-->
3 thi 8 nu material

NEW UPDATE

WHAT AFTER SSC ધોરણ ૧૦ પછી શું?? ૧. ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો DEPLOMA


ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો

ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ - કયા અભ્‍યાસક્રમમાં પ્રવેશ લેવો જોઇએ?
સૌ પ્રથમ તો એક સ્‍પષ્‍ટતા ખાસ કરવાની જરૂર છે કે ડિપ્‍લોમાં એડમિશન માટે ફોર્મ જમા કરાવતી વખતે, કયા ડિપ્‍લોમાં કે કઇ કોલેજમાં એડમિશન જોઇએ છે તે પસંદગી દર્શાવવાની નથી. જ્યારે એડમિશન માટે બોલાવવામાં આવે ત્‍યારે જ આપણે આપણી પસંદગી (કયા ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમ / કઇ સંસ્‍થા) દર્શાવવાની છે.

સામાન્‍ય રીતે જે મિત્રો એન્‍જિનિયરિંગ ક્ષેત્રમાં જ કારકિર્દી ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવા ઇચ્‍છતા હોય, પરંતુ ધોરણ ૧૨ સાયન્‍સના અભ્‍યાસક્રમમાં ઓછા ટકા આવ્‍યા હોય કે ‘ધોરણ ૧૨ સાયન્‍સમાં ઓછા ટકા આવશે તો ?’ એવી શંકા હોય તેઓ આ ધોરણ ૧૦ પછીના ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમમાં પ્રવેશ લેવાનું પસંદ કરે છે.

ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગના કયા અભ્‍યાસક્રમમાં પ્રવેશ લેવો તે સવાલ લગભગ દરેક વિધાર્થી કે વાલીને મૂંઝવે છે જ. કયો અભ્‍યાસક્રમ સારો તે કઇ રીતે નક્કી કરવું ? જો કે કોઇ પણ ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમને સારો કે ખરાબ એમ વર્ગીકૃત ન જ કરી શકાય. જે અભ્‍યાસક્રમમાં / line માં વિદ્યાર્થીને રસ પડે તે જ કોર્સ સારો કહેવાય. દા.ત., ઓટોમોબાઇલ એન્‍જિનિયરિંગ એ એક બહુ જ સારો અભ્‍યાસક્ર છે જ. પરંતુ જે વ્‍યક્તિ જરા પણ ‘હાથ કાળા કરવા’ ન તૈયાર હોય તેને તેમાં જરા પણ રસ નહિ પડે. આથી આપણને જે અભ્‍યાસક્રમ માં રસ પડે તેવો જ અભ્‍યાસક્રમ પસંદ કરવો. કારણ જેમાં interest હોય તે કોર્સમાં વધુ સારી રીતે અભ્‍યાસ કરી શકાય. આપણને કયા કોર્સમાં interest પડશે અથવા કયો કોર્સ સારો રહેશે તે નક્કી કરવા તમારે જાતે જ survey કરવો પડશે કેટલાક સવાલોના જવાબ મેળવવા પડશે. જેમકે : જે તે ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમ માં શું શીખવવામાં આવે છે, જે તે કોર્સ કર્યા પછી ઉચ્‍ચ અભ્‍યાસની / સ્‍વરોજગારીની / નોકરીની તકો કેવી છે - કયા ફીલ્‍ડમાં છે ? આ સવાલોના જવાબ પરથી જ આપણી પસંદગીના ત્રણ-ચાર ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમ નક્કી કરવા. અ અભ્‍યાસક્રમો કઇ શિક્ષણ સંસ્‍થાઓમાં ઉપલબ્‍ધ છે તે જાણી જે તે સંસ્‍થા વિશે પણ માહિતી મેળવવી. (ભૂતપૂર્વ) વિદ્યાર્થીઓને મળી શકાય)

આપ તૈયાર છો ને ડિપ્‍લોમા કોર્સનું ફોર્મ ભરવા માટે...
૧) CDAC દ્વારા નક્કી થયેલ પોલિટેકનિક / સંસ્‍થાઓમાંથી પ્રોસેસિંગ ફી તરીકે (જાહેરાત મુજબ) (માત્ર Cash) આપી આપ અરજીપત્ર નીચેનાં સ્‍થળોએથી રૂબરૂમાં મેળવી શકો છો.

