-->
3 thi 8 nu material

NEW UPDATE

WHAT AFTER SSC ધોરણ ૧૦ પછી શું?? 3.ફાઇન આર્ટ ડિપ્‍લોમાં - મલ્‍ટીમીડિયાના અભ્‍યાસક્રમો

ફાઇન આર્ટ ડિપ્‍લોમાં - મલ્‍ટીમીડિયાના અભ્‍યાસક્રમો

ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના આ યુગમાં મલ્‍ટી મીડિયાનો ખૂબ સારો વિકાસ છે. વેબ ડિઝાઇનિંગ, એનિમેશન, વિઝયુલાઇઝર, ક્રિએટિવ આર્ટિસ્‍ટ, ગ્રાફિક આર્ટિસ્‍ટ, વેબ પ્રોગ્રામર વગેરેનાં ક્ષેરો ઝડપથી આગળ આવી રહ્યાં છે.

ડિઝાઇનિંગનું ફિલ્‍ડ:
પ્રિન્‍ટ મીડિયા એટલે કે છાપા અને મૅગેઝિન - પુસ્‍તકો, ટાઇટલ કવર, પોસ્‍ટર, જાહેરાતના બોર્ડ વગેરેમાં કમ્‍પ્‍યૂટર આર્ટનો ઉપયોગ વધતો જાય છે. ફેશન ડિઝાઇનના ટેક્ષ્‍ટાઇલ ડિઝાઇનના ક્ષેત્રમાં પણ હવે કમ્‍પ્‍યૂટરનીકમાલ જોવા મળે છે.

જાહેરાતની દુનિયા :
ટેલિવિઝન, છાપાં, મૅગેઝિન વગેરે મીડિયામાં પુષ્‍કળ જાહેરાતો આવે છે. જાહેરાત આપ્‍યા વગર આ સ્‍પર્ધાના યુગમાં આગળ વધવું ખૂબ જ મુશ્‍કેલ છે. તમારી પાસે ૧૦૦ ટચનું સોનું હોય પણ જ્યાં સુધી લોકોને એ વાતની જાણ ન હોય ત્‍યાં સુધી એની કિંમત શું ? લોકો સુધી તમારી વાત પહોંચાડવી હોય તો એક માત્ર ઉપાય છે જાહેરાતો અને આજના આ યુગમાં જાહેરાતને વધુ ને વધુ સુંદર બનાવવા એનિમેશનનો ખૂબ ઉપયોગ થાય છે.

ફાઇન આર્ટ ડિપ્‍લોમાં :
એનિમેશન, ડિઝાઇન, પ્રોગ્રામિંગ, ગ્રાફિક, વિઝયુલાઇઝિંગ (જીવંત ઊભું કરવાની કળા) જેવા મલ્‍ટી મીડિયાના ક્ષેત્રમાં જવા માટે ફાઇન આર્ટના કોર્સ ઉપયોગી બને છે. ધોરણ ૧૦ પછી ડિપ્‍લોમાં ફાઇન આર્ટના કોર્સ ચાલે છે. જો આગળ ધોરણ ૧૧ અને ૧૨ નો અભ્‍યાસ કરો તો ત્‍યાર બાદ બેચલર ઓફ ફાઇન આર્ટનો કોર્સ વડોદરા, વલ્‍લભવિદ્યાનગર અને મુંબઇમાં ચાલે છે.

ચિત્રકલાના અભ્‍યાસક્રમો માટે પ્રવેશ પદ્ધતિ :
કેન્‍દ્રીય ધોરણે ગુણાનુક્રમે પ્રવેશ અપાય છે. પાંચ વર્ષના ડિપ્‍લોમાં ધોરણ ૧૦ ના આધારે અને A.T.D. આર્ટ ટીચર ડિપ્‍લોમાં ૨ વર્ષ માટે ધોરણ ૧૨ ના આધારે, એચ.એસ.સી. અથવા એસ.એસ.સી. સાથે ડ્રોઇંગ ગ્રેડ પરીક્ષા પસાર કરેલ હોવી જોઇએ. અખબારો દ્વારા પ્રવેશ માટે જાહેર ખબર અપાય છે.

