-->
3 thi 8 nu material

NEW UPDATE

STD 12 COMMERCE GUJARATI MEDIUM ACCOUNT UNIT 2 Bhagidari Pedhina Varshik Hisabo 3 MARK QUESTION ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ એકમ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો

Post a Comment

STD 12 ACCOUNT UNIT 2 Bhagidari Pedhina Varshik Hisabo

ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ એકમ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો

ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ કે ઉદ્દેશો જણાવો.

Show Answer

જવાબ :

ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ કે ઉદ્દેશો નીચે મુજબ છે : (1) કાચો નફો કે કાચી ખોટ : વેપાર ખાતું તૈયાર કરી ભાગીદારી પેઢી કાચો નફો કે કાચી ખોટ નક્કી કરી શકે છે. (2) ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ : નફા-નુકસાન ખાતું તૈયાર કરી ભાગીદારી પેઢી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ નક્કી કરી શકે છે.(3) નફા-નુકસાનની વહેચણી : નફો કે નુકસાનની ભાગીદારો વચ્ચેની વહેચણી અને પેઢી સાથેના તેમના વ્યવહારોની જાણકારી નફા-નુકસાન ફાળવણી ખાતાથી મળી શકે છે. (4) આર્થિક પરિસ્થિતિ : ધંધાની આર્થિક પરિસ્થિતિ જેવી કે ધંધાની મિલકતો, દેવાં,લેણા વગેરેની જાણકારી પેઢીના પાકા સરવૈયા પરથી જાણી શકાય છે. ( 5 ) આવકવેરો : કરપાત્ર આવક પર આવકવેરાની ગણતરી વાર્ષિક હિસાબો દ્વારા સરળતાથી જાણી શકાય છે.

ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કાચા સરવૈયામાં આપેલી નીચેની બાકી ક્યાં દર્શાવશો? 3 MARK (1) ઘાલખાધ - પરત (2) ફેક્ટરીના મકાન પર ઘસારો (૩) મજુરી અને પગાર ( 4) પ્રોવિડન્ટ ફંડનાં રોકાણો (5) દેવીહૂંડી (6) ઉપાડથી ગયેલ માલ (7) માલ-પરત જમા (8) માલ –પરત ઉધાર (9) ભાગીદારે પેઢીને આપેલી લોન (10) પ્રોવિડન્ટ ફંડનાં રોકાણોનું વ્યાજ

Show Answer

જવાબ :

( 1) ઘાલખાધ - પરત - નફા-નુકસાન ખાતાની જમા બાજુ

(2) ફેક્ટરીના મકાન પર ઘસારો - વેપાર ખાતાની ઉધાર બાજુ

(3) મજૂરી અને પગાર - વેપાર ખાતાની ઉધાર બાજુ

(4) પ્રોવિડન્ટ ફંડના રોકાણો - પાકા સરવૈયામાં મિલકત – લેણાં બાજુ

(5) દેવહૂંડી – પાકા સરવેયામાં મૂડી-દેવાં બાજુ

(6) ઉપાડથી ગયેલ માલ – વેપાર ખાતામાં ઉધાર ખરીદીમાંથી બાદ કરો

(7) માલ-પરત જમા – વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ થશે

(8) માલ-પરત ઉધાર – વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે

(9) ભાગીદારે પેઢીને આપેલી લોન – પાકા સરવૈયામાં મૂડી- દેવાં બાજુ

(10) પ્રોવિડન્ટ ફંડનાં રોકાણોનું વ્યાજ – પાકા સરવૈયાની મૂડી- દેવાં બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરો

ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ ટુંકમાં સમજાવો. 5 MARK

Show Answer

જવાબ :

અમુક સમય દરમિયાન થયેલા વ્યવહારો સૌ પ્રથમ યોગ્ય નોંધબુકમાં નોંધવામાં આવે છે. ત્યારબાદ દરેક નોંધની યોગ્ય ખાતામાં ખતવણી કરવામાં આવે છે. અમુક સમયના અંતે દરેક ખાતે નોંધાયેલ વ્યવહારો પરથી દરેક ખાતાની બાકી શોધવામાં આવે છે. છેવટે અમુક નિશ્ચિત દિવસે ખાતાની બાકીઓ પરથી કાચા સરવૈયા નામે અનેક પત્રક તૈયાર કરાય છે.અમુક નિશ્ચિત દિવસે ઉપર મુજબ કાચા સરવૈયામાં નોંધાયેલ બાકીઓ તથા અન્ય વધારાની માહિતી ધ્યાનમાં લઇ, તેનાં યોગ્ય ખાતાં (વેપાર ખાતું, નફા-નુકસાન ખાતું) અને પત્રક(પાકા સરવૈયા) માં વર્ગીકરણ કરી પરિણામ મેળવવામાં આવે છે તથા જે-તે દિવસની ધંધાની આર્થિક સ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે, તેને વાર્ષિક હિસાબો તરીકે ઓળખવામાં આવે છે .