અરજીપત્રોનું વેચાણ તેમજ સ્‍વીકારનાં કેન્‍દ્રો
અરજીપત્રોનું વેચાણ તેમજ સ્‍વીકારનાં કેન્‍દ્રો

.કેન્‍દ્રીય ડિપ્‍લોમાં પ્રવેશ સમિતિ, સરકારી પોલિટેકનિક, અમદાવાદ.AVPTI ટાગોર માર્ગ, રાજકોટ
.ગાંધી કૉલેજ, મજૂરા ગેટ, સુરત.સરકારી પોલિટેકનિક, જામન
.બી. એન્‍ડ બી. ઇન્‍સ્‍ટિટયૂટ, વલ્‍લભવિદ્યાનગર.સરકારી પોલિટેકનિક, વડનગર
.બીપીટીઆઇ વિદ્યાનગર, ભાવનગર.સરકારી પોલિટેકનિક, ભુજ
.કેડી પોલિટેકનિક, પાટણ (ઉ.ગુ.).સરકારી પોલિટેકનિક, C/o ટેક. હાઇસ્‍કુલ જૂનાગઢ
.સરકારી પોલિટેકનિક, દાહોદ.સરકારી પોલિટેકનિક, ગાંધીનગર
.સરકારી પોલિટેકનિક, વલસાડ.સરકારી પોલિટેકનિક, C/o ટેક. હાઇસ્‍કુલ ગોધરા
.કે. જે. પોલિટેકનિક, ભરૂચ.એલઇ કૉલેજ, મોરબી
.સી.યુ. શાહ પોલિટેકનિક, સુરેન્‍દ્રનગર.સરકારી પોલિટેકનિક, છોટાઉદેપુર
.સરકારી પોલિટેકનિક, પાલનપુર.સરકારી પોલિટેકનિક, વધઇ (ડાંગ)
.TFG પોલિટેકનિક, આદિપુર (કચ્‍છ).BSP પોલિટેકનિક, નવસારી
.સરકારી પોલિટેકનિક, હિંમતનગર.સિગ્‍મા ઇન્‍સ્‍ટિટયુટ, વડોદરા
.સરકારી પોલિટેકનિક, અમરેલી..વલ્‍લભબુદ્ધિ પોલિટેકનિક, નવસારી
.સરકારી પોલિટેકનિક, પોરબંદર.ગોપાલી પોલિટેકનિક, કિનારા, રાણપુર

૨) અરજીપત્રક સંપૂર્ણ રીતે અંગ્રેજી કેપિટલ લેટર્સમાં ભરી, ગુણપત્રકો અને પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે નિયત સમયમાં કાર્યકારી સચિવ, પ્‍લાસ્‍ટિક બિલ્‍ડિંગ, સરકારી પોલિટેકનિક આંબાવાડી, અમદાવાદ ૩૮૦૦૧૫ ને રૂબરૂ આપવું અથવા ઉપર દર્શાવેલ નજીકની સંસ્‍થા ખાતે રૂબરૂ આપવું.

૩) પસંદગી પત્રક રૂબરૂ મુલાકાત વખતે જ ભરવાનું હોવાથી તે વખતે અવશ્‍ય સાથે લઇને આવવું તથા તે અંગે સંપૂર્ણ માહિતી મેળવી રાખવી.

૪) અરજીપરના પાના પર ઉમેદવારે દર્શાવેલ ‘જૂથ’ અને ‘કેટેગરી’ ઉમેદવાર પાછળથી કોઇ પણ સંજોગોમાં બદલી શકશે નહિ તેની નોંધ લેવી.

૫) ફોર્મ સાથે જોડેલ મુલાકાતપત્ર તેમજ પહોંચતા કાર્ડ પર ઉમેદવારે ભરવાની વિગત અવશ્‍ય ભરવી અને પત્રવ્‍યવહારનું સરનામું સ્‍વચ્‍છ અને સુઘડ અક્ષરે યથાસ્‍થાને પિનકોડ નંબર સહિત લખવું.

૬) રૂબરૂ મુલાકાત માટે યુ.પી.સી. મુલાકાત પત્ર સમયસર મોકલવામાં આવશે. રૂબરૂ મુલાકાત અંગેની વિગતવાર કાર્યક્રમ મુખ્‍ય ગુજરાતી દૈનિકપત્રોમાં જાહેર કરવામાં આવશે. સંજોગોવસાત રૂબરૂ મુલાકાતપત્ર ના મળે તો પણ દૈનિકપત્રોની જાહેરાત અનુસાર ઉમેદવારે તે તારીખે અને સમયે હાજર રહેવું.

૭) પ્રથમ પ્રયત્‍ન પ્રમાણપત્રો વધુ ચકાસણી તેમજ સ્‍પષ્‍ટતા માટે ઘણી વાર ધોરણ ૯ કયા વર્ષમાં પસાર કર્યું છે, તે જાણવું જરૂરી બને છે. તેથી રૂબરૂ મુલાકાત વખતે સાબિતી માટે ધોરણ ૯ પાસ કર્યાનું વર્ષ દર્શાવતું ગુણપત્ર સાથે રાખવું હિતાવહ છે.