૫ વર્ષના ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો : (ધો. ૧૦ પછી)
(૧) ડ્રોઇંગ એન્‍૯ પેઇન્‍ટિંગ
(૨) એપ્‍લાઇડ / કૉમર્શીયલ આર્ટ
(૩) સ્‍કલ્‍પચર એન્‍ડ મોડલિંગ

૨ વર્ષનો એ.ટી.ડી આર્ટ ટીચર અભ્‍યાસક્રમ : (ધો. ૧૨ પછી)
અરજીપત્રકમાં નીચેના વિગતોની પ્રમાણિત નકલો જોડવાની રહેશે :
.સ્‍કૂલ લિવિંગ સર્ટી.
.જન્‍મ તારીખનો આધાર
.એસ. એસ.સી. / એચ. એસ.સી. ની માર્કશીટ
.ઇન્‍ટરમીડિયેટ ગ્રેડનું પ્રમાણ૫ત્ર
.જાતિ પ્રમાણપત્રનો દાખલો (જરૂર હોય તો)
.જિલ્‍લા કક્ષાએ મેળવેલ સર્ટી. - ઇનામો - અન્‍ય
.રાજ્ય રાષ્‍ટ્રીય - આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સિદ્ધિ

અરજીપત્રકમાં કોઇ પણ જગ્‍યાએ છેકછાક ન થાય તેની કાળજી લેવી જરૂરી છે. રૂબરૂ ઇન્‍ટરવ્‍યૂ સમયે પણ મેરિટના નિયમો મુજબ જો પ્રવેશપાત્ર થતા હશે તો જ પ્રવેશ મળશે.

રાજ્યમાં આવેલી કલા સંસ્‍થાઓની વિગત-માહિતી
પ્રિન્‍ટ મીડિયા એટલે કે છાપા અને મૅગેઝિન - પુસ્‍તકો, ટાઇટલ કવર, પોસ્‍ટર, જાહેરાતના બોર્ડ વગેરેમાં કમ્‍પ્‍યૂટર આર્ટનો ઉપયોગ વધતો જાય છે. ફેશન ડિઝાઇનના ટેક્ષ્‍ટાઇલ ડિઝાઇનના ક્ષેત્રમાં પણ હવે કમ્‍પ્‍યૂટરનીકમાલ જોવા મળે છે.
અ.નં.સંસ્‍થાનો કોડ નંબરસંસ્‍થાનું નામધોરણ ૧૦ પછીધોરણ ૧૨ પછીહોસ્‍ટેલની સગવડ
એપ્‍લાઇડ કોમર્શિયલ આર્ટડ્રોઇંગ એન્‍ડ પેઇન્‍ટિંગસ્‍કલ્‍પચર મોડલિંગએ.ટી.ડી.
એબીડીશેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટસ, આંબાવાડી અમદાવાદ ૬. ફોન : ૨૬૪૩૬૩૫૧
ઈમેલ :- [email protected] વેબ: cnvidyalaya.org.
૫૫૫૫૫૫૫૦નથી
અ.નં.સંસ્‍થાનો કોડ નંબરસંસ્‍થાનું નામધોરણ ૧૦ પછીધોરણ ૧૨ પછીહોસ્‍ટેલની સગવડ
એપ્‍લાઇડ કોમર્શિયલ આર્ટડ્રોઇંગ એન્‍ડ પેઇન્‍ટિંગસ્‍કલ્‍પચર મોડલિંગએ.ટી.ડી.
VVMકલા કેન્‍દ્ર કૉલેજ ઓફ ફાઇન આર્ટસ, વલ્‍લભવિદ્યાનગર, જી. આણંદ. ફોનઃ૨૩૦૦૧૩૫૫૫૫૫૫૫૦ભાઇઓ-બહેનો માટે
MDVપ્રિયદર્શિની કલા મહાવિદ્યાલય માંડવી, જિ. સુરત ફોનઃ૨૨૧૧૩૮૫૫૫૫-૫૦નથી
AMIબી. એ. મહેતા કલા મહાવિદ્યાલય અમલસાડ, જિ. વલસાડ ૫૦ફોનઃ૨૭૨૩૩૩૫૫૫૫-૫૦નથી
DHLશ્રીમતી આર. વી. શાહ કૉલેજ ઓફ ફાઇન આર્ટસ, ધોળકા, જિ. અમદાવાદ. ફોનઃ ૨૨૧૭૧૪૫૫--૫૦ભાઇઓ માટે
VDHશ્રીમતી એન.એમ.શાહ આર્ટ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ, વઢવાણ જિ. સુરેન્‍દ્રનગર. ફોનઃ૨૨૫૯૩૦૫૫--૫૦ફકત બહેનો માટે
અ.નં.

