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧૦ (એસ.એસ.સી.) પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હોવી જોઇએ. પ્રવેશ એસ.એસ.સી. (ધો. -૧૦) ના ગુણાનુક્રમે મળવાપાત્ર રહેશે.

પ્રવેશ માટે ઉંભર : જે ઉમેદવારોની ઉંમર તા. ૧-૭-૨૦૦૬ ના રોજ ૨૨ વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો પ્રવેશને પાત્ર ગણાશે. અનામત કક્ષાના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં ૫ વર્ષની છૂટ મળશે.

અનામત બેઠકો : અનુસૂચિત જાતિ માટે તા. ૧-૭-૨૦૦૬ ના રોજ ૨૨ વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો પ્રવેશને પાત્ર ગણાશે. અનામત કક્ષાના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં ૫ વર્ષની છૂટ મળશે.

પ્રવેશ અરજી મેળવવા થતા ભરેલ અરજીઓ આપવા અંગે : ઉમેદવાર જે બાલ અધ્‍યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઇચ્‍છતા હોય તે બાલ અધ્‍યાપન મંદિરમાંથી પ્રવેશ ફોર્મ મળશે. જે ભરીને તે જ બાલ અધ્‍યાપન મંદિરમાં આપવાનું રહેશે. પ્રવેશ ફોર્મ આપતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે એસ.એસ.સી. માર્કશીટ, ટ્રાયલ સર્ટિફીકેટ, સ્‍કૂલ સર્ટિફીકેટ, શારીરિક ખોડખાંપણનો દાખલો તથા જાતિ પ્રમાણપત્ર સાથે લઇ જવાના રહેશે.

અનુદાનિત બાલ અધ્‍યાપન મંદિરો
ક્રમકોલેજનું નામમિડિયમભાઇઓ બહેનો
શ્રીમતી માણેકબા પૂર્વ પ્રાથમિક શિક્ષણ તાલીમ કેન્‍દ્ર અડાલજ, જિ. ગાંધીનગરગુજરાતી    બહેનો
શ્રી બી. એમ. પટેલ બાલ અધ્‍યાપન મંદિર, ડાકોર રોડ, નડિઆદ જિ. ખેડાગુજરાતી    બહેનો
શ્રી વસંત બાલ અધ્‍યાપન મંદિર, નૃસિંહાશ્રમ, ભૂતડીઝાંપા, જિ. વડોદરાગુજરાતી    બહેનો
શ્રી વલ્‍લભ કન્‍યા કેળવણી મંડળ, ઢેબર ચોક, રાજકોટગુજરાતીબહેનો
શ્રી દક્ષિણામૂર્તિ બાલ અધ્‍યાપન મંદિર, ભાવનગરગુજરાતીમિશ્ર
શ્રી કે. જી. મહેતા બાલ અધ્‍યાપન મંદિર, પાલનપુર જિ. બનાસકાંઠાગુજરાતીમિશ્ર
મૈત્રી વિદ્યાપીઠ પૂર્વ પ્રાથમિક બાબત અધ્‍યાપન મંદિર, સુરેન્‍દ્રનગર ગુજરાતીબહેનો
બાલ અધ્‍યાપન મંદિર, જિ. કચ્‍છગુજરાતીબહેનો