કયાં પ્રમાણપત્રોની જરૂરિયાત પડશ ?
નીચે મુજબના પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો જોડવી. અસલ પ્રમાણપત્ર બીડવાં નહિ અને જોડવામાં આવશે તો તે અંગેની જવાબદારી પ્રવેશ સમિતિની રહેશે નહિ. આ પ્રમાણપત્રોની attested copies જોડવી.
(અ).ધોરણ ૧૨ સાયન્‍સનું ગુણપત્રક (જો ધો. ૧૨ સાયન્‍સ પાસ હોય તો )

.ધોરણ ૧૦ (એસ.એસ.સી) ની પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષાનું ગુણપત્રક.

.ધોરણ ૧૦ (એસ.એસ.સી.) ની પરીક્ષા પ્રથમ પ્રયત્‍ને પાસ કર્યા અંગેનું શાળાના આચાર્યશ્રી પાસેથી મેળવેલ પ્રમાણપત્ર.

.ધોરણ ૯ ની પરીક્ષાનું ગુણપત્રક / અભ્‍યાસ કર્યો હોય તે વર્ષ દર્શાવતું શાળાના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર.

.શાળા છોડયાનું પ્રમાણપત્ર (School Leaving Certificate)



(બ).અનામત બેઠકો માટે જો અરજી કરેલ હોય, તો તે કેટેગરી પ્રમાણે માહિતી - પુસ્‍તિકામાં દર્શાવ્‍યા મુજબના સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર.

.સર્ટિફિકેટ અભ્‍યાસક્રમ માટેની અનામત બેઠક માટે અરજી કરવામાં આવેલ હોય, તો તે અભ્‍યાસક્રમનું ગુણપત્રક.

.રમતગમત માટે કૃપાગુણ મેળવવા પાત્ર થતા હોય, તો તે અંગેનું માહિતી - પુસ્‍તિકામાં જણાવ્‍યા મુજબના સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર.
(બ)

.ધોરણ ૧૨ મું ઉચ્‍ચ માધ્‍યમિક પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષાનું ગુણપત્રક. (જો લાગુ પડતું હોય તો)

.સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ વિધવા/અનાથ અરજદારે તેમની જાતિ / વર્ગ અંગેનુ: સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, ઉપરાંત ઉમેદવારે તેમના પિતા / વાલી/ કુટુંબનો ‘ઉન્‍નત વર્ગ’ માં સમાવેશ થતો નથી તે અંગેનું સક્ષમ અધિકારીનું ચાલુ વર્ષનું પ્રમાણપત્ર.


અધૂરી તેમજ વિરોધાભાસી વિગતોવાળુ: તેમજ આવશ્‍યક પ્રમાણપત્રો, ગુણપત્રકો વગેરેની પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલો બીડયા સિવાયનું અરજીપત્ર રદબાતલ ગણાશે.

સરહદી વિસ્‍તાર માટે ખાસ બેઠકો
સરહદી વિસ્‍તાર વિકાસ કાર્યક્રમ હેઠળની પોલિટેકનિકોની નિયત તથા ખાલી રહેતી બેઠકો ઉપર પ્રવેશ અંગે:

સરકારી પોલિટેકનિક ભૂજ :
૧)મિકેનિકલ એન્‍જિનિયરિંગ૬૦ બેઠકો
૨)ઇલકટ્રિકલ એન્‍જિનિયરિંગ૬૦ બેઠકો
૩)કોમર્શિયલ પ્રેકટિસ (ફક;ત વિદ્યાર્થીનીઓ માટે)૨૦ બેઠકો
૪)સિવિલ એન્‍જિનિયરિં૩૦ બેઠકો

