STD 12 SCIENCE Chemistry UNIT 1 GHAN AVASTHA
ધધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન એકમ 1 ઘન અવસ્થા
અસ્ફટિકમય ઘન પદાર્થ એટલે શું ?
Show Answerજવાબ :
કાચ, રબર અને અનેક પોલીમર પ્લાસ્ટિક પદાર્થોના પ્રવાહીઓ જ્યારે ઠંડા પાડી ઘન સ્વરૂપે ફેરવવામાં આવે ત્યારે તેઓ સ્ફટિક બનાવતા નથી. આવા પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે.
સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતા એટલે શું ?
Show Answerજવાબ :
કોઈપણ રીતે ઘટક કણો (પરમાણુ, અણુ અથવા આયન) સંકલિત થયેલા હોય તોપણ છિદ્રોના સ્વરૂપે હંમેશાં કેટલોક મુક્ત અવકાશ (space) હોય છે. જેને સંકુલન ક્ષમતા કહે છે. સંકુલન ક્ષમતા કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકા છે.
ઘન પદાર્થ A ઘન અવસ્થા તથા પિગલિત અવસ્થામાં ઘણો સખત વિધુતીય અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે. તે કયા પ્રકારનો ઘન પદાર્થ હશે ?
Show Answerજવાબ :
આણ્વીય અને જાળીદાર ઘન
ક્યા પ્રકારના ઘન પદાર્થો વિધુતીય વાહક, ટીપનીય અને તન્ય છે?
Show Answerજવાબ :
ધાત્વીક ઘન પદાર્થો દબનીય, ટીપનીય અને વિધુતના વાહક કોય છે. દા.ત., Zn, Cu, Au, Fe, Ag.
લેટિસ બિંદુ કોને કહે છે?
Show Answerજવાબ :
સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટકકણો ત્રિપરિમાણીય રીતે નિયમિત ગોઠવણી પામેલા હોય છે. જેમાં સ્ફટિકના પ્રત્યેક સ્થાન કે જ્યાં ઘટકકણ (પરમાણુ, અણુ કે આયન) ગોઠવાયેલ છે તે સ્થાનને લેટિસ બિંદુ કહે છે.
ચોરસ સંવૃત્ત સંકલિત સ્તરમાં અણુનો દ્રિપરિમાણીય સવર્ગાંક શું હશે?
Show Answerજવાબ :
સમચોરસમાં રહેલ પ્રત્યેક ધટક કણ તેની આજુ બાજુ અન્ય ચાર ઘટક કણો સાથે જોડાયેલ હોય છે. આથી પ્રત્યેક ઘટક કણનો સવર્ગાંક ચાર છે.
નીચેના સંયોજનો કયા પ્રકારની તત્ત્વયોગમિતીય ક્ષતિ દર્શાવે છે ? (i) ZnS (ii) AgBr
જવાબ :
(1) ZnS - ફ્રેન્કલ ક્ષતિ (ii) AgBr - શૉટ્કી અને ફ્રેન્કલ ક્ષતિ બંને
‘સવર્ગ આંક' પર્યાયનો અર્થ શું છે?
Show Answerજવાબ :
કલોઝ પેકિંગ રચનામાં એક પરમાણુ, અણુ (ઘટકકણ) ની આજુબાજુ ગોઠવાયેલા આયનોની સંખ્યાને સવર્ગાંક કહે છે. તથા આયનીય રચનામાં કોઈ એક આયનની આજુબાજુ ગોઠવાયેલા વિરુદ્ધ વિજભારિત આયનોની સંખ્યાને સવર્ગાંક કહે છે.તથા આયનીય રચનામાં કોઈ એક આયનની આજુબાજુ ગોઠવાયેલા વિરુદ્ધ વિજભારિત આયનોની સંખ્યાને સવર્ગાંક કહે છે.
ઘન પદાર્થો શા માટે દબનીય હોતા નથી ?
Show Answerજવાબ :
ઘન પદાર્થોમાં રહેલ ઘટક (આયન, અણુ કે પરમાણુ) વચ્ચેનું અંતર ખુબ જ નહિવત હોવાથી તેમના પર દબાણ વધારતા તેમની વચ્ચે ઈલેકટ્રોનના વિવાદળ વચ્ચેનું અપાકર્ષણ વધે છે. આથી તે દબનીય હોતા નથી.
કઈ પરિસ્થિતિ હેઠળ અસ્ફટિકમય ઘન પદાર્થો એ સ્ફટિકમય સ્વરૂપમાં રૂપાંતર પામે છે ?
Show Answerજવાબ :
અસ્ફટિકમય ઘન પદાર્થને કોઈ યોગ્ય તાપમાને ગરમ કરતા તે સ્ફટિકમય બને છે. જેમાં અસ્ફટિકમય પદાર્થને ધીમેથી ગરમ કરી લાંબા ગાળા સુધી ઠંડુ પાડતા તે સ્ફટિકમય સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
Post a Comment
Post a Comment