સંસ્‍થાનો કોડ નંબરસંસ્‍થાનું નામધોરણ ૧૦ પછીધોરણ ૧૨ પછીહોસ્‍ટેલની સગવડ
એપ્‍લાઇડ કોમર્શિયલ આર્ટડ્રોઇંગ એન્‍ડ પેઇન્‍ટિંગસ્‍કલ્‍પચર મોડલિંગએ.ટી.ડી.
BRHવિકાલ કલાનિકેતન કૉલેજ ઓફ ફાઇન આર્ટસ, ભરૂચ. ફોનઃ૨૬૯૨૦૨૫૫--૫૦નથી
NRGઆર.ટી. ફાઇન આર્ટ ઇન્‍સ્‍ટિટયૂટ નારગોલ, જિ. વલસાડ ફોનઃ૨૫૯૭૨૩૯૫૫--૫૦ભાઇઓ બહેનો માટે
MSNધી ન્‍યુ પ્રોગ્રેસીવ આર્ટ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ મહેસાણા. ફોનઃ૨૪૦૫૭૩૫૫--૫૦નથી
૧૦LVDસર્વોદય એ.ટી.ડી. કોલેજ લુણાવાડા, જિ. પંચમહાલ. ફોનઃ૨૨૦૬૧૨---૫૦નથી
૧૧RSNશ્રીગાયત્રી આર્ટ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ રણાસણા, જિ. મહેસાણા. ફોન નં. ૨૨૧૧૪૧---૫૦નથી
અ.નં.

સંસ્‍થાનો કોડ નંબરસંસ્‍થાનું નામધોરણ ૧૦ પછીધોરણ ૧૨ પછીહોસ્‍ટેલની સગવડ
એપ્‍લાઇડ કોમર્શિયલ આર્ટડ્રોઇંગ એન્‍ડ પેઇન્‍ટિંગસ્‍કલ્‍પચર મોડલિંગએ.ટી.ડી.
૧૨BSRરાષ્‍ટ્રીય કલા મહાવિદ્યાલય કૉલેજ બાલાસિનોર જિ. ખેડા---૫૦નથી
૧૩SMPસર્વોદય આર્ટ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ સોલાવાડ જિ. પંચમહાલ ફોનઃ ૨૩૫૧૦૫---૫૦ભાઇઓ માટે
૧૪BVDઆદર્શ આર્ટ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ બાયડ, જિ. સાબરકાંઠા ફોનઃ ૨૨૨૨૮૩---૫૦ભાઇઓ માટે
૧૫HMTશ્રી શક્તિકૃપા આર્ટ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ હિંમતનગર જિ. સાબરકાંઠા ફોનઃ ૨૨૮૩૭૧---૫૦નથી
૧૬RJPસ્‍વનિર્ભર સંસ્‍થાઃ શ્રીજી કૉલેજ ઓફ ફાઇન આર્ટસ રાજપીપળા, જિ. નર્મદા. ફોનઃ ૨૨૪૮૩૪ (બહેનો માટે)૫૫૫૫૫૫૫૦ફકત બહેનો માટે
ફીની વિગતો :

ટયૂશન ફી : રૂ. ૨૦૦ (બંને સત્રની)
સત્ર ફી : રૂ. ૪૦
કુલ રૂ. ૨૪૦
વર્ક ડિપોઝીટ : જે તે સંસ્‍થા મુજબ છોકરીઓ ટયૂશન ફી ભરવાની નથી. સ્‍વનિર્ભર કૉલેજની ફી : રૂ. ૧૯,૫૦૦/- (આ ફી ધોરણો ફેરફાર પાત્ર હોય છે.)

પ્રવેશ પદ્ધતિ :
એસ.સી. અનુસૂચિત જાતિ, શિડયુઅલ કાસ્‍ટ ૭% (૫૦ જગામાંથી), એસ.ટી. અનુસૂચિત જનજાતિ ૧૫% S.E.B.C. સામાજિક - શૈક્ષણિક પછાત ૨૭%, હેન્‍ડીકેપ ૨ સીટ, બાકીની ઓપન કેટેગરી.

(આ સંદર્ભમાં લેટેસ્‍ટ માહિતી માટે પ્રવેશ માહિતી પુસ્‍તિકામાં આપેલ વિગતો આખરી ગણાશે. જે તે સંસ્‍થાનો પણ સંપર્ક કરી શકાય છે. આ અ:ગેની પ્રવેશ જાહેરાત ખાસ જોવી.)

Post a Comment

Subscribe Our Newsletter