આ અભ્‍યાસક્રમોની બેઠકો ફક્ત કચ્‍છ અને બનાસકાંઠા જિલ્‍લાની શાળાઓમાંથી લાયકાતની પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જ રાખવામાં આવી છે. આ બેઠકો પર નિયત કરેલ તાલુકામાંથી લાયકાતની પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ પૂરતી સંખ્‍યામાં ઉપલબ્‍ધ ન થાય અને બેઠકો ખાલી રહે, તો આ ખાલી બેઠકો ઉપર કચ્‍છ અને બનાસકાંઠા સિવાયના ગુજરાત રાજ્યના બાકીના જિલ્‍લાઓની શાળામાંથી લાયકાતની પરીક્ષા પ્રવેશપાત્રતા અનુસાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તેથી સરકારી પોલિટેકનિક, ભુજ અને આદિપુર ખાતે સંભવિત ખાલી બેઠકો ઉપર પ્રવેશ મેળવવા ઇચ્‍છતા ઉમેદવારોએ અનુરૂપ અભ્‍યાસક્રમો માટે નિયત અંગ્રેજી સંજ્ઞાથી પસંદગી દર્શાવવાની રહેશે. તેવી જ રીતે ડિપ્‍લોમાં કોર્સ ઇન કોમર્શિયલ પ્રેકટિસ ફકત વિદ્યાર્થીનીઓ માટે હોઇ આ અભ્‍યાસક્રમમાં પ્રવેશ ઇચ્‍છતી વિદ્યાર્થીઓએ અગ્રતાક્રમના કોઠામાં દર્શાવેલ માહિતી મુજબ નિયત અંગ્રેજી સંજ્ઞાથી પસંદગી દર્શાવવાની રહેશે.

કેન્‍દ્રિયકૃત ડિપ્‍લોમાં પ્રવેશ સમિતિ, અમદાવાદ દ્વારા સરહદી વિસ્‍તાર વિકાસ કાર્યક્રમ હેઠળ ચાલતી સંસ્‍થાઓમાં અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવ્‍યા બાદ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને રાજ્યની અન્‍ય કોઇ સરકારી બિન-સરકારી પોલિટેકનિકમાં બદલી આપવામાં આવશે નહિ.
સ્‍વનિર્ભર સંસ્‍થાઓમાં પ્રવેશ

સ્‍વનિર્ભર (Self-Financing) પોલિટેકનિકમાં પ્રવેશ અંગેની માર્ગદર્શક સુચનાઓઃ

૧)દરેક પોલિટેકનિકમાં દરેક અભ્‍યાસક્રમની મંજૂર થયેલ બેઠકો પૈકીની ૫૦% બેઠકો ફ્રી સીટસ તરીકે રાખવામાં આવશે.
૨)દરેક અભ્‍યાસક્રમની મંજૂર થયેલ બેઠકો પૈકીની બાકીની ૫૦% બેઠકો પેમેન્‍ટ સીટસ તરીકે રાખવામાં આવશે અને તે માટે રાજ્ય સરકારે નક્કી કર્યા મુજબ ફ્રી સીટસ કરતાં ઊંચા દરે ફી લેવામાં આવશે.
૩)રાજ્ય સ્‍તરીય સમિતિ દ્વારા સ્‍વનિર્ભર પોલિટેકનિકની પેમેન્‍ટસીટસ માટે વિદ્યાર્થી દીઠ પ્રત્‍યેક અભ્‍યાસક્રમ માટે વાર્ષિક ફીનું ધોરણ નક્કી કર્યું છે, જે વખતોવખત ફેરફારને પાત્ર છે. સ્‍વનિર્ભર પોલિટેકનિકની પેમેન્‍ટ સીટસ માટેની ફીની રકમ ફકત બેન્‍કડ્રાફટ અથવા બેંકર્સ ચેકથી જ ચૂકવવાની રહેશે.
૪)દરેક પોલિટેકનિક કૉલેજમાં નીચે મુજબની ૪૯% બેઠકો અનામત રાખવામાં આવશે. અનુસૂચિત જાતિ ૭% અનુસૂચિત જનજાતિ ૧૫% સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ૨૭%
૫)પોલિટેકનિક દીઠ દરેક અભ્‍યાસક્રમની મંજૂર થયેલ બેઠકોના ૫% બેઠકો ઉપર બિનનિવાસી ભારતીય (Non-Resident Indian) વિદ્યાર્થીઓને પેમેન્‍ટ સીટસના કોટામાં સીધો પ્રવેશ આપી શકશે.
૬)જો બિનનિવાસી (NR) ના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવેલ બધી જ બેઠકો ભરાય નહિ તો બાકી રહેતી ખાલી બેઠકો ગુજરાતના વિદ્યાર્થીઓથી પેમેન્‍ટ સીટસના ધોરણે ભરવામાં આવશે.
૭)NRI વિદ્યાર્થીઓ પાસેથી પોલિટેકનિકની મેનેજમેન્‍ટ ૩૦૦૦ U.S. / ડોલર્સ ફી લઇ શકશે.
૮)કેન્‍દ્રિય ડિપ્‍લોમાં પ્રવેશસમિતિ દ્વારા પ્રવર્તમાન નિયમોનુસાર તૈયાર કરવામાં આવેલ ગુણવત્તા યાદીમાંથી ફી સીટસ અને પેમેન્‍ટ સીટસ ઉપર ગુણવત્તા અનુસાર પ્રવેશ આપવામાં આવશે.
૯)બિનનિવાસી ભારતીય વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઉપર પ્રવેશ મેળવવા જે તે પોલિટેકનિકના આચાર્યશ્રી મેનેજમેન્‍ટનો સીધો સંપર્ક કરવો.
૧૦)સ્‍વનિર્ભર પોલિટેકનિકની પેમેન્‍ટ સીટસ તેમજ એન. આર. આઇ. કવૉટાની બેઠકો ઉપર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ જે તે સંસ્‍થાના નામની જે તે અભ્‍યાસક્રમના બાકીના વર્ષના અભ્‍યાસક્રમ માટે બેન્‍ક અથવા કૅશ સિકયોરિટી આપવાની રહેશે.
૧૧)કેન્‍દ્રિય પ્રવેશ સમિતિ, અમદાવાદ દ્વારા સ્‍વનિર્ભર સંસ્‍થાઓમાં ચાલતા અભ્‍યાસક્રમોમાં ફ્રી સીટસ કે પેમેન્‍ટ સીટસમાં પ્રવેશ મેળવ્‍યા બાદ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને રાજ્યની અન્‍ય કોઇ સરકારી કે બિન સરકારી / સ્‍વનિર્ભર પોલિટેકનિક સંસ્‍થાઓમાં બદલી આપવામાં આવશે નહીં.
૧૨)પ્રવેશ અંગેના નિયમો, ફી ધોરણ વગેરે ફેરફાર પાત્ર છે, તે જે તે વર્ષની એડમિશન બુકમાં જોવા મળશે.
લિબર્ટીની સલાહ :