ભાગીદારીના વાર્ષિક હિસાબોનું નીચે મુજબ ચાર વિભાગોમાં વર્ગીકરણ કરી શકાય :

(1) વેપાર ખાતું (Trading Account) : નિશ્ચિત સમય દરમિયાનના ભાગીદારી પેઢીના ખરીદ-વેચાણ, માલ-પરત અને ખરીદીના ખર્ચાઓ, માલની અન્ય રીતે જાવકના વ્યવહારો ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવતું ખાતું છે. આ ખાતા દ્વારા કાચો નફો કે કાચું નુકસાન જાણી શકાય છે.

(2) નફા-નુકસાન ખાતું (Profit and Loss Account) : નિશ્ચિત સમય દરમિયાનના ભાગીદારી પેઢીના મહેસૂલી ખર્ચાઓ તથા મહેસૂલી ઊપજો ધ્યાનમાં લઈ આ ખાતું તૈયાર કરવામાં આવે છે.નફા-નુકસાન ખાતાની ઉધાર બાજુ પેઢીના વહીવટી ખર્ચા, વેચાણ- વિતરણના ખર્ચા, નાણાકીય ખર્ચ અને અન્ય ખર્ચ તથા નુકસાન દર્શાવાય છે. જમા બાજુ ધંધાની વિવિધ ઊપજો દર્શાવાય છે. નફા -નુકસાન ખાતા દ્વારા ધંધાનો ચોખ્ખો નફો કે નુકસાન જાણી શકાય છે.

(3) નફા-નુકસાન ફાળવણી ખાતું (Profit and Loss Appropriation Account) : ભાગીદારને અંગત રીતે અસર કરતા ખર્ચ અને ઊપજના વ્યવહારો ધ્યાનમાં લઈ આ ખાતું તૈયાર કરવામાં આવે છે, નફા-નુકસાન ફાળવણી ખાતું એ નફા-નુકસાન ખાતાનો જ એક ભાગ છે. તેની ઉધાર બાજુ ભાગીદારોની મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ, ભાગીદારનો પગાર, કમિશન,મહેનતાણું,બોનસ દર્શાવાય છે. જ્યારે જમા બાજુ ભાગીદારના ઉપાડનું વ્યાજ તથા ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ દર્શાવાય છે. નફા- નુકસાન ફાળવણી ખાતા દ્વારા ધંધાનો વહેંચણીપાત્ર નફો કે નુકસાન જાણી શકાય છે.

(4) પાકું સરવૈયું (Balance sheet) : અમુક નિશ્ચિત સમયે ભાગીદારી પેઢીની આર્થિક સ્થિતિ જાણવા આ પત્રક તૈયાર કરાય છે.

પાકા સરવૈયાની મૂડી અને દેવાં બાજુ : ભાગીદારોની શરૂની મૂડીમાં ભાગીદારોને મૂડી પર મળેલ વ્યાજ , મળેલ પગાર, મળેલ ચોખ્ખો નફો વગેરે ઉમેરાય છે, જ્યારે ભાગીદારોનો ઉપાડ અને ઉપાડ પરનું વ્યાજ બાદ થાય છે, જો સ્થિર મૂડીપ્રથા પ્રમાણે ભાગીદારોના મૂડી ખાતાં રાખેલ હોય, તો સૌપ્રથમ દરેક ભાગીદારની સ્થિર મુડી દર્શાવાય છે; જ્યારે અન્ય વિગતો જેવી કે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, વહેંચણીપાત્ર નફો કે નુકસાન વગેરે દરેક ભાગીદારના ચાલુ ખાતામાં નોંધાય છે. છેવટે ચાલુ ખાતાની બાકી પાકા સરવેયામાં નોંધાય છે. જો જમા બાકી હોય તો મૂડી-દેવાં બાજુ અને ઉધાર બાકી હોય તો મિલકત-લેણાં બાજુ નોંધાય છે. આ ઉપરાંત પેઢીનાં દેવાં જેવાં કે લેણદારો, બૅન્ક ઓવરડ્રાફટ, લીધેલ લોન, દેવીહૂડી, ચૂકવવાના બાકી ખર્ચા વગેરે મૂડી-દેવાં બાજુ નોંધાય છે.

પાકા સરવૈયાની મિલકત અને લેણાં બાજુ : કાયમી કે સ્થિર મિલકતો, રોકાણો, ચાલુ મિલકતો, ધીરેલી લોન, મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ, પ્રસારિત મહેસૂલી ખર્ચા વગેરે નોંધાય છે. ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય, તો તે પણ દર્શાવાય છે.

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close