સ્‍વનિર્ભર બાલ અધ્‍યાપન મંદિરો
ક્રમકોલેજનું નામમિડિયમભાઇઓ/ બહેનો
શ્રી એચ. એસ. પટેલ પ્રિ. પી.ટી.સી. કૉલેજ ફોર ગર્લ્‍સ, રામપુર ચોકડી, તા.જી. મહેસાણાગુજરાતીબહેનો
શ્રી ઉમા પ્રિ. પી.ટી.સી. કૉલેજ કાલાવાડ રોડ, રાજકોટગુજરાતીબહેનો
સેન્‍ટ ઝેવિયર્સ પ્રિ. પી.ટી.સી. કૉલેજ મુ. સવગઢ, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા (અંગ્રેજી માધ્‍યમ)અંગ્રેજીમિશ્ર
શ્રીમતી ઝેડ એસ. પટેલ મહિલા કૉલેજ, પાલનપુર જકાતનાકા, સુરતગુજરાતીમિશ્ર
આદર્શ પ્રિ. પી.ટી.સી. કૉલેજ, મુ. હડદડ, તા. બોટાદ, જિ. ભાવનગરગુજરાતીબહેનો
શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍કાર દીપ ટ્રસ્‍ટ, ઝુંડાલ, જિ. ગાંધીનગરગુજરાતીબહેનો
સરસ્‍વતી મહિલા પ્રિ. પી.ટી.સી. કૉલેજ, રણેલા, તા. બેચરાજી, જિ. મહેસાણાગુજરાતીબહેનો
આઇશ્રી કમલા સેવા ટ્રસ્‍ટ બાલ અધ્‍યાપન મંદિર, મુ. પિલવાઇ, તા. વિજાપુર, જિ. મહેસાણાગુજરાતીબહેનો
શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્‍ટ, પ્રિ. પી.ટી.સી. દરબારગઢ, ધ્રોળ, જિ. જામનગરગુજરાતીબહેનો
૧૦જ્ઞાન મંદિર પ્રિ. પી.ટી.સી. કૉલેજ, અંબિકા ચર્ચ પાસે, પાલનપુર જિ. જામનગરગુજરાતીબહેનો
૧૧સત કૈવલ નર્સરી ટીચર્સ એજ્યુકેશન કૉલેજ પરમગુરુ પાઠ શાળા કોમ્‍પલેક્ષ, સારસા, જિ. આણંદ (અંગ્રેજી માધ્‍યમ)અંગ્રેજીમિશ્ર
૧૨ગુજરાત બાલ અધ્‍યાપન મંદિર, રાયખડ, અમદાવાદ-૧ગુજરાતીમિશ્ર
૧૩એમ. કે. ઇંગ્‍લીશ મિડિયમ પ્રિ.પી.ટી.સી. કૉલેજ ફોર ગર્લ્‍સ બી. સરદાર પટેલ કોમ્‍પલેક્ષ, પાટણઅંગ્રેજીમિશ્ર
૧૪એમ. કે. પ્રિ.પી.ટી.સી. કૉલેજ ફોર ગર્લ્‍સ બી. સરદાર પટેલ કોમ્‍પલેક્ષ, પાટણઅંગ્રેજીબહેનો
૧૫શ્રી આર.જી.પટેલ પ્રિ.પી.ટી.સી. કૉલેજ મણુંદ. જિ. પાટણગુજરાતીબહેનો
૧૬સુરજબા પ્રિ.પી.ટી.સી. કૉલેજ ઐશ્વર્ય બિલ્‍ડિંગ, તેજસ શિક્ષણ સંકુલ, બોપલ, અમદાવાદગુજરાતીબહેનો
ક્રમ

કોલેજનું નામમિડિયમભાઇઓ/ બહેનો
૧૭શ્રી ગુરુકુળ એજ્યુ. ટ્રસ્‍ટ પ્રિ.પી.ટી.સી. કૉલેજ, રાજહર્ષ કોમ્‍પલેક્ષ, હનુમાન બારી ચાર રસ્‍તા, મુ. વાંસદા જિ. નવસારીગુજરાતીબહેનો
૧૮શ્રીમતી આર. આર. પંડયા પ્રિ.પી.ટી.સી. કૉલેજ, રાધાસ્‍વામી રોડ, રાણીપ, અમદાવાદગુજરાતીબહેનો
૧૯શ્રી સદગુરુ સ્‍વામી અખંડાનંદ મેમો. ચેરી. ટ્રસ્‍ટ પ્રિ.પી.ટી.સી. કૉલેજ મુ. બરુમલ, તા. ધરમપુર, જિ. વલસાડગુજરાતીબહેનો
૨૦વિદ્યાનગર પ્રિ.પી.ટી.સી. કૉલેજ સુરજીત સોસાયટી બાપુનગર ટી.બી. રોડ અમદાવાદગુજરાતીમિશ્ર
 

Post a Comment

Subscribe Our Newsletter