કોઇ પણ શિક્ષણ સંસ્‍થામાં પ્રવેશ લેતાં પહેલાં જે તે સંસ્‍થાની (Reputation), શૈક્ષણિક વાતાવરણ, Hostel Facility, અન્‍ય સુવિધાઓ સહિતના તમામ પાસાંઓ પર વિચાર કરવો જે તે સંસ્‍થાના પૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી, આ સંદર્ભમાં ઉપયોગી સૂચનો મેળવી શકાય. શક્ય હોય તો સંસ્‍થાની મુલાકાત લઇ શકાય. આ લાભપ્રદ છે.

ફી કેટલી ?
ડિપ્‍લોમાં કોર્સમાં પ્રવેશ મેળવતી વખતે એટલે કે એડમિશન માટે બોલાવવામાં આવે ત્‍યારે ‘ફી’ ના કેટલા પૈસા સાથે રાખવા ? અહીં આપ કયા કોર્સમાં / કઇ સંસ્‍થામાં પ્રવેશ લો છો તેને આધારે ફીની રકમ નક્કી થાય છે. યાદ રહે, ડિપ્‍લોમાં પ્રવેશ દરમિયાન એડમિશન લેતી વખતે ફીની પૂરતી રોકડ રકમ ન હોય તો પ્રવેશ આપવમાં નહિ આવે અને જ્યાં સુધી આપ રોકડ રકમની વ્‍યવસ્‍થા ન કરો ત્‍યાં સુધી પ્રવેશ કાર્યવાહી અટકાવવામાં પણ નહિ આવે. એટલે કે તમે જો તુરંત ફી ન ભરો તો તમારા પછીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ જ રહે. તમારી પસંદગીની બેઠક પર તે એડમિશન મેળવી પણ શકે. આથી એડમિશન માટે આવતી વખતે જરૂરી ફીની રકમ સાથે જ રાખવી. આ અંગે દર વર્ષે ફેરફાર થાય છે તેથી વિગતો મેળવી રાખવી.


(નોંધ : CDAC દ્વારા આ ફીની રકમમાં ફેરફારને અવકાશ છે. આથી ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમમાં પ્રવેશ માટેની માહિતી પુસ્‍તિકા જરૂર વાંચવી) આપ વેબસાઇટ પણ જોઇ શકો છો. CDAC નું સરનામું નીચે મુજબ છે :

કેન્‍દ્રિય ડિપ્‍લોમાં પ્રવેશ સમિતિ (CD-AC)
સરકારી પોલિટેકનિક, પ્‍લાસ્‍ટીંગ બિલ્‍ડિંગ, આંબાવાડી, અમદાવાદ ૧૫ ફોન (૦૭૯) ૨૬૩૦૧૨૮૫
ઇમેલ : [email protected] વેબ સાઇટ cdacgujarat.org/gpahmedabad.org. Fax (079)26305516

Post a Comment

Subscribe Our Newsletter